મારી દોસ્ત રોહિણી
સવારે સવારે ખૂબ ઉતાવળ માં હોવા છતાં , લિવિંગ રૂમ માં ચાલી રહેલા સમાચાર ની લાઇન સાંભળી ને અચાનક ધ્રાસ્કો
પડ્યો . હું સીધી મારા મોબાઈલ તરફ દોડી , મે મારી ફ્રેન્ડ આરોહી ને કોલ કર્યો ,”ટીવી ચાલુ કર સમાચાર જો.” આરોહી એ કોલ ઊપડતાં જ મે એકી શ્વાસે
કહ્યું
“મે જોયું , તું પ્રેગ્નેટ છે એટલે તને કોલ ના કર્યો , હું જાઉં છું તું ના આવ .” આરોહી એ એક દમ સ્વસ્થ અવાજે કહ્યું .
“
હું આવું છું મને લઈ ને જા .” મે ઢીલા અવાજે કહી ફોન મૂક્યો
રોહિણી
, મારી
ખાસ મિત્ર , કૉલેજ માં હું રોહિણી અને આરોહી ત્રણેય ખાસ
ફ્રેન્ડ . અમે આખો દિવસ જોડે રહેતા . રોહિણી ને તેની માસી ના જેઠ નો દીકરો આલોક
ખૂબ ગમતો . અમે બધા તે જાણતા . પણ આલોક તરફ થી તેવું કઈ નોહતું , પણ રોહિણી હમેશા આલોક ની નજીક રહેવા વારંવાર તેની માસી ના ત્યાં મહેસાણા
જતી . કૉલેજ પૂરી થઈ મે અને આરોહી એ એમબીએ જોઇન કર્યું . રોહિણી ને સરકારી નોકરી
ની ઈચ્છા હોવાથી તે ઘરે જ રહી ને સરકારી નોકરી ની તૈયારી કરવા લાગી . ત્યાર પછી
હું અને આરોહી સાથે રહેતા પણ રોહિણી નો કૉન્ટૅક્ટ ઓછો થયો .
જ્યારે
પણ તેનો કોલ આવતો . આલોક વિશે અચૂક વાત કરતી . હજી તે બંને સારા ફ્રેન્ડ પણ નોહતા ,આગળ ની વાત તો બહુ
દૂર રહી , હું અને આરોહી હમેશા વિચારતા કે આ સબંધ ક્યાં સુધી
જશે.?
ત્યાર
પછી રોહિણી એ સચિવાલય ની પરીક્ષા પાસ કરી અને ગાંધીનગર રહેવા આવી ગઈ . હવે ફરી
અમારું મળવાનું વધી ગયું .
અમે
રોહિણી ને કહ્યું કે તે તેના ઘરે વાત કરે આલોક વિશે , “પણ જ્યાં સુધી આલોક
નોકરી ના કરે, માર ઘરે કોઈ તૈયાર નહીં થાય .” રોહિણી એ ઉદાસ
થતાં કહ્યું .
“તો
તું આલોક ને તો કઈક કહે ,એટલિસ્ટ ફ્રેન્ડશિપ ?” આરોહી એ કહ્યું
“ મને બહુ ડર લાગે છે , એ ના પડશે તો ?”
એ
આલોક પાછળ જેવી રીતે પાગલ હતી ,અમે સમજી શકતા હતા કે તેને નકાર નો ડર કેટલો હોય .
નોકરી
લાગ્યા પછી રોહિણી માટે કેટલાય સબંધ આવી ગયા , તેના થી ઊંચી અને સારી પોસ્ટ પર નોકરી
કરનારા છોકરાઓ ના , પણ તે દરેક સબંધ ને નકારતી રહી.
એક
દિવસ ખૂબ ખુશ થતાં રોહિણી એ અમને બંને ને બોલાવી ને સમાચાર આપ્યા કે આલોક એ પીએસઆઇ
ની પરીક્ષા પાસ કરી છે . તેની ખુશી નો પર નોહતો એવું લાગતું હતું કે તે તેનું
ભવિષ્ય માત્ર આલોક સાથે જ જોઈ શકે તેમ છે .
તેણે
અમને બંને ને પાર્ટી આપી , અમે તેની ખુશી માં ખુશ થયા , પણ હું અને આરોહી બંને
મન માં ડઘાઈ ગયા હતા , કે જો રોહિણી ને આલોક નહીં મળે તો શું
થશે ? આ છોકરી કેમની જીવશે .
અમે
બંને એ શાંતિ થી તેને સમજાવી કે હવે તેણે તેના ઘરે કહેવું જોઈએ .
આ
વખત તેણે થોડા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે “ હા હવે હું મારી માસી ની દીકરી અને
મારી મોટી બહેન ને પણ વાત કરીશ .”
ત્યાર
પછી એક દિવસ સવારે સવારે રોહિણી નો ફોન આવ્યો અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી , એક પણ શબ્દ બોલી
શક્તી નોહતી .
અમે
બહુ પૂછ્યું તે માત્ર હીબકાં ભરી ને રડે જ ગઈ . અમે બંને ઓફિસ જવાનું માંડી વાળી
ને ગાંધીનગર પોહચ્યા .
રોહિણી
ની આંખો સુજેલી હતી અને તે અમને બંને ને જોઈ ને વધારે જોશ થી રડવા લાગી . તેનું
આક્રંદ કહેતું હતું કે આલોક હવે તેનો નથી .
“
આ... લોક.... હહ ... આ ... લોક ..... હહ ... “
પહેલા
પાણી આપી ને તેણે શાંત કરી .
“
આલોક નાનપણ થી જ તેની સ્કૂલ ની મિત્ર ને પ્રેમ કરતો હતો , અને તે બંને એ કાલે
કોર્ટ માં લગન કરી લીધા.” રોહિણી એ ફરી રડતાં રડતાં કહ્યું .
તે
દિવસ તેને નોર્મલ કરવામાં ગયો .
થોડા
દિવસ સૂનમૂન રહ્યા પછી રોહિણી પણ નોર્મલ થવા લાગી અને જાણે હકીકત ને સ્વીકારવા
લાગી .
એ
પછી ના થોડા મહિના માં આરોહી ના લગન થઈ ગયા અને છ મહિના પછી મારા પણ . અમે વારંવાર
રોહિણી ને સમજાવવા લાગ્યા કે તેણે પણ સારા છોકરા ને હા પાડી ને લગન કરી લેવા જોઈએ
. તે બધી રીતે આલોક માં થી બહાર આવી ગઈ હતી પણ લગન કરવા ની ના પાડતી હતી . આ વચ્ચે
આલોક ના જ કાકા ના છોકરા નું સગું લઈ ને તેના માસી આવ્યા . છોકરો ઇનકમ ટેક્સ માં
ઓફિસર હતો , દેખવાડો અને સંસ્કારી હતો , પણ રોહિણી એ ઘસી ને ના
પાડી દીધી .
મારા
અને આરોહી પર પણ તેના પપ્પા અને મોટી બેન નો કોલ આવ્યો કે અમે તેને સમજવી કે આ સગા
માટે હા પાડે , પણ શું કરીએ અમે બંને બાજુ થી લાચાર હતા . એ છોકરો દુનિયા નો સૌથી સારા
માં સારો છોકરો હોય તો પણ રોહિણી આખી જિંદગી આલોક ને સામે જોઈ ને ત્યાં જિંદગી
કેવી રીતે કાઢે.?
આરોહી
એક બાળક ની માં પણ બની.
અમે
બંને અમારા સંસાર અને નોકરી માં વ્યસ્ત હતા અને રોહિણી ને મળવાનું પણ ઓછું થતું .
આ
વચ્ચે એક દિવસ રોહિણી નો કોલ આવ્યો , તેણે જે વાત કરી તે સાંભળી ને હું હકબક રહી ગઈ .
તેણે
સમાચાર આપ્યા કે આલોક ના છૂટાછેડા થઈ ગયા છે . અને જ્યારે મે છૂટાછેડા નું કારણ
પૂછ્યું તો રોહિણી એ કહ્યું કે , પોલીસ માં લાગ્યા પછી આલોક એ ખૂબ પીવા નું અને જે તે વ્યસન ના રવાડે ચડી
ગયો હતો . કોઈ ના કહ્યા માં રહ્યો નોહતો . અને આ વાત પર વારંવાર તેમના ઝગડા થતાં
જે છૂટાછેડા સુધી પોહચી. રોહિણી ખુશ હતી
અને હું ચિંતા માં કેમ કે તેણે આગળ કહ્યું , “ આ વખત મારે
રાહ નથી જોવી , હું આજે જ મારા ઘરે વાત કરીશ કે મારે આલોક
જોડે લગન કરવા છે .”
મારી ચિંતા નો પાર ના રહ્યો , એક આવા છોકરા જોડે
તારે શું કામ લગન કરવા છે .?
“
બસ યાર હવે કઈ ના બોલ કઈ જ નહીં , મને કરવા દે .”
અને
દસેક દિવસ પછી મને આરોહી એ કહ્યું કે
રોહિણી એ ઘરે વાત કરી છે ઘર ના બધા ના પાડે છે . લગન કરવા ની અને આલોક પોતે પણ ના
પાડે છે લગન કરવાની .
રોહિણી
આ વખત આલોક ને પામવા કઈ પણ કરી છૂટવા તૈયાર હતી તેણે આલોક ના નંબર પર મેસેજ કરી
વાતો કરવાનું ચાલુ કર્યું . ધીરે ધીરે બંને વચ્ચે સારી એવી વાતો થવા લાગી . હું દર વખતે રોહિણી
ને કહેતી કે તું એને ખરાબ આદતો છોડવા નું કહે , તો રોહિણી એ
કહ્યું આલોક હવે બદલાવા લાગ્યો છે . અને હું એને મારો પ્રેમ આપી ને બદલી નાખીશ .
અને
છેવટે રોહિણી એ ઘર ના ઓ ના વિરુધ્ધ જઈ આલોક સાથે લગ્ન કર્યા . મારા અને આરોહી માટે
આ સૌથી વધારે ખુશી અને સૌથી વધારે દુખ ની ઘટના હતી , કારણ કે અમે બંને આલોક ની આદતો વિશે
જાણતા હતા.
પણ
રોહિણી આલોક મે પામી ને કઈક અલગ જ દુનિયા માં હતી . અમારી વચ્ચે હવે વાતો બહુ ઓછી
થતી રોહિણી તેની દુનિયા માં વ્યસ્ત હતી .
લગભગ
અમે દોઢ એક વર્ષે મળ્યા . મે અને આરોહી એ સીધા રોહિણી ના ઘરે જઈ સરપ્રાઇસ આપવાનું
નક્કી કર્યું . અમે આ વખતે રોહિણી નો અતિ ઉત્સાહી ચહેરો જોવા આતુર હતા .
પણ
જેવા તેના ઘરે પોહચ્યા . રોહિણી અમને બંને ને જોઈ ખુશી ની જગ્યા એ સ્થિર થઈ ગઈ , તેણે આટલા સમયે
મળવાનો કોઈ ઉત્સાહ બતાવ્યો નહીં . આલોક ઘર માં જ હતો , તે બસ
ઓફિસ જવા તૈયાર થતો હતો . આલોક ની ઉમર એના શરીર માં ક્યાય દેખાતી નોહતી , ખૂબ જ હેન્ડસમ ભૂરી આંખો અને તેજસ્વી ચહેરો જોઈ ને સમજાતું હતું કે આટલો
સમય રોહિણી એ આલોક ની રાહ કેમ જોઈ .
આલોક
ની આટલી સારી જોબ રોહિણી ની જોબ છતાં તેમનું ઘર પૈસા ના અભાવ ની ચાડી ખાતું હતું .
આલોક
ના ગયા પછી રોહિણી ખુલ્લા મન થી વાત કરવા લાગી
“
આજે જાહેર રજા હતી એટલે આજે આવ્યા , નહીં તો તારે ઓફિસ જવાનું હોત
ને.?
“
મે જોબ છોડી દિધી છે”. રોહિણી એ આછું હસતાં કહ્યું
“
કેમ.”?
હું અને આરોહી એક સાથે બોલ્યા .
“
અમારા ઓફિસ ના એક ઉચ્ચ અધિકારી એ મારા જોડે ખરાબ વર્તન કર્યું હતું , મને બધા ની સામે જેમ
તેમ બોલ્યા હતા , આલોક ને ખબર પડી તો તેણે ઓફિસ માં આવી ને
બહુ ધમાલ કરી અને એ અધિકારી ઉપર હાથ ઉપડયો , આલોક પણ તેના
આવા વર્તન ના લીધે છ મહિના માટે સસ્પેન્ડ થયો . અને હું એ ઓફિસ માં પછી ગઈ જ
નહીં.”
“ઓહહ
તો આલોક ના વર્તન એ તને જોબ છોડવા મજબૂર કરી .? “ આરોહી એ કટાક્ષ માં પૂછ્યું .
“
આલોક ત્યાં મારી બાજુ લેવા આવ્યો હતો , એ એની પત્ની જોડે કોઈ ખરાબ વર્તન કરે એ કેમ કરી ને ચલાવી લે .”
રોહિણી
ના શબ્દો માં હજી પણ આલોક માટે ક્યાય ફરિયાદ નોહતી . આ સાથે સાથે વાતો વાતો માં એ
પણ ખબર પડી કે આલોક હજી સહેજ પણ સુધર્યો નોહતો . ઘર માં આવેલા બધા પૈસા દારૂ માં
ઉડાડતો . અને કારણ વગર રખડવાનું અને સ્ત્રી મિત્રો બનાવવા નું ચાલુ કર્યું હતું .
પણ
આ બધુ રોહિણી એ એવી રીતે જ કહ્યું જાણે એ કોઈ માહિતી આપતી હોય . એને ક્યાય કોઈ
ફરિયાદ નોહતી . એને બસ આલોક મળી ગયો હતો અને એ ખુશ હતી .
“એ
તને પ્રેમ કરે છે ?” મારા થી પૂછાઇ ગયું .
“કરતો
થઈ જશે ,
ક્યારેક ને ક્યારેક”.
હું
અને આરોહી હક્કબક રહી ગયા . જો આમાં થી એક પણ વસ્તુ અમારા પતિ એ કરી હોય તો અમે
એની શું હાલત કરીએ તે અમે જાણતા હતા . અને આ બસ આલોક માં જ ખુશ હતી .
થોડા
સમય પછી રોહિણી પ્રેગ્નેટ હતી . તેણે આલોક ના વર્તન માં થોડો સુધારો છે તેમ કહ્યું
, અમે આ
સાંભળી ને ખુશ થયા .
રોહિણી
એ દીકરા ને જન્મ આપ્યો , બસ પછી સતત આલોક ના વર્તન માં સુધારો થતો ગયો . તે ઘરે જલ્દી આવતો , રોહિણી ને માન સમ્માન આપતો બંને સાથે ફરવા જતાં. એક વર્ષ માં રોહિણી ની
જિંદગી જ બદલાઈ ગઈ હતી .
આ
વખતે તેણે સાચા અર્થ માં આલોક ને મેળવ્યો હતો . અને મારા મન માં પણ ઠંડક વળી હતી .
છેવટે રોહિણી ને આલોક મળ્યો ખરો એ પણ સારા રૂપ માં .
અને
હવે લગ્ન ના 13 વર્ષ પછી હું પ્રેગ્નેટ હતી .
અને
આજે સવારે ટીવી માં સમાચાર સાંભળ્યા , “ જૈન મંદિર પર થયેલા આતંકવાદી હુમલા માં , સ્થળ ના
મુખ્ય ઇન્ચાર્જ પી.આઈ આલોક શહિદ.”
મારા
પગ નીચે થી જમીન ખસી ગઈ .
અમે
તેના વતન પોહચ્યા .
રોહિણી
દીકરા ને ખોળા માં લઈ આલોક ના પાર્થિવ શરીર સામે બેઠી હતી , આલોક તેની જિંદગી
માં હતો જ નહીં અને થોડા સમય માટે લગ્ન કરી બીજા નો થયો હતો ત્યારે આક્રંદ કરીને
રડનારી રોહિણી આજે એકદમ શાંત હતી. તેની આજુ બાજુ બધા રોકકળ કરી રહ્યા હતા ત્યાં
રોહિણી માત્ર દિઢમૂઢ નજરે આલોક સામે જોઈ રહી હતી
આલોક માત્ર તેની કલ્પના ઓ માં જ હતો ત્યારે
રડનારી રોહિણી , આજે આલોક તેનું સર્વસ્વ હતો તો પણ શાંત હતી
તેને
આજે પણ આલોક માટે કોઈ જ ફરિયાદ નોહતી. ..
ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર

Comments
Post a Comment