Posts

Showing posts from August, 2021

મારે આમ કરવું છે

Image
  સવારે સવારે મમ્મી ની એક ખૂબ જૂની ફ્રેન્ડ નો ફોન આવ્યો . બંને એ થોડી ઔપચારિક વાતો કર્યા પછી તે કોઈ વાત પર મમ્મી ને મનાવવા ની કોશિશ કરી રહ્યા હતા . અને મમ્મી સામે “ ના હાલ મને સમય નથી મળતો , હાલ શક્ય નથી .” એ પ્રકાર ના વાક્યો બોલે જતી હતી. “ નીતુ અહિયાં આવેલી છે અને એના બે તોફાની છોકરા ક્યાં થી સમય મળે ?” “ અરે ના ના નીતુ ની નોકરી અને છોકરા માં થી સમય મળતો જ નથી”   મમ્મી ફોને પર જવાબ આપે જતી હતી છેલ્લે “ તો પણ જોઈશ બસ” એમ કહેતા ફોન મૂક્યો શું થયું ? શું હતું અનુ આંટી ને   ?. ઓફિસ જવાનું મોડુ થતું હતું છતાં હું પોતાને રોકી ન શકી “ એ જ કઈક નવી સ્કીમ લાવ્યા છે , એમાં પડવા સમજાવતી તી.” મમ્મી એ ઉદાસ થઈ ને ઉઠતાં કહ્યું. “આનું આખી જિંદગી આ જ રહ્યું .” એમ બોલી મમ્મી રસોડા માં ગઈ અને હું ઓફિસ જવા નીકળી હું કેબ માં બેઠા પછી અનુ આંટી મારી આંખો સામે થી હટયા નહીં . દરેક કામ પરફેક્ટ રીતે કરવાનો તેમનો ખાસ આગ્રહ , તેમ ના કામ ની ચોકસાઇ ગજબ ની , હમેશા કઈક મોટું કરવાની તેમની ઈચ્છા રહેતી. મારી મમ્મી સ્કૂલ માં ટીચર હતી . જ્યારે હું નાની હતી ,   ત્યારે પુણે માં અમા...