ઈનામ નો ઉપયોગ
"ભ્રષ્ટાચાર હટાવો સ્પીચ માં મારો પહેલો નંબર આવ્યો, મને 500 રૂપિયા ઇનામ મળ્યું " કુશ
"વાહ બહુ સરસ આપણે એના પુસ્તક લઇ આવીશું" પત્રકાર દાદા જી
"દાદા...અમમમમ .. એ તો વપરાઈ ગયા"
" શેમાં?"
" અમે આવતા હતા ત્યારે આર ટી ઓ વાળા કાકા એ પપ્પા ને પકડ્યા,પપ્પા એ સિગ્નલ તોડ્યું , પપ્પા જોડે હેલ્મેટ નોહ્તું , પી યુ સી નોહ્તું , 1000 રૂપિયા દંડ ભરવા નો હતો પણ પપ્પા એ કાકા ને સમજાવ્યા અને 500 રૂપિયા માં માની ગયા" કુશ ભોળા ભાવે
"હે..........................................." પોહળી આંખે સિંદ્ધાંતવાદી પત્રકાર દાદા

Comments
Post a Comment