THE MOTHER I NEVER KNEW REVIEW IN GUJRATI

The mother i never knew 

Sudha murthy 

page: 216,

publisher : penguin book ,

lonch : 2006


          સુધા મૂર્તિ ની સાદગી એમના લેખન માં પણ દેખાય છે, અને વંચાય પણ છે, એમનું લેખન એટલું જ સાદું છે જેટલું એમનું ચરિત્ર ,શરૂઆત માં નવલકથા ઓ વાંચવા માં રુચિ ઓછી, વધારે ઐતિહાસિક અને બાયોગ્રાફી વાંચવી ગમે, મન માં એવો ભ્રમ પણ કે નવલકથા ઓ કશું જ્ઞાન નથી મળતું , પણ અમુક એવી બુક મળી જેના લીધે મારી બધી ધારણા ઓ ખોટી પડી, આ બુક એમાંથી એક છે,  ધ મધર આઇ નેવર ન્યુ માં બે ટૂંકી નવલ કથા ઓ છે,એક વ્યંક્ટેશ અને બીજી મુકેશ

વ્યંક્ટેશ


        વ્યંક્ટેશ બઁક માં નોકરી કરે છે, પત્ની પૈસા ને પરમેશ્વર મને છે અને પુત્ર પણ માં ના જેવો જ, આ ઉપરાંત પરિવાર માં એક પ્રેમાળ દીકરી છે, અચાનક વ્યંક્ટેશ ને બદલી હૂબલી થાય છે અને ત્યાં બધા ઘણી વખત લોકો તેને શંકર નામ થી બોલાવે છે અને છેવટે કોણ છે આ શંકર ? તેનો ચહેરો વ્યંક્ટેશ થી આટલો બધો શ માટે મળે છે? આવા જવાબો ની શોધમાં વ્યંક્ટેશ નીકળે છે છેવટે પોતા ના જ પરિવાર ના મૂળ ત્યાં થી મળે છે, વ્યંક્ટેશ પોતાના પિતાજી ના અતીત ના એ પાનાં વાંચે છે જે ક્યારેક પોતાની દાદી એ ફાડી નાખ્યા હતા , સરળ ભાષા શૈલી રજૂ કરેલી નવલ કથા સતત બાંધી રાખે છે

મુકેશ

        મુકેશ વિદેશ થી પિતા ની તબિયત ખરાબ હોવા ના સમાચાર મળતા જ ભારત આવે છે, ત્યાં જ પિતા નું મૃત્યુ થાય છે, મુકેશ ના પિતા માટે મુકેશ એમનું સર્વસ્વ હોય છે છ્તા એક વાત એમને હમેશા મુકેશ થી છુપાવી હોય છે કે મુકેશ તેમનો જૈવિક પુત્ર નથી, આ વાત ની જાણ મુકેશ ને પિતા ના મૃત્યુ પછી થાય  છે, છેવટે મુકેશ પોતાને જન્મ આપનારી માં ની શોધ માં નીકળે છે, કોઈ પોતાના બાળક ને કેમ કરી ને ત્યજી શકે એ વાત જ મુકેશ ને અક્ળાવી મૂકે છે, જૈવિક માં ની શોધ માં નીકળેલા મુકેશ ની વાર્તા ઘણી રસપ્રદ છે
        એક જ દિવસ માં વાંચી શકાય એટલી સરસ બંને નવલકથા ઓ છે જો કોઈ ને વચવા માં બહુ રુચિ ના હોય તો પણ આ પુસ્તક થી શરૂઆત કરી શકે છે, આ બૂક ગુજરાતી માં પણ અનુવાદ થયેલી છે

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી