પરિશ્રમ ની પાંખે

પરિશ્રમ ની પાંખે

આત્મકથા : ધીરુભાઈ પટેલ
પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા લિ.
વર્ષ : 2019
પેજ : 400 

                         જીવનચરિત્ર વાંચવા માં હંમેશા થી ગણી રુચિ રહી છે, અને હંમેશા જીવન કથા ઓ એ ઘણું પ્રોત્સાહન આપ્યું છે , આ પુસ્તક એમાં નું જ એક છે, સામાન્ય માણસ અસામાન્ય પડકારો જીલી ને કેવી રીતે મહાન બને છે આ પુસ્તક દ્વારા જાણી શકાય છે, આપણે હંમેશા  ઉંચાઈ ઉપર પોહંચેલા માણસ ના સામે જોઈ ને તાળીઓ પાડવા ટેવાઈ ગયેલા છીએ, એ ઊંચાઈ સુધી પોંહચવા કેટલા સાહસો કર્યા ?, કેટલી વખત પડી ને ઉભા થયા? એ જાણવા ની દરકાર રાખતા નથી, જો આપણે એ જાણવા ની કોશિશ કરીએ તો ખબર પડે કે એ બધા માણસો આપણા માં થી એક હોય છે બસ એ થાકતા નથી અને હાર થી ડરતા નથી એવા જ એક ઉદ્યોગ સાહસિક ધીરુભાઈ પટેલ ની આત્મકથા છે પરિશ્રમ ની પાંખે.  
                       જીવન ચરિત્ર ની શરૂઆત 1934 થી થાય છે અને બિલકુલ ઝીણવટ થી એ જમાના ની દરેક વાતો આવરી લેવાઈ છે, રાજાશાહી  થી  લોકશાહી સુધી ની સફર ?, ત્યાર ની કર લેવાની પ્રથા, એ જમાના નું ભણતર, અને જૂની તબીબ વ્યવસ્થા , અને  લોકો માં રહેલી અંધશ્રદ્ધા ને વિસ્તાર પૂર્વક સમજવા માં આવ્યું છે  , આઝાદી અને વિશ્વયુદ્ધો ની મહાન ગાથા ઓ આપણે બહુ વાંચી પણ ત્યારે એક સામાન્ય માણસ કેવી રીતે જીવતો અને શું વિચારતો એ આ પુસ્તક માં વાંચવા મળ્યું , મહાગુજરાત ની ચળવળ માં પણ ત્યાર ના વિદ્યાર્થી ઓ ના જીવન વિષે જાણવા મળ્યું ,વાંચન નો શોખ અને પુસ્તકો ના ઊંડા જ્ઞાન વિશે જાણ્યું  , ત્યાર બાદ એક શિક્ષક તરીકે કારકિર્દી ચાલુ કાર્ય પછી ઉદ્યોગ સાહસિક કેવી રીતે બન્યા એના દરેક ઉતાર  ચડાવ આ  પુસ્તક માં વાંચવા મળ્યા, સાથે સાથે વિદેશ ના પ્રવાસો અને પ્રવાસ દરમિયાન કરેલું  ઝીણવટ ભર્યું અવલોકન વાંચતા એવું લાગ્યું કે જાણે જાતે જ ત્યાં ફરી ને આવ્યા હોય, જિંદગી ના દરેક તબક્કા નું સચોટ વર્ણન વાંચવા મળ્યું
              એક પથ્થર પર સોય દ્વારા કોતરણી કરવા માં આવી હોય એટલી ઝીણવટાઈ થી  પુસ્તક લખવા માં આવ્યું છે, પન્ના લાલ પટેલ નું આત્મચરિત્ર અલપ ઝલપ વાંચતા ઘણી એવી વાતો જાણવા મળી જે ગુગલ કાળ આપણને ક્યાંય પણ જાણવા નથી મળતી, એવી જ વાતો ધીરુદાદા ના આત્મચરિત્ર માં થી વાંચવા મળી, આ જીવન કથા દરેક રુચિ વાળા માણસ ને પકડી રાખે કેમ કે પુસ્તક માં ઇતિહાસ, ભણતર, પ્રેરણાદાયી જીવન કથા, પ્રવાસ દરેક વિષયો ને આવરી લેવાયા છે


પ્રેરણાદાઈ આત્મકથા લખવા માટે ધીરુદાદા નો આભાર 


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી