Posts

Showing posts from February, 2022

ફૌજી પત્ની સંગીતા ની વીર ગાથા

Image
  શિશિર અને સંગીતા બંને ફૌજી ના બાળકો હતા બંને સ્કૂલ માં સાથે ભણતા , સ્કૂલ માં એક બીજા સાથે પહેલી નજરે થયેલો પ્રેમ જિંદગી ની કેટલી આકરી પરીક્ષાઓ માં થી પસાર થશે કોને ખબર હતી. શિશિર એ સ્કૂલ કાળ પૂરો થયા બાદ ૨૦૦૫ માં આર્મી જોઇન કરી દેશ સેવા માં ઝંપલાવ્યું અને સંગીતા એ સ્કૂલ માં શિક્ષક ની નોકરી સ્વીકારી . આર્મી માં ભરતી થવા ને લીધે શિશિર દેશ ના જુદાજુદા ભાગ માં ડ્યૂટી માટે જવાનું થયું આના થી તેમના સબંધ માં કોઈ જ કમી આવી નહીં ઉપરથી બંને નો પ્રેમ વધારે મજબૂત બન્યો . સંગીતા પોતે પણ ફૌજી ની દીકરી હતી તે સહજ શિશિર ની જોબ અને તેના કામ પ્રત્યે ના લગાવ ને સમજી શકતી હતી. કે શિશિર હવે સામાન્ય શિશિર નહીં પણ રાઇફલ મેન શિશિર મલ્લ હતો . ૨૦૧૩ બંને લગ્ન જીવન થી જોડાયા . અને સંગીતા હવે સંગીતા મલ્લ બની અને કાયદેસર ફૌજી ની પત્ની પણ. શિશિર ના પિતા સૂબેદાર મેજર સુરેશ મલ્લ સર્વિસ ફૂટબોલ ગોળ કીપર હતા . તેઓ ૩૯ ગોરખા રાઈફલ્સ માં થી ઓડિનરી કેપ્ટન તરીકે રીટાયર્ડ થયા હતા. ૨૦૧૫ માં બીમારી ને લીધે તેમનું મૃત્યુ થયું . પરિવાર હજી શોક માં જ હતો. અને , 2 સપ્ટેમ્બર 2015 ના દિવસે બારમુલ્લા માં 32 રાષ્ટ્રીય રા...

ફૌજીઓ ના બાળકો

Image
  લગ્ન પહેલા જ્યારે પણ છાવણી માં જવાનું થયું તો તે એક સિવિલિયન તરીકે ની મુલાકાત હતી . લગ્ન પછી પહેલી વાર હું એક આર્મી વાઈફ તરીકે સેન્ટર માં ગઈ. અહિયાં એક ખૂબી હતી જે બહાર ની દુનિયા માં નથી હોતી . અહિયાં માણસો તો છોડો પણ વસ્તુ ઓ ઝાડ અને પાંદડા ઓ માં પણ શિસ્તતા હતી . બધુ જ પરફેક્ટ હતું . અહિયાં દરેક વસ્તુ ને રોજ પૉલિશ કરવામાં આવે છે , એ પછી માણસ હોય કે વસ્તુ . આર્મી સેન્ટર વિશે એક વ્યગ ખૂબ જાણીતો છે , જો તમે સેન્ટર માં બિલકુલ હલ્યા વગર એક કલાક ઊભા રહો તો તમને વસ્તુ સમજી ને રંગી નાખવામાં આવે . આર્મી ક્વાટર મારૂ પાડોશી હતો એક હિમાચલપ્રદેશ નો પરિવાર . પહેલા દિવસે તેમણે મને હાલચાલ પૂછ્યા અને સામાન્ય વાતો કરી. તે જ્યારે પણ મારી સાથે વાત કરે ત્યારે તેમનો નાનો દીકરો મારી સામે હસતો અને શરમાઇ ને જતો રહેતો . તેનું નામ હતું એની થોડા દિવસ પછી એની એ મારી સાથે વાત કરવાની શરૂઆત કરી , અને પહેલો શબ્દ બોલ્યો ‘ આંટી ’ આ શબ્દ મને ખૂબ આઘાતજનક લાગ્યો . અચાનક ઉમર ખૂબ વધી ગઈ હોય એવું લાગ્યું . જિંદગી માં પહેલી વાર કોઈ આંટી કે એ ખૂબ વિચિત્ર ફીલિંગ આપે છે .   પછી ફ્રી સમય માં તે હમેશા મા...