MAHASWETA REVIEW IN GUJRATI

મહાશ્વેતા

Sudha murthy

 penguinbook India 

lonch year :2007

page : 154


                આપણે માણસ નું ખાસ કરી ને સ્ત્રી નું મૂલ્યાંકન હમેશા રૂપ દ્વારા કરતાં આવ્યા છીએ, સ્ત્રીના વર્ણન ની શરૂવાત જ રૂપ થી કરે એવા સમાજ માં જીવી એ છીએ, સ્વભાવ, શિક્ષણ બધુ રૂપ સામે ગૌણ બની ને ઊભું રહે, એવું રૂપ નું મહત્વ આપણે નાનપણ થી જ સમજતા આવતા છીએ, મહાશ્વેતા દ્વારા સુધા મૂર્તિ એ સરળ ભાષા માં સમાજ ને દર્પણ બતાવવા નું કામ કર્યું છે,

                એક પરીકથા ની વાર્તા હોય એવા સુંદર લગ્ન થાય પતિ ડોક્ટર અને સુખી પરિવાર નો દીકરો, અને અચાનક જ શરીર ઉપર એક સફેદ ડાઘ દેખાય અને ધીરે ધીરે ડાઘો મોટો થતો જાય, અને એક સુખી લગ્ન જીવન માં ઝેર ગોળાઈ જાય, આવી કલ્પના કરતાં જ દુસ્વપ્ન જેવુ લાગે પણ આવા જ એક વિષય પર લખાયેલી છે આ નવલકથા મહાશ્વેતા

                 સમજદાર અનુપમા એક શિક્ષક ની દીકરી હોય છે , સાહિત્ય તથા નાટકો માં ખૂબ રુચિ ધરાવે છે, સુખી પરિવર નો દીકરો આનંદ અનુપમા ને જોતાં જ તેના પ્રેમ માં પડે છે, અનુપમા ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ સાથે ખૂબ જ સારું મન ધરાવે છે , પણ અનુપમા ના પિતા ની આર્થિક હાલત ખૂબ સારી ના હોવા ના લીધે આનંદ ની માતા આ લગ્ન માટે મન થી તૈયાર નથી થતી આનંદ ની જીદ સામે હારી ને છેવટે લગ્ન થાય છે  સુંદર પરીકથા જેવા લગ્ન પત્યા બાદ આનંદ આગળ ભણવા વિદેશ જાય છે, બીજી બાજુ અનુપમા પર આભ તૂટી પડે છે જ્યારે તેના શરીર પર એક સફેદ ડાઘ દેખાય છે, અને આ વાત જ્યારે તેના સાસુ ને ખબર પડે છે ત્યારે તેમણે અનુપમા ને ઘર માં થી કાઢી મૂકવાનું નિમિત મળી જાય છે છેવટે આનંદ ની જાણ બહાર જ અનુપમા ને જાકારો આપવામાં આવે છે, પિતા ના ઘરે પાછું આવ્યા પછી સાવકી માં સાથે કોઢ વળી સ્થિતિ માં રહેવું હજી વધરે કષ્ટદાયક બને છે, અનુપમા ની જિંદગી ઘણા બધા ઉતાર ચઢાવ અને વળાંકો જોવે છે,  જે અનુપમા ના હસવા થી આનંદ ને એક સાથે હજારો પારિજાત ના ફૂલ પોતાના પર પડ્યા હોય એવું મહેસુસ થતું હતું, હવે એ જ આનંદ એ પારિજાત ના કરમાવાનું કારણ બને છે 

                અનુપમા એક એવું કેરેક્ટર છે જે હમેશા માટે મન માં રહી જાય, આ પુસ્તક ઘણા બધા સ્કીન ના ડોક્ટર જોડે જોવા મળે છે, એક સફેદ ડાઘો ઘણા ની જિંદગી ને ધડમૂળ થી ફેરવી નાખવા નું સાહસ રાખે છે, એવા ખોખલા સમાજ માં આપણે જીવી રહ્યા છીએ ,નવલકથા એક દમ સરળ ઇંગ્લિશ માં લખાયેલી છે, એનું ગુજરાતી અનુવાદ પણ છે

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી