Posts

Showing posts from March, 2020

કોરોના વાઇરસ (Corona virus)

"રિશી આખો દિવસ સેનિટાઇઝર જોડે જ રાખજે, અને બીજા એક્સટ્રા માસ્ક લેતો આવજે , હેન્ડ વોશ ના પણ ભાવ વધી જાય એ પહેલા સ્ટોક કરી લેવો જોઈએ , કોરોના વાઇરસ બહુ ફેલાઈ રહ્યો છે"  કાલે જ ડેટ  એક્સ્પાઇરી   થયેલી બ્રેડ પર બે મહિના પહેલા  એક્સ્પાઇરી  થયેલો સૉસ લગાવી મોઢા માં મુકતા રિના બોલી "હમ્મ" કહેતા રિશી બાઈક ની ચાવી સાથે ઘરે થી નીકળ્યો ઘર ના ખૂણા માં પડેલું હેલ્મેટ કોઈ ના સાંભળે એમ ડૂસકું ભરી રહ્યું હતું 

પરિશ્રમ ની પાંખે

Image
પરિશ્રમ ની પાંખે આત્મકથા : ધીરુભાઈ પટેલ પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા લિ. વર્ષ : 2019 પેજ : 400                           જીવનચરિત્ર વાંચવા માં હંમેશા થી ગણી રુચિ રહી છે, અને હંમેશા જીવન કથા ઓ એ ઘણું પ્રોત્સાહન આપ્યું છે , આ પુસ્તક એમાં નું જ એક છે, સામાન્ય માણસ અસામાન્ય પડકારો જીલી ને કેવી રીતે મહાન બને છે આ પુસ્તક દ્વારા જાણી શકાય છે, આપણે હંમેશા  ઉંચાઈ ઉપર પોહંચેલા માણસ ના સામે જોઈ ને તાળીઓ પાડવા ટેવાઈ ગયેલા છીએ, એ ઊંચાઈ સુધી પોંહચવા કેટલા સાહસો કર્યા ?, કેટલી વખત પડી ને ઉભા થયા? એ જાણવા ની દરકાર રાખતા નથી, જો આપણે એ જાણવા ની કોશિશ કરીએ તો ખબર પડે કે એ બધા માણસો આપણા માં થી એક હોય છે બસ એ થાકતા નથી અને હાર થી ડરતા નથી એવા જ એક ઉદ્યોગ સાહસિક ધીરુભાઈ પટેલ ની આત્મકથા છે પરિશ્રમ ની પાંખે.                          જીવન ચરિત્ર ની શરૂઆત 1934 થી થાય છે અને બિલકુલ ઝીણવટ થી એ જમાના ની દરેક વાતો આવરી લેવાઈ છે, રાજાશાહી  ...