Gently falls the bakula review in Gujrati
Gently falls the bakula
SUDHA MURTY ( FICTION BOOK)
Publisher : penguin india
year : 2008
page : 176
સુધા મૂર્તિ ની બધી જ બુક સાદગી થી સભર હોય છે , અને દરેક બુક એક બેઠકે પુરી કરવા મજબુર કરે છે, કદાચ એટલે જ, દેશ ની લગભગ બધી જ ભાષા ઓ માં અનુવાદિત થાય છે.આ બુક ઇંગલિશ તથા ગુજરાતી માં પણ વાંચેલી છે ,ઈંગ્લીશ માં વાંચ્યા પછી ગુજરાતી માં વાંચવાની જરૂર એટલા માટે પડી કેમ કે ગુજરાતી માં અનુવાદિત થયેલી બુક માં અંત જુદો છે ,સોનલ મોદી દ્વારા ગુજરાતી માં અનુવાદ કરાયેલી બુક વાંચ્યા પછી એવું લાગ્યું, જાણે આ બુક મૂળ ગુજરાતી માં જ લખાઈ છેhttps://www.amazon.in/Borsalli-Pankhar-Gujarati-Sudha-Murty-ebook/dp/B01M2BOGV8
શ્રીમતી અને શ્રીકાંત બંન્ને પાડોસી તથા નાનપણ થી એક જ સ્કૂલ માં ભણતા હોય છે,બંને ટોપર છે પણ શ્રીમતી શ્રીકાંત કરતા વધારે હોશિયાર, શ્રીમતી ઇતિહાસ માં પી.એચ.ડી કરવા માંગે છે, તથા શ્રીકાંત નું સપનું IIT જોઈન કરવાનું કરી સારા મુકામે પોંહચવાનું છે, બંને ના ઘર વચ્ચે બકુલા ( બોરસલ્લી ) નું ઝાડ છે, જે ના નીચે થી એમની પ્રેમકહાની શરુ થાય છે બોરસલ્લી નું ઝાડ હંમેશા એમના પ્રેમ નું સાક્ષી બની રહે છે,શ્રીમતી હંમેશા પોતાના લાંબા કાળા વૅલ માં બોરસલ્લી નું ફૂલ લગાવે છે, જયારે શ્રીકાંત મુંબઈ ભણવા જાય છે ત્યારે શ્રીમતી દરેક પાત્ર માં બોરસલ્લી નું ફૂલ મૂકે છે, બંને ના ઘર ના સભ્યો વચ્ચે હંમેશા ચડસાચડસી રહેવા ને લીધે લગ્ન ના વિરોધ પછી પણ લગ્ન થાય છે, લગ્ન સાદગી થી જ થાય છે પણ સજાવટ માં બોરસલ્લી ના ફૂલ નો જ ઉપયોગ કરવા માં આવે છે
કપલ મુંબઈ આવી જિંદગી ની નવી શરૂવાત કરે છે,એક પછી એક આવતી મુસીબતો માં શ્રીમતી પોતાની જાત ને હોમી દે છે, પોતાનું પી.એચ.ડી. કરવાનું સપનું બાજુ માં મૂકી શ્રીમતી હંમેશા શ્રીકાંત ને જિંદગી માં આગળ વધવા સપોર્ટ કરે છે, એક આદર્શ પત્ની નો રોલ નિભાવે છે, પણ એમાં ધીરે ધીરે પોતાની જાત ને ખોવે છે, બીજી બાજુ શ્રીકાંત એક પછી એક કોર્પોરેટ મુકામો ચડતો જાય છે.
પતિ ના સપના ને જ પોતાનું સપનું સમજી પોતાની જાત ને ખોઈ દેતી પત્ની ઓ ને વાંચવા જેવી અદભુત નોવેલ છે, હું હંમેશા ગૃહિણી ઓ ને આ નોવેલ વાંચવાનું કહું છું, શ્રીમતી નું પાત્ર દિલ માં વસી જાય એટલું સુંદર ઉપરાંત શ્રીમતી દ્વારા આપવામાં આવતા ઐતહાસિક ઉદાહરણો ખુબ જ સરળ ભાષા માં સમજવા માં આવ્યા છે


Comments
Post a Comment