જન્મ દિવસ ના દિવસે જ જન્મ ભૂમિ માટે બલિદાન આપ્યું
નાયક સંદીપ કાલીરામન સંદીપ કાલીરામન જ્યારે સાતમા ધોરણ માં હતા ત્યારે તેમના ગામ આટલી માં એક જવાન શાહિદ થયો . બાળ સંદીપ એ તેમના અંતિમ સંસ્કાર માં ભાગ લીધો અને મનોમન નક્કી અકર્યું કે એક દિવસ તે પોતે સેના માં જોડાઈ દેશ સેવા કરશે . સંદીપ 2005 માં સેના માં જોડાઈ પેરા એસએફ નો ભાગ બન્યા . તેમની સર્વિસ માં તેઓ ત્રણ વખત કાશ્મીર માં પોસ્ટિંગ થઈ ને આવ્યા હતા . 12 ફેબ્રુઆરી ના દિવસ તેઓ પુલવામાં માં આતંકવાદી વિરોધી ઓપરેશન માં જોડાયા અને તેમણે બે આતંકવાદીઓ ને માર્યા . આતંકવાદીઓ સામે લડતા , તેમને ચાર ગોળીઓ વાગી . એક ગળા માં એક હાથ માં અને બે પગમાં . સાત દિવસ પછી તેઓ જિંદગી સામે જંગ હાર્યા અને પોતાના 33 માં જન્મ દિવસે જિંદગી ની જંગ હાર્યા . નાયક સંદીપ ની પોસ્ટિંગ હવે પૂરી થવા આવી હતી . અને તેઓ ફેબ્રુઆરી માં જ ઘરે આવવાના હતા . છેવટે તેઓ તિરંગા માં લપેટાઇ ને ઘરે આવ્યા . અને તેમ ને મરણોત્તર સેના મેડલ આપવા માં આવ્યો . સંદીપ તેમની પાછળ પત્ની ગીતા , પુત્રી લાવણ્યા અને બે જોડકા પુત્ર રક્ષિત અને રાશિત છે .