દરવાન સિંહ નેગી

 દરવાન સિંહ નેગી 




દરવાન સિંહ નેગી નો જન્મ 1881 માં કાફારતીર ગામ માં હાલ ના ઉતરાખંડ માં થયો હતો .  ખેડૂત નો દીકરો દરવાન સિંહ નાનપણ થી જ મજબૂત બાંધો અને ખડતલ વ્યક્તિત્વ ધરાવતો હતા . 

સ્થાનિક રેજિમેંટલ સ્કૂલ માં ભણેલ દરવાન સિંહ એ 19 વર્ષ ની ઉમરે 39 ગરવાલ રાઇફલ જોઇન કરી . જ્યારે 1941 માં  પહેલું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું , ત્યારે 31 વર્ષ ના દરવાન સિંહ નેગી ને યુદ્ધ માં જંપલાવ્યું . અને એક યોદ્ધા તરીકે ઘરે પાછા ફર્યા . 

બ્રિટિશ ભારતીય આર્મી તરફ થી લડતા , ફ્રાંસ ના ફેસ્ટુબર્ડ નજીક તેમની રેજિમેન્ટ ખાઈ ને ખાલી કરવામાં રોકાયેલી હતી .23 અને 24 નવેમ્બર 1914 ની મધ્યરાત્રિ એ જર્મની જોડે થી આખા વિસ્તાર નો તાબો મેળવ્યો  માથા અને હાથ માં વાગ્યા પછી પણ લોહી નીતરતી હાલત માં દરવાન સિંહ એ બોમ્બ અને રાઇફલ થી સામનો કરવા આગળ આવ્યા . 



તેમણે બતાવેલા અદમ્ય સાહસ  વીરતા પરાક્રમ માટે તેમને પંચમ જ્રોર્જ એ  5 ડિસેમ્બર એ યુદ્ધ ના મેદાન માં પોહચી ને દરવાન સિંહ નેગી ને વિકટોરિયા ક્રોસ પહેરાવ્યો હતો . તેમની વીરતા ને ધ્યાન માં રાખી ને ગરવાલ રાઇફલ ને "બેટલ ઓફ ફેસ્ટુન વર્ટ ઇન ફ્રાંસ " નો ખિતાબ આપવામાં આવ્યો . તેની યાદ માં ઉતરખંડ માં સ્થાપિત મુખ્યાલય માં એક સંગ્રાલય બનાવવા માં આવ્યું છે . 



 જોકે આમ જોવા જઈએ તો આ ઍવોર્ડ મેળવનાર તેઓ પહેલા ભારતીય ના કહેવાય કારણ કે "ખુદાદદ ખાન" ને સૌથી પહેલા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો . પરંતુ ખુદાદદ ખાન હાલ ના પાકિસ્તાન માં જન્મ્યા હતા માટે આજાદ ભારત માં જન્મેલા અને વિકટોરિયા ક્રોસ  મેળવનારા પહેલા વ્યક્તિ દરવાન સિંહ નેગી જ હતા . 

દરવાન ને 1915 માં  લેફટનન્ટ પદ આપવામાં આવ્યું . ભારત પાછા ફર્યા બાદ કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી . 1924 માં તેમણે સ્વૈછિક નિવૃતિ લઈ શહીદો ની વિધવા અને બાળકો માટે કામ કરવાનું ચાલુ કર્યું . 

વિકટોરિયા ક્રોસ નું સમ્માન મળ્યા પછી અંગ્રેજ પ્રશાસન એ કઈક માગવાનુ કહ્યું પણ દરવાન સિંહ નેગી એ પોતાના માટે કોઈ જ માગ કર્યા વગર ગઢવાલ મંડલ ના કર્ણ પ્રયાગ માં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની સ્થાપના કરવાનું અને ઋષિકેશ થી કર્ણપ્રયાગ સુધી રેલ્વે લાઇન માટે ની માગ કરી હતી . તે સમયે ગરવાલ રાઇફલ ની બંને બટાલિયન ના લગભગ 85%  સિપાહીઓ આ વિસ્તાર માં થી આવતા હતા . જે સ્કૂલ બનાવવા માં આવી તેનું હાલ નું નામ વીરચક્ર દરવાન સિંહ ઇન્ટરમીડિયમ કોલેજ રાખવામા આવ્યું છે . 

તેમના ત્રણ પુત્રો માં થી એક પુત્ર બી.એસ.નેગી કર્નલ એ ભારતીય સેના માં કર્નલ તરીકે સેવા આપી . અને દરવાન સિંહ નેગી ના પૌત્ર કર્નલ નિતિન નેગી ને 1994 માં ગરવાલ રાઇફલ માં કમિશન કરવામાં આવ્યા હતા . 

ત્રણ પેઢી થી દેશ સેવા માં જોડાઈ ને પ્રેરણા રૂપ બનનારા આ પરિવાર ને સલામ ..... જય હિન્દ ....... જય હિન્દ ની સેના ........


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી