ભ્રષ્ટાચાર ની સ્પીચ

ભ્રષ્ટાચાર ની સ્પીચ 

               કુશ ને આજે સવારે ઉઠી ને તૈયાર થવા માં વાર ના લાગી, એક તો સ્કૂલ માં સ્પીચ આપવા ની હતી , જેમાં કુશ ખુબ પારંગત હતો, અને એ સાથે પપ્પા એ પ્રોમિસ કરી હતી કે સાંજે તને મોલ માં ફરવા લઇ જઈશું, એક જમાના માં પત્રકાર રહેલા દાદા ને કુશ ભ્રષ્ટાચાર પર ભાષણ આપવા નો છે એ સાંભળી ને હરખ નોહતો સમાતો, વ્રકૃતવ સ્પર્ધા ઓ માં એમ પણ કુશ આગળ પડતો ભાગ ભજવતો

" રાકેશ સાચવી ને લઇ જજે, થોડા વહેલા નીકળો એટલે સમયસર પોંહચાય" દાદા એ કુશ ના પિતાજી ને ટોકતા કહ્યું

"બેટા જેટલું યાદ આવે એટલું બોલજે, સ્ટેજ પાર પોહચી ને ગભરાઈ ના જતો, અને છેલ્લે બધા નો આભાર માનવા નું ના ભુલાતો" કુશ એ ઉપર છલ્લું હા માં ડોકું ધુણાવ્યું

         સ્કૂલ માં થી બાર વર્ષ નો છોકરો બોલી શકે એવી સ્પીચ આગળ થી જ તૈયાર કરી ને આપી દેવામાં આવી હતી, અને કુશ ભાઈ એ એ ગોખી ને તૈયાર રાખી હતી
         સ્પીચ  આપવા ના સ્થાને પોહચ્યાં , જુદી જુદી ઉમર માં બાળકો માટે સ્પર્ધા ના અલગ અલગ ધોરણ તૈયાર કરવા માં આવ્યા હતા, લગભગ શહેર ના બધા જ મોટા મંત્રી અને ઑફિસર આવવા ના હોવા થી તૈયારી પણ મોટી કરવા માં આવી હતી તથા સારા એવા ઇનામ પણ રાખવા માં આવ્યા હતા , ભાગ લેનાર બાળકો ને એ ઈનામ તલસાવી રહ્યા હતા ,એક પછી એક અતિથિ આવી ને સ્ટેજ પાર બિરાજમાન થવા લાગ્યા, ઘણો મોટો પ્રોગ્રામ હોવાના લીધે દર્શકો થી પણ હૉલ છલકાઈ રહ્યો હતો,
         એક પછી એક બધા ના નંબર આવ્યા , કુશે પણ પોતાની સ્પીચ પતાવી તાળી ઓ ને ગડગડાટ સૌએ વધાવી લીધો, અંત માં કુશ ને 500 રૂપિયા ઇનામ માં મળ્યા વિધાયક બાબુભાઇ પટેલ ના હાથે અને આવો સરસ વિષય પસંદ કરવા માટે કમિશ્નર રાવલ ના હાથે સ્કૂલ કીટ મળી, કુશ હરખાતો પપ્પા સાથે ઘરે પોહ્ચ્યો ,


" બેટા કેવું રહ્યું? " દાદા એ તરત પૂછ્યું
" દાદા મને બે ઇનામ મળ્યા, 500 રૂપિયા અને સ્કૂલ કીટ" કુશે હરખાતા જવાબ આપ્યો
"કોને આપ્યા ઇનામ ? મુખ્ય અતિથિ કોણ હતું" દાદા
"વિધાયક બાબુભાઇ પટેલ અને કમિશ્નર રાવલ"
           દાદા આ બંને નામ સાંભળી ને થોડી વાર ચૂપ થઇ ગયા વિધાયક બાબુભાઇ પટેલ જયારે વાહન અને પરિવહન ખાતું સાંભળતા હતા ત્યારે રોડ ટેન્ડર માં કરેલા ગોટાળા ઓ દાદા ની પત્રકાર ટીમે જ બહાર પડ્યા હતા, ત્યાર બાદ બાબુ ભાઈ જેલ માં પણ ગયા પણ પાછા છૂટી ને ચૂંટણી લડી ને જીતી ગયા, અને કમિશ્નર રાવલ નેતાઓ જોડે ડીલ કરતા પકડાયા હતા, થોડા સમય ના સસ્પેન્ડ પિરિયડ પછી નેતા ઓ ની ભલામણ થી પાછા નોકરી પાર આવી ગયા હતા, અને દાદા માટે અચરજ ની વાત એ હતી કે આ બંને એ ભષ્ટ્રાચાર ની સ્પીચ ઉપર ઇનામ આપ્યા ખેર વિચાર માં થી બહાર આવતા દાદા એ કહ્યું
" સારું આપણે 500 રૂપિયા માં થી તારા માટે સરસ ચોપડીયો ખરીદી લાવીશું"
"એ તો વપરાઈ ગયા"
"વપરાઈ ગયા શેમાં? તમે લોકો રસ્તા માં થી કૈક મીઠાઈ લાવ્યા ? "
"ના દાદા , રસ્તા માં પપ્પા એ સિગ્નલ તોડ્યું, એટલે આર ટી ઓ વાળા અંકલે પકડ્યા, પપ્પા જોડે પી યુ સી અને લાઇસન્સ પણ નોહ્તું એટલે એટલે બધા મળી ને 1500 રૂપિયા આપવા ના થતા હતા પપ્પા એ સમજાવી ને 500 રૂપિયા આપી ને છોડી દેવા સમજાવ્યું, છેવટે અંકલ 500 રૂપિયા માં માની ગયા" કુશે ખુશ થતા કહ્યું
" હૈ.............." દાદા જી પોહળી આંખે કુશ સામે જોઈ રહ્યા

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી