ચોખ્ખાઈ micro fiction
ચોખ્ખાઈ
" હા કપડાં જોઈ ને તો લાગતું તું કે નાહ્યા વગર આવી હોય " અક્ષરા ને મોઢું ખરાબ કરતા કહ્યું ફોન પર કહ્યું" મારે તો સારી નાત ની પણ જોઈએ એના હાથ નું જમવાનુ છે, ચાલ હું તને પછી કોલ કરું ઋષભ આવ્યો છે ટ્યુશન પણ મૂકવા જવાનું છે " અક્ષરા એ વાત પતાવી
' જો મને હવે કોઈ જમવાનુ બનવા નું કામ નહિ મળે તો મારે કચરા પોતા કરવા પડશે, ક્યાંક તો મળવું જોઈએ રસોઈ નું કામ ' પગ માં ઠેસ વાગતા માયા પડતા પડતા રહી ગઈ, ખોલી નજીક પોહચી ગઈ હતી જોયું તો પતિ ઉતાવળા પગલે પાણીપુરી ની લારી લાગવા ની તૈયારી ઓ કરી રહ્યો હતો, માયા મદદ કરવા લાગી ગઈ , નળ માં આવતું પાણી સીધું પવાલી માં ભર્યું
" આજે બહુ મોડું થઈ ગયું છે" મુતરડી માં થી બહાર આવતા પતિ એ કહ્યું , હાથ ધોવાની દરકાર કર્યા વગર જ લારી ધકેલવા લાગ્યો
મદદ કરવા માયા પણ સાથે ગઈ ,
અને પતિ ની લારી ના પહેલા ગ્રાહક અક્ષરા શેઠાણ ને જોતી જ રહી

Comments
Post a Comment