Posts

Showing posts from December, 2020

શહિદ અનિલકુમાર તોમર

Image
જરા યાદ કરો કુરબાની  રોજ સવારે ઉઠી ને આપણાં શ્વાસ માટે કોઈ નો આભાર માનવા નું ચૂકી જઈએ છીએ . આપણાં દરેક શ્વાસ માટે આપવામાં આવતા બલિદાન ની ખબર પણ નથી હોતી . આપણાં ઘર માં થતાં ખિલખિલાટ પાછળ કોઈ ના ઘર ના ઓલવાઈ જતાં ચિરાગ જોઈ શકતા નથી .  તેવો જ એક ચિરાગ ઓલવાયો છે .  ઉત્તરપ્રદેશ ના મેરઠ ના સિસોલી ગામ ના રહેવા વાળા અનિલકુમાર તોમર 44 રાષ્ટ્રીય રાઈફલ્સ માં હવાલદાર તરીકે પોસ્ટેડ હતા . શનિવારે શોપિયા જિલ્લા ના કનીગામ માં આતંકવાદી સંતાયા હોવા ની ખબર મળતા . ઓપરેશન ચલાવવા માં આવ્યું . જેમાં અનિલકુમાર તોમર પણ હતા . ત્યારે આતંકવાદી અને સેના વચ્ચે મૂઠભેડ થઈ . તેમણે પરમવીરતા બતાવતા આતંકવાદીઓ તરફ થી થવા વાળા ફાઇરિંગ નો સામનો કર્યો અને એક આતંકવાદી ત્યાં જ ઢળી પડ્યો . એ જ વખતે ક્રોસ ફાઇરિંગ માં ગોળી વાગતા અનિલકુમાર તોમર ગંભીર રીતે ઘાયલ થયા . અને તેમને શ્રીનગર માં આવેલા 92 બેસ હોસ્પિટલ માં હેલિકોપ્ટર દ્વારા ખસેડવામાં આવ્યા . અહિયાં સારવાર દરમિયાન તેમણે છેલ્લો શ્વાસ લીધો . 40 માં વર્ષે દેશ સેવા કરતાં સર્વોચ્ચ બલિદાન આપનારા અનિલકુમાર તોમર 2001 માં સેના માં જોડાયા હતા . તેમના પરિવાર માં પત્ની અને...

દરવાન સિંહ નેગી

Image
  દરવાન સિંહ નેગી  દરવાન સિંહ નેગી નો જન્મ 1881 માં કાફારતીર ગામ માં હાલ ના ઉતરાખંડ માં થયો હતો .  ખેડૂત નો દીકરો દરવાન સિંહ નાનપણ થી જ મજબૂત બાંધો અને ખડતલ વ્યક્તિત્વ ધરાવતો હતા .  સ્થાનિક રેજિમેંટલ સ્કૂલ માં ભણેલ દરવાન સિંહ એ 19 વર્ષ ની ઉમરે 39 ગરવાલ રાઇફલ જોઇન કરી . જ્યારે 1941 માં  પહેલું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું , ત્યારે 31 વર્ષ ના દરવાન સિંહ નેગી ને યુદ્ધ માં જંપલાવ્યું . અને એક યોદ્ધા તરીકે ઘરે પાછા ફર્યા .  બ્રિટિશ ભારતીય આર્મી તરફ થી લડતા , ફ્રાંસ ના ફેસ્ટુબર્ડ નજીક તેમની રેજિમેન્ટ ખાઈ ને ખાલી કરવામાં રોકાયેલી હતી .23 અને 24 નવેમ્બર 1914 ની મધ્યરાત્રિ એ જર્મની જોડે થી આખા વિસ્તાર નો તાબો મેળવ્યો  માથા અને હાથ માં વાગ્યા પછી પણ લોહી નીતરતી હાલત માં દરવાન સિંહ એ બોમ્બ અને રાઇફલ થી સામનો કરવા આગળ આવ્યા .  તેમણે બતાવેલા અદમ્ય સાહસ  વીરતા પરાક્રમ માટે તેમને પંચમ જ્રોર્જ એ  5 ડિસેમ્બર એ યુદ્ધ ના મેદાન માં પોહચી ને દરવાન સિંહ નેગી ને વિકટોરિયા ક્રોસ પહેરાવ્યો હતો . તેમની વીરતા ને ધ્યાન માં રાખી ને ગરવાલ રાઇફલ ને "બેટલ ઓફ ફેસ્ટુન વર્ટ ઇ...

આસામ રેજિમેંટલ ગીત

Image
"બદલું રામ ક બદન જમીન કે નીચે હૈ"  ભારતીય સેના માં જુદી જુદી રેજિમેન્ટ ના જુદા જુદા ઝંડા , યુદ્ધ ઘોષ , અને જુદા જુદા ગીત છે . આ તેમની એક આગવી ઓળખ ઊભી કરે છે . દરેક રેજિમેન્ટ ના યુનિફોર્મ માં પણ વિશેષતા છે . આ તેમને એક બીજા થી વિભિન્ન દર્શાવે છે .  આસામ રેજિમેન્ટ નું ગીત 'બદલુંરામ કા બદન' જવાનો માં જોશ અને ઉત્સાહ ભરવાનું કામ કરે છે . મેજર એમ.ટી પ્રોક્ટોર એ બ્રિટિશ ઇંડિયન આર્મી તરફ થી બીજા વિશ્વ યુદ્ધ માં લડી રહેલા બદલું રામ એ શાહિદ થયા પછી પણ કેવી રીતે રેજિમેન્ટ ની મદદ કરી તેના સમ્માન માં આ ગીત ની રચના કરી છે  બદલું રામ એક સિપાહી થા .............  જાપાન વોર મે મર ગયા  ક્વાટર માસ્ટર સ્માર્ટ થા .................. ઉસને રાશન નિકલા  બદલુંરામ કા બદન જમીન કે નીચે હૈ ......... તોહ હમે ઉસકા રાશન મિલતા હૈ  સાબાશ .. હલ્લેલૂજાહ ....  તોહ હમે ઉસકા રાશન મિલતા હૈ .....  બ્રિટિશ ઇંડિયન આર્મી બીજું વિશ્વયુદ્ધ લડતી હતી . બદલુંરામ આસામ રેજિમેન્ટ ની પહેલી બટાલિયન નો એક સિપાહી હતા . જેઓ 1944 માં આસામ માં કોહિમા માં પોસ્ટેડ હતા . યુદ્ધ ના શરૂ ના દિવસો માં જ બદલુંરા...