Posts

Showing posts from September, 2021

મારો મરાઠી સાથે નો સબંધ

Image
 દસ એક વર્ષ પહેલા ની વાત છે  મારો મરાઠી સાથે નો સબંધ પુણે આવ્યા પછી જોડાયો , તે પહેલા હું મરાઠી ભાષા નો મ પણ જણાતી નોહતી . મે શરુશરૂ માં મરાઠી શીખવાની શરૂઆત કરી કેમ કે મારે સામના માં બાળા સાહેબ ઠાકરે ના સંપાદક લેખ વાંચવા હતા. ત્યારે હું મરાઠી વાંચતી ( વાંચતી કેમ કે વાંચવા માં મરાઠી હિન્દી જેવી જ છે , પણ ખબર કઈ ના પડે ) અને મારી ફ્રેન્ડ તેનું હિન્દી કરી ને મને સમજાવતી . હું અલ્પ વિરામ પૂર્ણ વિરામ અને અમુક ખોટા ઉચ્ચાર ના લીધે મારા ફ્રેન્ડ્સ ને મારૂ મરાઠી ઘણું હાસ્યસ્પદ લાગતું . માટે હું જાહેર માં મરાઠી બોલવાનું ટાળતી . એક વખત કરિયાણા ની દુકાન માં અથાણાં નું પેકેટ લેવા ગઈ , અહી મળતું પ્રવીણ નું અથાણું મને ખૂબ જ ભાવે છે .   તો મારી બાજુ માં ઉભેલા બહેન એ કહ્યું “ મલા પણ દયા લોન્ચ “ મતલબ કે મને પણ અથાણું આપો અને પછી મારી સામે જોઈ ને કહ્યું “ તોન્ડી લાવાયલા , નાહી કા ? ” આ શબ્દ નું ગુજરાતી એમ થાય કે “ મોઢે લગાડવા , હે ને ? ” મે તેમના સામે જોઈ ને સ્માઇલ આપી અને કઈ જ બોલ્યા વગર ત્યાં થી નીકળી ગઈ . અથાણું કોઈ મોઢા પર કેમ લગાવે , હવે મરાઠી માં ઉબટણ , અને અધધ હળદળ શરીર ...

દમયંતી ની દંતકથા

Image
અમારા ટ્રસ્ટ પર આવતી છોકરી ની વાત છે આ જેમાં ખાલી નામ જ બદલ્યા છે બાકી દરેક શબ્દ સાચો છે  --------   પુણે માં અમારા ટ્રસ્ટ પર ઘણી જુદી જુદી મહિલાઓ આવતી . દરેક ના પાછળ તેમની પોતાની કઈક ને કઈક સ્ટોરી હતી . ક્યાક સબંધ ના ગૂંચવાડા તો અમુક ભાગી ને આવેલા દ્ંપતિઓ ના કોઈ સબંધી જ નોહતા . એક દિવસ દમયંતિ આવી . દમયંતી દેખાવ ખાસ નોહતો , બોલતી વખતે તેની થોડી થોડી જીભ પણ ચોટતી . દમયંતિ દસ પાસ જ હતી.   પણ તેની લાઈફસ્ટાઈલ જોતાં સમજાતું કે તે એક ઉચ્ચ મધ્યમવર્ગ પરિવાર માં થી આવે છે .   તેને એક દીકરો હતો તે અને તેની વાતો સાંભળી ને લાગતું કે તે તેના જીવન માં ખૂબ ખુશ છે . એક દિવસ તેણે વાત વાત માં તેના પતિ   નો ફોટો બતાવ્યો . હું તેના પતિ નો ફોટો જોઈ ને હકબક રહી ગઈ . તે કોઈ ફિલ્મ સ્ટાર થી ઓછો નોહતો . તેને જોઈ ને લાગતું હતું કે , આ છોકરો કોઈ મોડેલિંગ ક્ષેત્ર માં જ કામ કરતો હશે . તેણે જુદી જુદી ગાડીઓ સાથે માં અને આગળ ઊભા રહી ને ખૂબ સ્ટાયલીશ ફોટોસ પડાવ્યા હતા . દમયંતી સ્વભાવે અને બીજી રીતે સારી હતી પણ તેના પતિ ની સામે ખૂબ ઓછી લાગતી પહેલી નજરે બંને ને સાથે જુવો તો એક વખત મગજ મા...

માઇક્રોફિક્શન

 "તેણે નાત બહાર લગ્ન કર્યા છે ,  તે મારી દીકરી ભલે રહી , પણ આ ઘર માં તેને ક્યારેય બોલાવવા માં નહિ આવે " નેતાજી એ ઘાંટો પાડી ને પત્ની ને કહ્યું   બીજી જ ઘડી એ ફોન ની રીંગ વાગી  " કામવાળી હતી યાર , છોકરા નું લોઈ ગરમ , એટલે થઈ ગયો બળાત્કાર , પણ દીકરો મારો છે એટલે એમ કઈ થોડું લાંછન લાગવા દઉં , બધું રફેદફે કરી દીધું , અને કાનોકાન કોઈ ને ખબર પણ પડી નહિ .... હા...હા....હા....હા.. "  નેતાજી એ રૂબાબ ભેર ફોન પર કહ્યું .  ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર  Gujarati blog , Gujarati blogger , Gujarati short story , Gujarati blogs

સબંધ ભાગ ૨

Image
  ભાગ -1  “ શું થયું , કોણ છે ?” વિધા એ સ્માઇલ સાથે રૂશીલ સામે જોઈ ને પૂછ્યું . “ ખબર નથી , કોક હશે ઓફિસ ના કામ થી મેસેજ કરતું હશે , સવારે કોલ કરી લઇશ , હાલ   બસ તું જ “ રૂશીલ એ પરાણે હસતાં કહ્યું . આખી રાત રૂશીલ ની માત્ર ને માત્ર સવાર ની રાહ જોયા માં ગઈ , શું થયું હશે ? આને મને કેમ મેસેજ કર્યો એ પણ આટલા સમય પછી , રૂશીલ એ આખી રાત ખુલ્લી આંખે કાઢી . રૂશીલ ઉતવાળો ઓફિસ પોહચ્યો , રૂશીલ આજે ઓફિસ માં સૌથી પહેલા આવી ગયો હતો , એટલો વહેલો કે હજી તો દરવાજે તાળું લટકતું હતું . રૂશીલ સામે ના બાંકડે બેઠો . લગન પહેલા આ જ બાંકડા પર બેઠા બેઠા રૂશીલ નિધિ ને પચાસ પચાસ કોલ કરતો પણ નિધિ ફોન ઉપાડતી નહીં . રૂશીલ એ મોબાઈલ હાથ માં લીધો પણ આગળ શું કરવું સમજાયું નહીં , કોલ કરું ? મેસેજ કરું ? શું કામ આણે મને મેસેજ કર્યો હશે ? એટલા માં જ મોબાઈલ રણકી ઉઠ્યો .   વિધા નો કોલ હતો . “ સાંજે ઘરે જલ્દી આવીશ ,?   આપણે મારી ફ્રેન્ડ ને ત્યાં જવાનું છે .” “ હા મને યાદ છે” હું આવી જઈશ . રૂશીલ એ મોબાઈલ ખીસા માં મૂકી ઘણીવાર શાંત બેસી રહ્યો , તેણે મેસેજ નો કોઈ જ જવાબ આપ્યો ન...

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ બ્લોગર જિજ્ઞેશ અધ્યારુ સાથે એક ઇ-પ્રશ્નોત્તરી .

અક્ષરનાદ   , ગુજરાતી માં વાંચન માં રુચિ રાખનાર દરેક માણસ એક વાર તો આ બ્લોગ પર પગલાં પડ્યા જ હશે .   જિજ્ઞેશ અધ્યારુ   સર વર્ષો થી આપણાં માટે કઈક નવું લખતા રહ્યા છે તે માટે તેમનો જેટલો આભાર માનીએ   ઓછો છે . એક ગુજરાતી બ્લોગ હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલી ખ્યાતિ ,  ગુજરાતી ભાષા માટે ગર્વ ની વાત છે   .  આટલા વર્ષો સુધી કોઈ એક કામ ફળ ની આશા વગર જ કરવું એ   એક મોટી તપસ્યા કહેવાય , આટલા વર્ષો માં તેમને થયેલા જુદાજુદા અનુભવ અને તેમના વિચારો વિશે વાંચીએ .     ગુજરાતીમાં બ્લોગ ની શરૂઆત કરનાર દરેક માણસ બ્લોગ ચાલુ કરતાં પહેલા એકવાર તમારા બ્લોગ પર જરૂર આવ્યો હશે .  ગુજરાતી માં બ્લોગર તરીકે ખૂબ લાંબી અને મોટી યાત્રા કરી છે તમે   તો બ્લોગિંગ સાથે ક્યારે અને કેવી રીતે જોડાયા તે જણાવશો  ?   જિજ્ઞેશ અધ્યારુ   :   લખવાની શરૂઆત તો શાળા દરમ્યાન જ થઈ હતી ,  એક ફુલસ્કેપ નોટમાં સતત આસપાસની ઘટનાઓ ,  લોકો અને પરિસ્થિત...