સબંધ

 



“ બસ મારે ઘણા દિવસ થી આટલું કહેવું હતું .” રૂશીલ એ તેના કોલેજ કાળ થી લઈ ને ચાલુ થયેલા અને હજી એક મહિના પહેલા જ અંત આવેલા નિધિ સાથે ના સબંધ વિશે ની કબૂલાત વિધા સામે કરી .

નિધિ અને બંને સ્કૂલ માં સાથે હતા , ત્યાર થી જ એક બીજા સાથે લગ્ન કરવાના નું નક્કી કર્યું હતું . પરંતુ કોલેજ કરવા અમદાવાદ ગયેલી નિધિ ધીરે ધીરે બદલવા લાગી . નિધિ જ્યારે પણ ઘરે આવતી અને રૂશીલ ને  મળતી તો એક દમ પહેલા જેવી જ લગતી અને અમદાવાદ જતી તો બદલાઈ જતી . ધીરે ધીરે રૂશીલ ને નિધિ ના બીજા પણ પુરુષ મિત્રો વિશે ખબર પડી , પણ તે એટલી સહેલાઈ થી નિધિ ને છોડી શકે તેમ નોહતો .

હવે,  તે જેટલું નિધિ ના નજીક જવાની કોશિશ કરતો એટલી નિધિ તેના થી વધારે દૂર જવા લાગી . જ્યારે રૂશીલ એ સરકારી કારકુન તરીકે જોબ કરવાની પસંદ કરી , તે પછી નિધિ જાણે તેના થી ખૂબ દૂર રહેવા લાગી , અને થોડા સમય પછી તેને રૂશીલ ને જણાવ્યુ કે મારા પપ્પા માનતા જ નથી અને મારી સગાઈ નાયબ મામલતદાર  સમર સાથે નક્કી કરી દીધી છે . અંદરખાને રૂશીલ બહુ પહેલા જ સમજી ગયો હતો કે નિધિ હવે પહેલા જેવી નથી રહી પણ છતાં પોતાના પ્રેમ ને પામવા તે મરણિયો પ્રયાસ કરી છૂટવા તૈયાર હતો .

રૂશીલ એ ખૂબ સમજવ્યું કે તે ઘરે આવી ને તેના પપ્પા સાથે વાત કરે , પણ નિધિ એ ચોખ્ખી ના પાડી દીધી કે તેના પપ્પા નહીં  માને . હવે નિધિ ને તેના ફોન ઉપાડવા નું અને તેની સાથે મેસેજ પર વાત કરવા નું પણ બંધ કરી દીધું . તે એક વખત નિધિ ને મળી ને પૂછવા માગતો હતો કે તેણે આવું કેમ કર્યું .

અને જ્યારે પૂછ્યું “ આજ પછી મારા પાછળ ફરવા નું બંધ કરી દે , નહીં તો સમર ને કહી ને તારા પર ઉંધા ચાર્જ લગાવી દઇશ .” નિધિ એ તોછડી ભાષા માં જવાબ આપ્યો . રૂશીલ ને હવે પૂરો જવાબ મળી ગયો હતો .

તેણે તેના અને નિધિ વિશે ની દરેક વાત વિધા ને કહી . તે જૂના સબંધ ના ભાર સાથે નવા સબંધ માં પ્રવેશવા નોહતો માગતો . એક જ મહિના પહેલા પ્રેમસબંધ નો દુખદ અંત આવ્યા પછી તે આટલું જલ્દી કોઈ નવા સબંધ માં બાંધવા નોહતો માગતો પણ વિધા ના ઘરે થી સામે થી વાત આવી હતી અને રૂશીલ ના મમ્મી પપ્પા ને છોકરી ખૂબ ગમી ગઈ હતી . વિધા ને પણ રૂશીલ પહેલી નજર માં જ ગમી ગયો હતો . રૂશીલ બાજુ ના ગામ માં કારકુન હતો. રૂશીલ એ જે પહેલી નોકરી મળી તેનો સ્વીકાર કર્યો , પણ તે હાર નોહતો માન્યો હજી પણ તે પરીક્ષા ની તૈયારી કરતો હતો જેથી કરી ને આગળ સારી કારકિર્દી બનાવી શકાય  અને વિધા બઁક માં નોકરી કરતી હતી. વિધા ને રૂશીલ પહેલી નજર માં જ ગમી ગયો હતો .

“ આના વિશે થોડું ઘણું મે લોકો પાસે થી સંભાળ્યું હતું , બાકી નું તમે કહી દીધું , બસ મારે કશું જ નથી પૂછવું .” એક જ સમાજ માં થી આવતા હોવા ને લીધે વિધા ને આ વાત પહેલા થી જ ખબર હતી

બસ હવે ધીરે ધીરે બંને ના મન ના આવરણો દૂર થવા લાગ્યા , કાલ સુધી લગ્ન માટે ના પાડતો રૂશીલ હવે લગ્ન માટે અધિરો થઈ રહ્યો હતો . રૂશીલ દેખાવ માં ખૂબ જ સોહામણો અને ફૂટડો હતો વિધા તેની સરખામણી માં સહેજ ભીને વાન અને સામાન્ય હતી .  વિધા સમજદારી અને ભણતર માં રૂશીલ થી આગળ હતી . તે દરેક વાત અને પરિસ્થિતી ને તેની ગૂઢ સમજણ અને સમજદારી થી સંભાળી લેતી .અને સામાન્ય દેખાવ હોવા છતાં આ તેના ગુણ તેને રૂપવાન બનાવતા  જ્યારે રૂશીલ મોટા ભાગે વગર વિચારે નિર્ણય લઈ લેતો .

છેવટે બંને એ લગ્ન કર્યા . 

રૂશીલ ને હમેશા પોતાના મિત્રો જોડે ફરવાનું ગમતું , મોડી રાત સુધી તેમની સાથે બેસી રહેવાનુ ગમતું .અને વિધા ને સવારે ઉઠી ને ઘર નું કામ અને રસોઈ પતાવી ને ઓફિસ જવાનું હોવા થી હમેશા રાત્રે જલ્દી આવવા રૂશીલ ને કોલ કરે જતી .

વિધા ના સતત આવતા કોલ થી રૂશીલ ખૂબ અકળાતો ,તેને લાગતું કે તેની આઝાદી પર કોઈ એ અંકુશ મૂકી દીધો હોય .  બંને વચ્ચે આ વાતો પર નાના મોટા ઝગડા થયે જતાં . રૂશીલ ને મિત્રો જ વધારે ગમતા , જ્યારે વિધા ને સ્વજનો .

વિધા બઁક માં નોકરી કરતી હોવા થી તે 9 થી 6 બહાર રહેતી , અને રૂશીલ પણ 10 થી 5 બંને ને એક બીજા સાથે સમય ઓછો મળતો .

રૂશીલ તેની આવક નો અમુક ભાગ ઘર માં આપતો અને બાકી નું બધુ ઉડાવી દેતો . વિધા હમેશા જ કરકસર વળી અને ચીવટ થી પૈસા નો હિસાબ રાખનારી હતી . તે પોતાના પૈસા ખૂબ સારી રીતે બચાવી ને રાખતી અને હમેશા સારી જગ્યા એ રોકાણ કરતી .

વિધા અને રૂશીલ ના લગ્ન ને એક વર્ષ થવા આવ્યું , પણ વિધા ની રૂશીલ સમય ના આપતો હોવાની ફરિયાદ કાયમ હતી , અને જ્યારે પણ વિધા ફરિયાદ કરતી અને ટોકતી તો રૂશીલ ને લાગી આવતું કે વિધા તેના પર લગામ રાખવા માગે છે.

વિધા બઁક માં થી પણ કોઈ ને કોઈ બહાને રૂશીલ ને કોલ કરતી સાંજે જમવાનું શું બનવું ? આજે કોઈ પ્લાન છે ? આજે શાક કેવું હતું . ? કેટલા વાગે આવીશ ? આપણે આ રવિવાર એ આમ કરીશું . શરૂ માં રૂશીલ ને આ બધુ સારું લાગતું પણ હવે આજ વસ્તુ તેને ખટકતી આખો દિવસ શું કોલ કરે છે ? એક ની એક વાત વારંવાર કેમ પૂછે છે .? મહિના માં 5 વાર દૂધી નું શાક બનાવે છે તો દર વખત શું કોલ કરી ને પૂછે છે કેવું બન્યું છે .?

એવું નોહતું કે રૂશીલ વિધા ને પ્રેમ નોહતો કરતો , પણ તે સતત તેની તરફ થી લેવા માં આવતી કાળજી થી અકળાઇ જતો .

વિધા રૂશીલ ને એ પણ પૂછી લેતી કે કાલે શું પહેરશે તો તે કપડાં પણ ઇસ્ત્રી કરી ને તૈયાર રાખે  , પણ રૂશીલ અકળતો કે યાર શું આખો દિવસ સવાલો કરે છે જે હાથ માં આવશે એ પહેરી લઇશ .

પણ વિધા હમેશા આશા રાખતી કે રૂશીલ ને એક દિવસ તેનો પ્રેમ ચોક્કસ સમજાશે .

એક દિવસ રૂશીલ ના મિત્ર અજય નો ફોન આવ્યો કે તે તેને મળવા માગે છે . “ હું સાંજે સીધો તને મળવા આવીશ .” રૂશીલ એ કહ્યું .

 અજય પણ પરીક્ષા ની તૈયારી કરતો હતો , અજય એક દિવસ એક ઓફર લઈ ને આવ્યો કે એક સાઇટ છે જેમાં આપણે રજીસ્ટ્રેશન કરાવીએ તો તે લોકો આપણ ને વાંચવા નું મટિરિયલ ઘરે મોકલશે  અને તે લોકો ગેરંટી પણ લે છે આવનારી પરીક્ષા ઓ માં તેમાં થી 90% સવાલો પૂછાશે . પણ તેની ફી હતી પચાસ હજાર .

તો તે રૂશીલ પાસે આવ્યો હતો કે જો તે બંને મળી ને મટિરિયલ મંગાવે તો પરવડે પણ અને વાંચી પણ શકાય. પહેલા રૂશીલ એ આટલી મોટી રકમ સાંભળી ને ચોખ્ખી ના પાડી કેમ કે રૂશીલ નો પોતાનો પગાર 14000 હતો અને તેણે આજ સુધી તેમાંથી પણ કોડી બચાવી નોહતી . અને અજય પોતે પણ બેરોજગાર હતો .

“ જો રૂશીલ એક વાર પરીક્ષા પાસ કરીશું તો આ રકમ બહુ નાની લાગશે .” અજય એ સજાવતા કહ્યું

“ સાચી વાત , પણ પરીક્ષા પાસ ના થઈ તો .?”

“ જો નકારાત્મક ના વિચાર , અને આપણે પરીક્ષા માં આખા ગુજરાત ના છોકરાઓ સાથે કોમ્પિટિશન કરવાની છે , અહી રહી ને આટલું વાંચી શું તો કેમનું ચાલશે ? સારું મટિરિયલ હશે તો આપણે કઈક ધાડ મારી શકીશું .?”

“ યાર જો મારી પાસે આટલા પૈસા નથી .” રૂશીલ એ શાંતિ થી જવાબ આપતા કહ્યું .

આટલી વાર માં બે વાર વિધા ના કોલ આવ્યા અને રૂશીલ એ મોબાઈલ જોઈ ને પાછો ખીસા માં મૂકી દીધો . આ અજય થી  આ વાત છાની ના રહી

“ તું વિધા ભાભી જોડે પૈસા માગી જો , તમારા બંને ના ભવિષ્ય ની વાત છે એ ના નહીં પાડે .” અજય એ છેલ્લી કોશિશ કરી .

“યાર તું વિધા ને જાણતો નથી હજાર સવાલો કરી ને માથું ખાઈ જશે , અને એમ પણ મારા જોડે જોબ છે આ નોકરી લાગે ના લાગે તો પણ શું .?” રૂશીલ એ બાઇક પર બેસતા કહ્યું .

અને છેવટે અજય એ બ્રહ્માસ્ત્ર છોડ્યું “ પણ જો આના થી સારી જોબ હશે તો તને કોઈ નાયબ મામલતદાર ની ધમકી નહીં આપી શકે . “

રૂશીલ ના કાન થી માંડી આખા શરીર માં નિધિ નું વાક્ય ગુંજવા લાગ્યું .

” હું વિધા ને વાત કરીશ.” માત્ર એટલું કહી ને રૂશીલ ત્યાં થી નીકળી ગયો.

વિધા જણાતી હતી તેનો રૂશીલ પ્રત્યે નો વધારે પડતો પ્રેમ રૂશીલ ને પજેસીવ લાગતો . પણ વિધા હમેશા રૂબરૂ કે કોલ થી રૂશીલ ની સાથે રહેવા પ્રયત્ન કરતી .

પણ હવે રૂશીલ ના વર્તન માં અચાનક પરીવર્તન આવ્યું . રૂશીલ એ પહેલી વાર ઓફિસ માં થી વિધા ને દિવસ માં બે થી ત્રણ વાર કોલ કર્યા . અને એ પણ ખાલી એમ નેમ જ વાતો કરવા . વિધા અચાનક આવેલા પરીવર્તન થી નવાઈ પામી . બે ત્રણ દિવસ આમ ચાલ્યું , વિધા ખૂબ ખુશ રહેવા લાગી , કારણ જે પણ હોય પણ રૂશીલ તેના નજીક રહેતો તે તેને ગમતું.

બીજી બાજુ અજય સતત રૂશીલ ને પૂછતો કે વાત કેટલે પોહચી , જેટલું જલ્દી થાય તેમ સારું . અને આ સાથે અજય એ રૂશીલ ની બીજી પણ મદદ માગી .

રૂશીલ એ એક રાત્રે પ્રેમ થી વાતચીત શરૂ કરી

“ વિધા મારે તારી મદદ ની જરૂર છે , જો તું ના ના પડે તો .”

“તને લાગે છે હું તને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ના પડું ?”
“ના
, મને ખબર છે તું મને ખૂબ પ્રેમ કરે છે , પણ હવે મારે તારા માટે કઈક કરવું છે .?” રૂશીલ એ ભૂમિકા બાંધતા કહ્યું . અને આ સાંભળી ને વિધા ની ખુશી નો પાર ના રહ્યો .

“ તને ખબર છે ને હું પરીક્ષા ની તૈયારીઓ કરું છું , પણ મારા જોડે એટલું સારું મટિરિયલ નથી , અને ઉપર થી મારે આખા ગુજરાત ના પરિક્ષાર્થીઓ જોડે હરીફાઈ કરવાની છે .”

“ મને ખાતરી છે તું કરી લઇશ .” વિધા એ પ્રોત્સાહિત કરવા કહ્યું .

“ હા પણ મારે તે માટે એક્સવાયજેડ એકેડમી માંથી મટિરિયલ મંગાવવું છે , અને તેના માટે મારે પચાસ હજાર ની જરૂર છે .” રૂશીલ એ વિધા નો હાથ પકડી ને કહ્યું .

વિધા ને અઠવાડીયા થી રૂશીલ ના બદલાયેલા વર્તન નો સારાંશ સમજાઈ ગયો .

“ રૂશીલ, મારી પાસે પૈસા છે એ બધા તારા જ છે , પણ , તને ખાતરી છે એ લોકો છેતરતા નથી , કારણ કે પચાસ હજાર બહુ મોટી રકમ છે .”

“ હા મે બધી તપાસ કરી છે , અને પચાસ હજાર માં થી પચીસ હજાર હું તને જલ્દી પાછા આપી દઇશ .”
“ હમમ
, પપ્પા ને વાત કરી .”
“ જો વિધા એ લોકો ના જ પાડશે
, તો પ્લીજ કોઈ ને કહીશ નહીં .”

વિધા એ કશું બોલ્યા વગર, બીજા દિવસે 50000 નો ચેક લખી આપ્યો.

જે મટિરિયલ આવ્યું હતું તે જોઈ અજય અને રૂશીલ ને ધ્રાસ્કો પડ્યો. મટિરિયલ ના નામ પર તેઓ ઠગાઇ ગયા છે તે બંને ને ખબર પડી ગઈ હતી .

જ્યારે વિધા ને આ વાત ની ખબર પડી ત્યારે તેણે શાંત અવાજે માત્ર એટલું જ કહ્યું

“ કઈ વાંધો નહીં , હવે આગળ ધ્યાન રાખજે .”

રૂશીલ ને હતું કે વિધા તેના મમ્મી પપ્પા ને કહી ને કઈ મોટો પ્રોબ્લેમ કરશે પણ વિધા એ તેવું કઈ જ કર્યું નહીં .

અને બીજા દિવસે રાત્રે રૂશીલ વિધા નો હાથ હાથ માં લઈ તેને ભવિષ્ય ના સુંદર સપના બતાવતો હતો . ત્યાં જ રૂશીલ ના રૂશીલ ના મોબાઈલ મેસેજ ટ્યુન વાગી . વિધા એ મોઢું બગાડ્યું , તેને ખાતરી હતી કે મિત્ર નો જ મેસેજ હશે.

“મોઢું ના બગાડ યાર , નહીં જોવું બસ .” રૂશીલ એ પ્રેમ થી વિધા ને કહ્યું .

“ જોઈ લે , એક વાર નહીં તો મન મંદિર માં ને જીવ જુત્તા માં રહેશે .” વિધા એ હસતાં કહ્યું

વિધા ની સ્માઇલ જોઈ રૂશીલ સમજી ગયો કે તેને કોઈ વાંધો નથી , પણ રૂશીલ આ જે ખૂબ સારા મૂડ માં હતો.

“ ચાલ આપણે બંને સાથે જોઈએ .” એમ કહી તેણે વિધા ને બાથ માં લઈ બંને ના આગળ મોબાઈલ રાખી ને લોક ઓપન કર્યું

એક અજાણ્યા નંબર પર થી મેસેજ હતો

: sorry and hi : 98765…..

વિધા પ્રશ્નાર્થ ચહેરે હસતાં હસતાં રૂશીલ સામે જોઈ રહી કે કોનો મેસેજ છે .

રૂશીલ નું હ્રદય ધબકારો ચૂકી ગયું કેમ કે આ નંબર તે ક્યારેય ભૂલી શકે તેમ નોહતો અને કારણ કે તે નંબર નિધિ નો હતો . .......

વધુ આગળ ના ભાગ માં

બીજા ભાગ માટે નીચે ની લિન્ક ક્લિક કરો  

સબંધ ભાગ -2 

 

ટૂંકી વાર્તા , ગુજરાતી ધારાવાહિક , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય રચના , ગુજરાતી ભાષા માં બ્લોગ ,ગુજરાતી લવ સ્ટોરી . 

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી