DOLLAR BAHU REVIEW IN GUJRATI

Dollar bahu 





  • Sudha murthy
  • publisher : penguin india 
  • Year : 2007
  • Page :  142


  •            સમાજ માં માણસ કદર પૈસા થી જ થાય છે “ નાણાં વગર નો નાથિયો , ને નાણે નાથા લાલ” આ કહેવત આપણે હમેશા થી સાંભળતા આવ્યા છીએ આ નવલ કથા નો પ્લોટ આ કહેવત ને સાચી ઠરાવે છે,
              વિનુતા ના અવાજ માં સરસ્વતી બિરાજે છે, ગાવા નો શોખ ધરાવે છે અને ખૂબ જ સુંદર ગાય છે, સુંદર અને સાદગી સાભાર વિનુતા બધા જ કામ માં નિપૂર્ણ હોય છે, લગ્ન કરી ને બેંગલોર આવે છે,   વિનુતા લગ્ન કરી ને આવ્યા પછી સાસુ એને મન થી સ્વીકાર તા નથી, વિનુતા નો પતિ બઁક માં ક્લાર્ક ની જોબ કરે છે, વિનિતા ના સાસુ હમેશા લેવીશ લાઇફ ઇચ્છતા હોય છે  અને એક સુખી ઘર ની છોકરી પોતાના ઘર માં વહુ બની ને આવે એવી ઇચ્છા રાખે છે,એ માટે થઈ ને હમેશા વિનુતા ને સાસુ ના ટોંટ નો ભોગ બનવું પડે છે, વિનુતા નો દિયર ચંદ્ર વિદેશ માં એંજિનિયર છે, થોડા સમય પછી ચંદ્ર લગ્ન માટે વિદેશ થી પાછો આવે છે અને એક સુખી પરિવાર ની દીકરી ઘર માં વહુ બની ને આવે છે જે  “ડોલર બહુ” છે,  વિનુતા ની સાસુ હમેશા ડોલર બહુ ને વધારે મહત્વ આપે છે, જ્યારે હમેશા ઘર માં જ રહી પરિવાર માટે ઘસાતી વિનુતા ની કઈ કદર રહેતી નથી, છેવટે આ બધી તકલીફો ની અસર વિનુતા ના સ્વાસ્થ્ય પર થાય છે તે માનસિક રીતે પણ હતાશા નો ભોગ બને છે , થોડા સમય પછી વિનુતા ના સાસુ વિદેશ પોતાની ડોલર બહુ જોડે રહેવા જાય છે
              આખી વાર્તા સમાજ ની એક કડવી બાજુ ઉજાગર કરવા પર છે, કેવો  લોભિયો સમાજ છે, જેના જોડે માલ હોય એને માન હોય, સુધા મૂર્તિ એ હમેશા ની જેમ જ સાદી ભાષા માં ઊંડી વાત કહી છે, આ નોવેલ પર એક ધારાવાહિક પણ આવી હતી, દેશ ની લગભગ બધી ભાષા ઓ માં અનુવાદ થયેલી આ નોવેલ ગુજરાતી માં પણ છે.

    Comments

    Popular posts from this blog

    Top gujrati blogs 2020 & 2021

    જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

    દરવાન સિંહ નેગી