કોરોના વાઇરસ (Corona virus)
"રિશી આખો દિવસ સેનિટાઇઝર જોડે જ રાખજે, અને બીજા એક્સટ્રા માસ્ક લેતો આવજે , હેન્ડ વોશ ના પણ ભાવ વધી જાય એ પહેલા સ્ટોક કરી લેવો જોઈએ , કોરોના વાઇરસ બહુ ફેલાઈ રહ્યો છે"
કાલે જ ડેટ એક્સ્પાઇરી થયેલી બ્રેડ પર બે મહિના પહેલા એક્સ્પાઇરી થયેલો સૉસ લગાવી મોઢા માં મુકતા રિના બોલી
"હમ્મ" કહેતા રિશી બાઈક ની ચાવી સાથે ઘરે થી નીકળ્યો
ઘર ના ખૂણા માં પડેલું હેલ્મેટ કોઈ ના સાંભળે એમ ડૂસકું ભરી રહ્યું હતું
Comments
Post a Comment