આ ચાર રીતે ગિફ્ટ આપી ને સમાજ ને ઉપીયોગી બનીયે

બદલાવ ની દિશા માં 

ગિફ્ટ માં લેવડ દેવળ થતી વસ્તુ ઓ બહુ જલ્દી ઘર નો કોઈ ખૂણો પકડી લે છે કે પછી ભંગાર વાળા ને ત્યાં જાય છે, આપણે એવી વસ્તુ ઓ પસંદ કરીએ જે સમાજ માં બદલાવ લાવી શકે,આજ કાલ , મોબાઈલ અને ઇલેકટ્રોનિક ગેજેટ્સ ના  હેવાયા માણસ ના હાથ માં ચોપડી જોવી એ એક સુખદ અનુભૂતિ છે , વાંચવા ના હજારો ફાયદા બધા જાણે છે , અને જો આનું અનુકરણ એક બીજા થી જોઈ ને 90% લોકો કરવા લાગે તો સારો એવો બદલાવ આવી શકશે, આ ચાર રીતે ગિફ્ટ આપી ને સમાજ ને ઉપીયોગી બનીયે 

પુસ્તક:


સમાજ ના દરેક ઉમર ના માણસો માટે ના પુસ્તક મળી રહે છે, ઘરડું હોય કે બાળક, વય તથા રસ અનુસાર પુસ્તકો બજાર માં મળી રહે છે, વાંચવા થી થનારા અગણિત ફાયદા નો કોઈ લાભ લઇ શકે એનાથી સારું શું, એક પુસ્તક હજારો મિત્રો ની ગરજ સારે છે , આજકાલ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ પર, હજારો મિત્રો અને લખો લાઈક હોવા છતાં યુવાન કેટલો એક્લવાયો છે તે આપણે જાણીએ છીએ, જો આનું અનુકરણ દરેક માણસો કરવા લાગ્યા તો દરેક ના ઘરે નાનકડું પુસ્તકાલય હશે  

બુક કુપન:


જો આપણે જાણતા ના હોઈએ કે સામે વાળા વ્યક્તિ ની રુચિ કેવા વિષય મ છે તો  આજ કાલ ઘણા મોટા શહેરો માં મોટા બૂક્સ ના સ્ટોર હોય છે, એ સિવાય ઘણી એવી ઓનલાઇન વેબસાઈટ પણ પુસ્તક વિક્રેતા છે, આમાં થી મોટા ભાગ ના સ્ટોર અને વેબસાઈટ બુક કુપન અપાતા હોય છે, ઘણી વખત આપણે કવર માં 100, 500 રૂપિયા આપ્યા પછી ખબર નથી હોતી કે આપણા પૈસા કાયા માર્ગે વપરાશે, પણ જો બુક કુપન આપીયે તો માણસ સ્ટોર પર થી પોતાની મનપસંદ બુક ખરીદી શકે છે, ક્રોસવર્લ્ડ પણ આજ પ્રકાર ની ગિફ્ટ કુપન આપે છે, જે 100, 250, 500, 1000 એમ હોય છે જેના થી દેશ ના કોઈ પણ ક્રોસવર્લ્ડ માં થી બુક ખરીદી શકાય છે

મેગેજીન નું લવાજમ :


આ માર્ગે પણ ઘરે ઘરે જ્ઞાન ની ગંગા પોહચી શકશે, વ્યકતિ ની રુચિ પ્રમાણે ,બાળકો થી માંડી, મહિલા ઓ અને વયસ્કર માણસો  અલગ અલગ પ્રકાર ના મેગેઝીન મળી રહે છે,અને વર્ષ કે છ મહિના સુધી દર મહિને, ઘર ના દરવાજે જ્ઞાન પીરસતું રહે છે, ચા ની ચુસ્કી સાથે મેગેઝીન વાંચવા ની મજા જે વાંચે તે જ જાણે છે 

લાઈબ્રેરી ની મેમ્બરશિપ : 


 પુસ્તકાલય માં જવાનો મોટો ફાયદો એ છે કે કોઈ દિવસ કોઈ ખરાબ માણસ અહીંયા વાતું નથી, એ ઉપરાંત અહીંયા પોતાના જેવા પુસ્તક પ્રેમી મળી રહે છે, તથા અખૂટ જ્ઞાન નો ખજાનો મન ફાવે એક લૂંટી શકાય છે , મારા પોતાના માટે પ્રમાણે લાઈબ્રેરી સૌથી પવિત્ર જગ્યા છે, આપણે કોઈ ને આવી જગ્યા ની મેમ્બરશિપ ગિફ્ટ કરી ને જીવન માં અજવાળું કરી શકીએ છે

Comments

Post a Comment

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી