શહિદ અનિલકુમાર તોમર
જરા યાદ કરો કુરબાની
રોજ સવારે ઉઠી ને આપણાં શ્વાસ માટે કોઈ નો આભાર માનવા નું ચૂકી જઈએ છીએ . આપણાં દરેક શ્વાસ માટે આપવામાં આવતા બલિદાન ની ખબર પણ નથી હોતી . આપણાં ઘર માં થતાં ખિલખિલાટ પાછળ કોઈ ના ઘર ના ઓલવાઈ જતાં ચિરાગ જોઈ શકતા નથી .
તેવો જ એક ચિરાગ ઓલવાયો છે .
ઉત્તરપ્રદેશ ના મેરઠ ના સિસોલી ગામ ના રહેવા વાળા અનિલકુમાર તોમર 44 રાષ્ટ્રીય રાઈફલ્સ માં હવાલદાર તરીકે પોસ્ટેડ હતા . શનિવારે શોપિયા જિલ્લા ના કનીગામ માં આતંકવાદી સંતાયા હોવા ની ખબર મળતા . ઓપરેશન ચલાવવા માં આવ્યું . જેમાં અનિલકુમાર તોમર પણ હતા . ત્યારે આતંકવાદી અને સેના વચ્ચે મૂઠભેડ થઈ . તેમણે પરમવીરતા બતાવતા આતંકવાદીઓ તરફ થી થવા વાળા ફાઇરિંગ નો સામનો કર્યો અને એક આતંકવાદી ત્યાં જ ઢળી પડ્યો . એ જ વખતે ક્રોસ ફાઇરિંગ માં ગોળી વાગતા અનિલકુમાર તોમર ગંભીર રીતે ઘાયલ થયા . અને તેમને શ્રીનગર માં આવેલા 92 બેસ હોસ્પિટલ માં હેલિકોપ્ટર દ્વારા ખસેડવામાં આવ્યા . અહિયાં સારવાર દરમિયાન તેમણે છેલ્લો શ્વાસ લીધો .
40 માં વર્ષે દેશ સેવા કરતાં સર્વોચ્ચ બલિદાન આપનારા અનિલકુમાર તોમર 2001 માં સેના માં જોડાયા હતા . તેમના પરિવાર માં પત્ની અને બે બાળકો છે .
અનિલ કુમાર તોમર ના ગામ માં રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા .


Comments
Post a Comment