Pulwama
વેલેન્ટાઇન ડે
શેરી માં ક્યાંક ચોળી ને નખાયેલા કાગળ ના ડૂચા એટલે કે વેલેન્ટાઇન ડે ના કાર્ડ પડ્યા હતા ,તો ક્યાંક ગુલાબ ના ફૂલ પડ્યા હતા જુવાન ગણ ના ચહેરા ખીલેલા હતા , ગુલાબ ના ફૂલ વેચવા વાળા ને ત્યાં આજે સારી એવી ભીડ હતી, ત્યાં જ એક ગાડી આવી ને ઉભી રહી અને , ભૂપેન્દ્ર સિંહ ના એડ્રેસ વિશે પૂછપરછ કરી ને આગળ વધી , દુકાન આગળ ઉભેલા બધા જ લોકો ગાડી કેમ આવી છે એ જાણવા ભૂપેન્દ્ર સિંહ ના ઘર સામે જોઈ રહ્યા , એમાં
ભૂપેન્દ્ર સિહ ના ઘર માં થી ચીસ પાડી ને રડવા નો અવાજ આવ્યો, ભૂપેન્દ્ર સિંહ ના પત્ની આર્મી ઓફિસર ને રડતા રડતા પૂછી રહ્યા હતા તમે બરોબર ખાતરી કરી છે શહીદ થનારા મારા જ પતિ છે
ફૂલ ની દુકાન આગળ ઉભેલા બધા જ લોકો ને જિપ્સી ભૂપેન્દ્ર સિંહ ના ઘરે કેમ આવી છે એનો જવાબ મળી ગયો હતો, હવે દુકાન આગળ ઉભેલા બધા જ ચહેરા મૂર્જાઈ ગયા હતા.

Nice one army wife... Really heart touch blog
ReplyDeleteThank you
ReplyDelete