જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી
અયુબ ખાન
પાંચ ફૂટ દસ ઇંચ ઇંચાઇ ધરાવતા અયુબ ખાન રજવાડા સૈન્ય માં ફૂટબોલ ટીમ ના કેપ્ટન હતા . ૧૯૫૦ માધ્યમિક સ્કૂલ નું શિક્ષણ લઈ માં આર્મ્ડ કોર માં ભરતી થયા અને ૧૯૬૫ માં રિસાલદાર બન્યા .
8 સપ્ટેમ્બર 1965 ની રાત્રે અયુબખાન એક સૈન્ય ની ટુકડી નું નેતૃત્વ કરતાં હતા . તેમને પાકિસ્તાની સરહદ પર સિયલકોટ પાસે સુચેતગઢ માં દુશ્મન ને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી .
રાત્રે જ ઉપર થી આદેશ મળ્યો કે પાકિસ્તાની ટેન્કો સામે સખ્તી થી લડો . રાત્રે અયુબ ખાન અને તેમના કેટલાક સાથીઓ પાકિસ્તાન માં ઘુસ્યાં અને કેટલાક માઈલ અંદર ગયા પણ પાકિસ્તાની એરફોર્સ સતત હુમલો કરતી હતી . અને ભારતીય સૈન્ય ને આગળ વધતાં રોકતા હતા .
બીજા દિવસે આગળ વધતાં સમાચાર મળ્યા કે પાકિસ્તાની સૈન્ય એ પાછળ થી આવી ને ભારતીય સૈન્ય ને ઘેરી લીધું છે . ત્યારે સ્ક્વાડ્રન કમાન્ડર એ અયુબ ખાન ને ઓર્ડર આપ્યો કે , બની શકે કે તારી ત્રણેય ટેન્કો ના ચીથડા ઊડી જાય પણ આગળ વધી અને શત્રુ ઓ ના ઘેરા ને તોડો .
અયુબ ખાન આવી જ તક ની રાહ જોતાં હતા જેમાં તેમને દેશ ની રક્ષા માટે જીવન નું બલિદાન આપવું પડે . બીજા વિશ્વ યુદ્ધ માં અયુબ ખાન ના કાકા શાહિદ થયા હતા અયુબ ખાન હમેશા કહેતા કે "તેમણે કોઈ મહાન નથી કર્યું . પોતાની ફરજ માટે પોતાના જીવ નું બલિદાન આપ્યું છે . અને આ જ એક સૈનિક નો ધર્મ છે . માતા ના દૂધ ને ના લાજ રાખે તે જ સાચો શૂરવીર છે " . આવા ઉચ્ચ વિચાર ધરાવનાર શૂરવીર ને દેશ સેવા માં જીવ આપવાની તક મળી તે જ સૌથી ખુશી ની વાત હતી .
અને આજ વિશ્વાસ સાથે તેઓ જંગ માં કૂદી પડ્યા . અયુબ ખાન ગ્રુપ કમાન્ડર હતા . તેમની ટેન્ક સૌથી આગળ હતી . થોડા આગળ જતાં ફરી એક વાર પાકિસ્તાન ના વિમાનો એ બોમ્બ વરસાવવા નું ચાલુ કર્યું . અયુબ ખાન એ પોતાના સાથીઓ ને આદેશ આપ્યો કે મારવાનુ જ છે તો ડરવું નહિ દુશ્મન ના કાફલા ની વચ્ચે જઈ ને ફાયરિંગ કરવું .
અયુબ ખાન ને જીવ જવા નો ડર નોહતો તેમણે ૩૦૦ ગજ દૂર એક સુરક્ષિત જગ્યા શોધી ત્યાં ટેન્ક લઈ ગયા અને વારા ફરથી બે વાર ફાયર કરવા નો આદેશ આપ્યો અને દુશ્મન ની બે ટેન્ક ના ભુક્કા બોલાવી દીધા , અને તરત જ વાયરલેસ પર કમાન્ડર ને સંદેશો આપ્યો કે "તેમણે બે પાકિસ્તાની ટેન્ક ને આગ માં હોમી દીધી છે ધુમાડા તમને ત્યાં થી દેખાતો હશે . "
પાકિસ્તાની ટેન્કો સાથે આવેલા પાયદળ ના સૈનિકો ભગવા લાગ્યા હતા . અયુબ ખાન ના સાથીદારો એ ભાગતા સૈનિકો પર ગોળીબાર કર્યો . દુશ્મનો ને જીવ હાથ માં લઈ ભાગતા જોઈ અયુબ ખાન હસવા લાગ્યા . તમણે કહ્યું કે પાકિસ્તાની સૈનિકો માં મનોબળ નો અભાવ હતો . કેટલીક ટેન્કો તો એવી પણ મળી હતી જે 100 કિલોમીટર થી પણ ઓછી ચાલેલી હાથી . આવા મનોબળ સાથે ધારેલું નિશાન લાગે પણ નહીં એ જ કારણ હતું પાકિસ્તા ની સૈનિકો તે દિવસ પૂછડી દબાવી ને ભાગ્યા હતા .
એક પાકિસ્તાની પેટર્ન ટેન્ક અયુબ ખાન પોતાની સાથે ભારત લઈ આવેલા . આ ટેન્ક પાકિસ્તાન ને અમેરિકા પાસે થી મળી હતી અને પાકિસ્તાન ને બહુ ઘમંડ હતો કે આ ટેન્ક સાથે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી . રિસાલદાર અયુબ ખાને આ ચાર પાકિસ્તાની પેટર્ન ટેન્ક ધ્વસ્ત કરી ને પાકિસ્તાન નો ઘમંડ તોડ્યો હતો .
તે સમયે સમાચાર પત્રો માં અયુબખાન ' ઇંડિયન અયુબ ' ના નામ થી પ્રખ્યાત થયા હતા . કારણ કે તે સમયે પાકિસ્તાન ના રાષ્ટ્રપતિ અને આર્મી જનરલ નું નામ પણ અયુબ ખાન જ હતું . અને તેમના નેતૃત્વ માં યુદ્ધ લડવા માં આવ્યું હતું . અને છાપા ઓ માં કિસ્સા આવતા કે ભારત માં પણ એક અયુબ છે જેણે પાકિસ્તાની અયુબ ની પેટર્ન ટેન્કો ના ભૂક્કા બોલાવી દીધા .
1965 ના યુધ્ધ પછી 26 મી જાન્યુઆરી એ તત્કાલિન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ ના હાથે અયુબ ખાન ને ' વીર ચક્ર' થી સમ્માનિત કરવામાં આવ્યા . ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી એ કહ્યું હતું કે હું પાકિસ્તાની અયુબ ને નથી મળ્યો પણ મને મારા અયુબ પ્રત્યે ગર્વ છે .
નિવૃત થયા પછી અયુબ ખાને રાજનીતિ માં ઝંપલાવ્યુ . અને નરસિહ માં રાવ ની સરકાર માં કૃષિ રાજય મંત્રી બન્યા .
15 સપ્ટેમ્બર 2016 માં તેમનું નિધન થયું . તેમના પરિવાર ની પાંચમી પેઢી હાલ પણ સેના માં છે .



Comments
Post a Comment