one indian girl review



લેખક : ચેતન ભગત 
પેજ  : 367
અનુવાદક : સૌરભ શાહ
પ્રકાશક : આર. આર શેઠ એન્ડ કંપની પ્રા.લિ. 

ચેતન ભગત એક પછી એક બેસ્ટ સેલર ચોપડીઓ લખવા માટે જાણીતા છે, ચેતન ભગત હમેશા યુવાનો ને એ ચોપડી વચવા મજબૂર કરે છે, છેલ્લા ઘણા સમય થી રાજનૈતિક વ્યૂ ના કારણે કે બટકબોલા સ્વભાવ ને લીધે ચેતન ભગત હમેશા ચર્ચા માં રહે છે, એકાદ વર્ષ થી ચેતન ભગત ની કોઈ ચોપડી વાંચી નોહતી, કિંડલ પર લોકડાઉન માં આ ચોપડી વાંચી

પુસ્તક માં કોણે રસ પડશે  : 

વન ઇંડિયન ગર્લ નામ વાંચતાં જ એક પારંપારિક ઇંડિયન ગર્લ નો વિચાર મગજ માં આવે અને તો દૂર કરી ને આ પુસ્તક વાંચવું સારું રહેશે, પરંપરા ઓ ને તોડતી સ્વછંદી વિચારો વાળી છોકરી ઓ માટે માન થાય એવું કઈક વાંચવું હોય તો આ પુસ્તક વાંચવા માં રસ પડશે 
 એક મસ્ત રોમાંટિક ફિકશન, એક જ શ્વાસે ગટગટાવી ને પી જવાનું માન થાય એવી ચોપડી 

વાર્તા ની આગળ પાછળ :

રાધિકા મહેતા એક બિન્દાસ ઇંડિયન ગર્લ જે ગોલ્ડમેન સાંચ માં કામ કરે છે, ખૂબ પૈસા કમાય છે, એના પોતાના દરેક વાત માટે  ઓપીનિયન છે, એને એક બે બોયફ્રેન્ડ છે, તે  પોતાના ફૅમિલી સાથે ગોવા માં ડેસ્ટિનેશન વેડિંગ માટે આવી છે, એ પણ ટીપીકલ અરૈંજ મૅરેજ, લગન નું એક અઠવાડિયું બાકી છે, અને અચાનક એના એક્સ બોયફ્રેન્ડ ને એના સાથે લગન કરવાનું મન થાય છે અને ત્યાં ટપકી પડે છે, હજી આટલું નહીં આના શિવાય પણ હજી ઘણી  મુશ્કેલી રાધિકા ના જીવન માં રાહ જોતી હોય છે, ડાઈલોગ, સીન ખૂબ હસાવે એવા છે,  ખાસ વાત એ કે સૌરભ શાહ એ ગુજરાતી માં કરેલું ભાષાંતર સુપર છે, અમુક જગ્યા એ ગુજરાતી કહેવતો અને તળપદી ગુજરાતી ભાષા ના ઉપયોગો ખૂબ  હસાવે છે, કિંડલ પર વાંચેલી એક બે ચોપડી ઓ માં થી આ એક એવી ચોપડી છે જે વાંચવી ના પડી બસ વંચાઇ ગઈ, અને અંત માં રાખેલો ટ્વિસ્ટ પણ એટલો જ રસપ્રદ છે.

પાત્રો :

દરેક પત્રો ગ્રે શેડ માં છે જેને કોઈ અહિયાં બ્લેક એન્ડ વ્હાઇટ નથી, બધા જ અહિયાં ગ્રે છે તમારે નક્કી કરવા નું કે કોણ અહિયાં હીરો છે અને કોણ વિલન, પણ સમાન્ય માણસો ને લગતા વળગતા પાત્રો છે જે સહેલાઈ થી પછી જશે ,
ચેતન ભગત પછી આ ચોપડી પર સૌરભ શાહે કામ કર્યું હશે, અને ચેતન ભગતે ઊભી કરેલી દુનિયા માં સૌરભ શાહે બખૂબી ગુજરાતી  પ્રાણ પૂર્યા છે. 


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી