અજય, દુર્યોધન નું મહાભારત




લેખક : આનંદ નીલકંઠન 
પેજ  : 256 
રજૂઆત : વર્ષા પાઠક 
આનંદ નીલકંઠન દ્વારા લખવા માં આવેલું આ બીજું પુસ્તક છે જે મે લોકડાઉન માં કિંડલ પર વાંચ્યું અને જલ્દી થી તેમના વધારે પુસ્તકો વાંચવા મન લલચાઈ રહ્યું છે, એક એક દ્રશ્ય ની અદ્ભુત  રજૂઆત, લેખક ની વધારે ચોપડીઓ વાંચવા માટે પ્રેરિત કરે છે, ઘણા બધા પુસ્તકો માં થી આ પુસ્તક વાંચવા માટે પસંદ કરવાનું મુખ્ય કારણ હતું કે મે આજ સુધી દુર્યોધન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મહાભારત નોહતું વાંચ્યું, વર્ષા પાઠક અને  આર આર શેઠ પ્રાઈવેટ લિમિટે  નો  આટલું સુંદર પુસ્તક ગુજરાતી માં પૂરું પાડવા બદલ ખૂબ ખૂબ આભાર
વર્ષા પાઠક એ  ગુજરાતી ભાષા માં સરળ અને સુંદર રીતે રજૂઆત  કરી છે , મૂળ અંગ્રેજી માં લખાયેલું પુસ્તક આટલી સુંદર રીતે ગુજરાતી માં અનુવાદ કરવા બદલ વર્ષા પાઠક ના ગુજરાતી લેખન ના  અનુભવ માટે માન થાય છે

કોને વાંચવું જોઈએ:

આ પુસ્તક વાંચવા માટે ખાસ માણસો ની પણ જરૂર છે પારંપારિક પુસ્તકો વાંચતાં અને સદી ઓ થી ચાલી આવતી રૂઢિ ઓ ને પકડી ને બેસનારા ઓર્થોડોક્ષ લોકો આ પુસ્તક નહીં વાચી શકે 
હમેશા મહાભારત એટલે સારા  પાંડવો, ખરાબ  કૌરવો, ક્રુષ્ણ ની લીલા ને ગીતા નું જ્ઞાન અહિયાં સુધી સીમિત રહેતું, પણ અહિયાં મહાભારત ની બીજી બાજુ બતાવવા માં આવી છે, સિરિયલ અને બીજા પુસ્તકો માં બતાવવા માં આવતા ભવ્ય મહાભારત સીવાય , તમારા અને મારા જેવા સમાન્ય માણસો નું ભારત બતાવવા આવ્યું છે જેમાં માણસો અને નગરો ની ગ્રે બાજુ બતાવવા માં આવી છે 
 એક વાત ની ખાતરી જરૂર છે કે એકવખત આ ચોપડી વાંચ્યા પછી વર્ષો થી  મગજ પર લાગેલો રૂઢિચુસ્ત વિચારો નો  શેવાળ દૂર થશે, તર્ક કરવા માટે, અને વસ્તુ ને અલગ રીતે જોવા માટે સારું એવું જ્ઞાન ભંડોળ મળશે, અને એક એવો ઇતિહાસ જે આપણી આંખો સામે હોવા છતાં પણ આપણે સમજી ના શક્ય એ ઇતિહાસ વિષે જાણવા મળશે 
ઇતિહાસ માં રસ રાખનારા, કઈક નવું જાણવાની  ઇચ્છા રાખનારા દરેક લોકો ને આ પુસ્તક ખૂબ ગમશે 

વાર્તા ની આગળ પાછળ :


મહાભારત દુર્યોધન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખવા માં આવ્યું છે, જેમાં દુર્યોધન અને એના દરેક મિત્રો અને દુશ્મનો નું વિસ્તૃત વર્ણન છે, આપણે એમથી દુર્યોધન ને મહાભારત ના એક નેગેટિવ પાત્ર તરીકે જાણતા આવ્યા છીએ, અહિયાં એની બીજી બાજુ વીશે પણ જાણવા મળે છે , અહિયાં દુર્યોધને કરેલા દરેક કર્મો પાછળ ના કારણ મળે છે, હમેશા કોઈ માણસ દ્વારા કરવા માં આવેલા ખરાબ કે સારા કામો પાછળ કોઈ પ્રસંગ કે કઈ એવી વાત હોય છે જેને આપણે જાણવા ની કોશિશ નથી કરતાં, મને હમેશા ઐતિહાસિક પાત્રો વીશે કુતૂહલ રહ્યું કે આ માણસે આવું કર્યું તો કેમ કર્યું? અને આના પાછળ શું કારણો હશે, મહાભારત ના પણ ઘણા ખરા પાત્રો વીશે હમેશા આવા વિચાર આવતા એમાં થી મોટાભાગ  ના સવાલો ના  જવાબ આ પુસ્તક માં મળે છે, આ ડ્યુઓલોજી નો આ પહેલો ભાગ છે જેમાં ગાંધારી ના લગ્ન થી શરૂ થનારી આ વાર્તા અંત સુધી વાંચવા મજબૂર કરે છે

પાત્રો :

મુખ્ય પાત્ર દુર્યોધન વાંચ્યા પછી દુર્યોધન નફરત ને લાયક નહીં રહે, આ ઉપરાંત કર્ણ ને પણ જાતિ  ના આધાર પર કેટલી તકલીફો નો સામનો કરવો પડ્યો , એકલવ્ય પોતાના પરિવાર નું બે ટંક પેટ ભરવા મારવા પડતાં વલખાં મન પર લાગી આવે છે આ બધા પાત્રો માં હજી પણ કોઈ પાત્ર જો ખૂબ વધારે ગમ્યું હોય તો બલરામ ક્રુષ્ણ ના ભાઈ તરીકે નહીં પણ આદર્શ ભારત ના સારા નેતા તરીકે બલરામ નું પાત્ર અહી સુંદર રીતે રજૂઆત કરવા  માં આવ્યું છે,

my musings :

હમેશા મહાભારત ના અમુક  પાત્રો વિષે ઘણા સવાલો ઉઠ્યા કરતાં અમુક દ્રશ્યો વિષે પણ મન માનતું નહીં , એમ પણ જ્યાં સુધી કોઈ તર્ક ના મળે ત્યાં સુધી મારૂ મન કોઈ વાત માણવા તૈયાર થતું નથી , કેવી રીતે દેવો થી ખાલી શ્લોક બોલી ને પુત્ર થયા?, કેમ ખાલી માં ના કહેવા અનુસાર  એક સ્ત્રી પાંચ પતિ ઓ ની પત્ની બની જાય?, પતિ આંધળો હોય તો પત્ની એ કેમ આંખે પાટા બાધે એ ખુલ્લી આંખે પતિ ને સારી રીતે દુનિયા બતાવી શકી હોત ? કોઈ સ્ત્રી ને સૌ છોકરા કેવી રીતે જન્મી શકે, ખરે ખર જન્મી શકે સૌ ? આવા અઢળક સવાલો નો જવાબ આપ્યો છે,  મેથોલોજી માં  અત્યાર સુધી માં મને સૌથી વધારે ગમેલું પુસ્તક છે  
મારો લોકડાઉન  પીરિયડ સારો બનનાવા માટે  કિંડલ અને આર આર શેઠ પ્રાઈવેટ લિમિટેડ નો આભાર 

Comments

  1. એક ટવીટર ના સુચન થી તમારી પ્રોફાઇલથી આ બ્લોગ સુધી ની યાત્રા અને આ બુકનો રીવ્યુ. મજા પડી ગઈ.

    ReplyDelete
    Replies
    1. ખૂબ ખૂબ આભાર , આગળ પણ આ જ રીતે બ્લોગ થી જોડાયેલ રહો

      Delete

Post a Comment

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી