જીવન ની ચિંતા કર્યા વગર દેશ સેવા સર્વોચ્ચ બલિદાન આપનાર મેજર અમિત દેસવાલ

 મેજર અમિત દેસવાલ 


નિવૃત આર્મી સૂબેદાર મેજર ઋષિ રામ દેસવાલ ને ત્યાં આર્મી દિવસ એટલે કે 15 જાન્યુઆરી 1985 ના દિવસે પુત્ર એ જન્મ લીધો . એક ફૌજી માટે બંને મોટા ઉત્સવ હતા એક આર્મી દિવસ અને પુત્ર નો જન્મ . તે જ દિવસે પિતા એ મન માં ગાંઠ વાળી  કે મારો પુત્ર મોટો થઈ ને સેના માં ઓફિસર બનશે . તેઓ એ નાનપણ થી જ અમિત દેસવાલ  ના શારીરિક બાંધા પર ધ્યાન આપવા સાથે ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું . 

મેજર અમિત 2006 માં કમિશન થયા . અને 2011 માં પેરા યુનિટ જોઇન કરી . તેમણે ઘાતક કોર્સ માં ડિસટીકશન સાથે " કમાન્ડો ડેગર - બેસ્ટ સ્ટુડન્ટ" નું બિરુદ મેળવ્યું તેમની સેના ની કારકિર્દી દરમ્યાન તેઓ એ દેશ ના જુદા જુદા ભાગ માં સેવા આપી 

13 જાન્યુઆરી 2016  ના દિવસે પેરા કમાન્ડો  સવારે 3.30 મિનિટે એ એક ઓપરેશન લોન્ચ કર્યું . તેમને ઇંટેલિજન્સ તરફ થી માહિતી મળી હતી કે નેશનલ હાઈવે 36 થી 30 કિલોમીટર ના એરિયા માં આતંકવાદી ગતિવિધિ જોવા મળી હતી .  પેરા કમાન્ડો એ લોન્ચ કરેલા ઓપરેશન ને મેજર અમિત દેશવાલ લીડ કરતાં હતા . શોધખોળ બાદ અચાનક એ બાજુ થી સામે ફાઇરિંગ થવા લાગી જ્યાં આતંકવાદી સંતાયા હતા . 

સામે ફાઇરિંગ કરતાં મેજર અમિત દેશવાલ એ એક આતંકવાદી ને ત્યાં જ માર્યો , સવારે 7 વાગે એકે-47 ધણધણ તી બંધ થઈ . પણ ગાઢ જંગલ નો ફાયદો ઉઠાવી બીજો આતંકવાદી ત્યાં થી ફરાર થયો . મેજર દેશવાલ અને તેમની ટિમ એ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું અને તે જ દિવસે સાંજે ચાર વાગે ફરીથી હાઇ વે થી 20 કિમી દૂર  આતંકવાદીઓ ને શોધી કાઢ્યા . મેજર દેશવાલ ટુકડી ને આગળ રહી ને લીડ કરતાં હતા અને છેવટે સામસામે થતાં ફાઇરિંગ માં મેજર અમિત ને બે ગનશૉટ વાગ્યા અને તેઓ શાહિદ થયા . 

એક સમયે મેજર અમિત દેસવાલ ના કમાંડિંગ ઓફિસર રહેલા કર્નલ નરેંદ્ર ચિક્કારા ના કહેવા અનુસાર " અમિત ના મોઢા પર ગજબ નું તેજ હતું . તે બ્રાઇટ હતો અને હમેશા વસ્તુ ઓ જાણવા ઉત્સુક રહેતો . તેને પોતાની વરદી સાથે અલગ જ લગાવ હતો જે મને હમેશા યાદ રહેશે ." 

મેજર અમિત દેસવાલ એ દેશ સેવા માટે આગળ આવી  જે હિમ્મત અને ધૈર્ય બતાવ્યુ તે આગળ ની પેઢીઓ માટે પ્રેરણાત્મક રહેશે . 

મેજર દેસવાલ શહિદ થયા ના બે વર્ષ બાદ  તેમના પત્ની નીતા દેસવાલ  એ પણ દેશ સેવા માં જંપલાવ્યું . તેઓ હાલ ભારતીય સેના માં ઓફિસર તરીકે સેવા આપે છે . 



મેજર અમિત દેશવાલે બતાવેલા અદ્ભુત સાહસ અને ધૈર્ય માટે તેમને મરણોત્તર 'સેના મેડલ' આપવામાં આવ્યો . 

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી