valentine day


વેલેન્ટાઇન ડે 

મલય સવાર થી જ ખુશ હતો, આજે વેલેન્ટાઇન ડે ના દિવસે ખુશ્બુ ને મળવાનું નક્કી કર્યું હતું, થોડા દિવસો પહેલા ફેસબૂક પર આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ જોઈ મલય ખુશ્બુ ના ડીપી ને જોતો જ રહ્યો, મલય એ આવી રૂપાળી છોકરી કોઈ દિવસ જોઈ નોહતી, બંને વચ્ચે મેસેજ ની આપ લે થતી, નાઈટ ચેટ્ટિંગ પણ ચાલવા લાગ્યું ,મલય એ ખુશ્બુ માટે જીવ આપવા ની પણ તૈયારી બતાવી અને બંને એ વેલેન્ટાઇન ડે ના દિવસે મળવા નું નક્કી કર્યું મલય તૈયાર થઈ ને નક્કી કરેલા સ્થળે પોહચી ગયો , મલય રેસ્ટોરન્ટ માં ખુશ્બુ ની રાહ જોવા લાગ્યો ,
"હાય આઇ એમ ખુશ્બુ" 
મલય પોતાની પત્ની ને જોઈ ને અવાક રહી ગયો 

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી