કોરોના
નીરવ ના માથે આભ તૂટી પડ્યું જ્યારે તેની મમ્મી ને કોરોના પોજીટીવ આવ્યો. સૉફ્ટવેર એંજિનિયર નીલું ના ફોરેન થી આવ્યા પછી નિરવે ઘણા સપના સજાવી રાખેલા, મમ્મી જોડે પાર્ટી ઑ કરવા ઉત્સાહિત હતો , નીલું વર્કિંગ વુમન હોવાને લીધે નીરવ જોડે રહેવા નો સમય ઓછો જ મળતો, અને નવો પ્રોજેકટ જોઇન કર્યા પછી બૅક ટુ બૅક ફોરેન ટ્રીપ શરૂ થઈ હતી. દસમા ધોરણ માં ભણતા નીરવ ને ભગવાન માં ખૂબ શ્રધ્ધા હતી, એમાં પણ ભણવા માં અમુક ધોરણો એવા હોય છે જે ભગવાન માં શ્રધ્ધા વધારી દે છે . નીલું નો રિપોર્ટ પોજીટિવ આવવાને લીધે નીરવ ને પણ આઇસોલશન માં રાખવા માં આવ્યો હતો, મોબાઈલ ઇન્ટરનેટ બધુ હોવા. છતા નીરવ નું ગેમ માં પણ નોહતું લાગતું. બે દિવસ થી ઊંઘ ના આવવાને લીધે થાકેલો નીરવ છેવટે આઇસોલશન વોર્ડ માં સૂઈ ગયો, "સૂઈ ગયો દીકરા?" નિરવે આંખ જીણી કરી ને જોયું, અને બૂમ પડતાં બોલ્યો " જાઓ તમે મારા જોડે વાત જ ના કરો, તમે મારી મમ્મી ની હાલત આવી કરી નાખી છે" " બેટા મે આવી હાલત કરી છે? કે તમે લોકો એ જાતે આવી હાલત કરી છે?" ભગવાને હસતાં કહ્યું " અમે જાતે ?"...