સબંધ ભાગ ૨

 



ભાગ -1 


“ શું થયું , કોણ છે ?” વિધા એ સ્માઇલ સાથે રૂશીલ સામે જોઈ ને પૂછ્યું .

“ ખબર નથી , કોક હશે ઓફિસ ના કામ થી મેસેજ કરતું હશે , સવારે કોલ કરી લઇશ , હાલ  બસ તું જ “ રૂશીલ એ પરાણે હસતાં કહ્યું .

આખી રાત રૂશીલ ની માત્ર ને માત્ર સવાર ની રાહ જોયા માં ગઈ , શું થયું હશે ? આને મને કેમ મેસેજ કર્યો એ પણ આટલા સમય પછી , રૂશીલ એ આખી રાત ખુલ્લી આંખે કાઢી .

રૂશીલ ઉતવાળો ઓફિસ પોહચ્યો , રૂશીલ આજે ઓફિસ માં સૌથી પહેલા આવી ગયો હતો , એટલો વહેલો કે હજી તો દરવાજે તાળું લટકતું હતું . રૂશીલ સામે ના બાંકડે બેઠો . લગન પહેલા આ જ બાંકડા પર બેઠા બેઠા રૂશીલ નિધિ ને પચાસ પચાસ કોલ કરતો પણ નિધિ ફોન ઉપાડતી નહીં . રૂશીલ એ મોબાઈલ હાથ માં લીધો પણ આગળ શું કરવું સમજાયું નહીં , કોલ કરું ? મેસેજ કરું ? શું કામ આણે મને મેસેજ કર્યો હશે ?

એટલા માં જ મોબાઈલ રણકી ઉઠ્યો .  વિધા નો કોલ હતો .

“ સાંજે ઘરે જલ્દી આવીશ ,?  આપણે મારી ફ્રેન્ડ ને ત્યાં જવાનું છે .”

“ હા મને યાદ છે” હું આવી જઈશ .

રૂશીલ એ મોબાઈલ ખીસા માં મૂકી ઘણીવાર શાંત બેસી રહ્યો , તેણે મેસેજ નો કોઈ જ જવાબ આપ્યો નહીં . ઓફિસ ચાલુ થઈ રૂશીલ ઘણો શાંત હતો , તેના મગજ માં ભયંકર મંથન ચાલતું હતું એક સાથે હજારો વિચારો દોડી રહ્યા હતા . એને કોલ કરવા કોઈ જ રોકી રહ્યું નોહતું પણ વારંવાર વિધા નો ચહેરો નજર સામે આવી જતો હતો . એના અને વિધા ના સબંધ ભલે ગમે તેટલા ખટમીઠા હોય પણ તે વિધા ને પ્રેમ કરતો હતો તે તેની પત્ની હતી, વિશ્વાસ તોડવા નોહતો માગતો.

રૂશીલ સાંજે ઓફિસ થી નીકળ્યો ,હજી બાઇક ચાલુ જ કર્યું હતું ને મોબાઈલ રણક્યો

વિધા નો જ કોલ હશે બબડતા તેણે મોબાઈલ સામે જોયું , હાથ એક સમય માટે ધ્રુજી ગયો , કોલ નિધિ નો હતો .

“ હેલો “રૂશીલ એ કોઈ પણ પ્રકાર ના ભાવ વગર કહ્યું .

“ઓળખાણ પડી ?”

“ હા “

“ તો મેસેજ નો જવાબ કેમ ના આપ્યો ?” નિધિ ના અવાજ માં રૂશીલ સાથે વાત કરવાની ઉત્સુકતા હતી . પણ રૂશીલ કોઈ પણ પ્રકાર ના ભાવ વગર માત્ર જવાબ આપી રહ્યો હતો .

“ શું કામ હતું ?” રૂશીલ એ સીધો સવાલ કર્યો .

“ આપણે ઘણા વર્ષો સુધી કોઈ પણ કામ વગર વાતો છે , ભૂલી ગયો .?”

રૂશીલ ની નજર આગળ થી એક આખો દાયકો પસાર થઈ ગયો કેટલીય સંગરી રાખેલી મસ્ત મીઠી યાદો , ઘણુબધું સાથે રડેલું અને હસેલું બધુ જ .

“ હાલ શું કામ છે એ કે ,મારે મોડુ થાય છે ઘરે વિધા રાહ જોતી હશે .” રૂશીલ એ વિધા નું નામ લઈ ને વાત પર ટપકું મૂકવા કોશિશ કરી . સાથે સાથે તેને એ પણ જાણવું હતું કે નિધિ શું વાત કરવા માગે છે .

“ એકવાર મળવા આવ પછી કહું “

“ જો હું હવે મેરીડ છું અને .... “ થોડું ખચકાઈ ને રૂશીલ એ ઉમેર્યું “ તે કોલ કેમ કર્યો હતો તે કે નહીં તો ફોન મૂક .” હવે રૂશીલ ના અવાજ માં થોડી કડકાઇ હતી , પણ તે મન માં ને મન માં ક્યાક નિધિ સાથે વાત કરવા માગતો હતો એટલે કોલ કાપ્યા વગર સવાલ કરે જતો હતો .

“ ઠીક છે તો પછી મેરીડ રૂશી મેસેજ પર તો વાત કરીશ ને ?”

રૂશીલ રૂશી નામ સાંભળતા જ ઢીલો પડી ગયો આજ નામ થી નિધિ તેને હમેશા બોલાવતી , આજે આખેઆખો ભૂતકાળ રૂશીલ ની આંખો સામે તાંડવ કરી ને નાચી રહ્યો હતો .

“ જોઈશ “ બસ આટલું જ બોલી રૂશીલ એ કોલ કટ કર્યો .

એના મગજ માં સખત વંટોળ ચાલતું હતું , કેમ કોલ કર્યો હશે આને , શું જોઈતું હશે , શું તેના પતિ સાથે તેના સબંધ સારા નહીં હોય , એ મારી સાથે લગ્નેતર સબંધ રાખવા માગતી હશે . અને તેની સાથે નો ભૂતકાળ આ સાથે જ રસ્તા પર ચાલતું બાઇક જોર થી ડિવાઇડર માં ઘૂસી ગયું અને રૂશીલ નીચે પડ્યો  એ સાથેજ પાછળ થી આવતા ટ્રક એ બ્રેક મારી અને ટ્રક નું ટાયર રૂશીલ થી માત્ર એક ફૂટ દૂર આવી અટક્યું . રૂશીલ એ પહેલી વાર મૌત ને આટલું નજીક થી જોયું હતું . રૂશીલ ના પગ માં ફેકચર થયું અને બીજા નાના બે ચાર ઘા થયા હતા . રૂશીલ ને હવે એક મહિના નો બેડ રેસ્ટ હતો .

અને વિધા સતત ભગવાન નો આભાર માનતી હતી કે તેમણે રૂશીલ ને મોટી ઘાત માં થી બચાવી લીધો. રૂશીલ હોસ્પિટલ માં થી ઘરે આવ્યો . રૂશીલ અને વિધા બંને એકલા પડ્યા ત્યારે વિધા એ રૂશીલ નો સ્વિચ ઓફ થયેલો ફોન આપતા કહ્યું “ રૂશીલ તું હોસ્પિટલ માં હતો ત્યારે એક નંબર પર થી સતત કોલ આવતો હતો તેનો પાછળ નો આંકડો 44 હતો  , મે રિસીવ કર્યો પણ સામે કોઈ બોલતું જ નોહતું, અને પછી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો .”

પાછળ નો 44 આંકડો સાંભળી ને રૂશીલ ના ભાગેલા હાડકાં વધારે દુખવા લાગ્યા .

“ હું જોઈ લઇશ , મને તારા હાથ ની એક કડક ચા બનાવી આપ ને” રૂશીલ એ સ્વસ્થતા થી વિધા નું ધ્યાન બીજી બાજુ દોરતા કહ્યું .

રૂશીલ થોડો ખુશ હતો કેમ કે પોતે ભાગી ગયો હતો પણ મોબાઈલ અને મોબાઈલ વાપરવા વાળા હાથ ને કશું થયું નોહતું . અને તેને ખાતરી હતી કે તેના મોબાઈલ ના પાસવર્ડ એટલા કોમ્પ્લિકેટેડ છે કે વિધા ક્યારેય ખોલી શકે જ નહીં .

બીજા દિવસે રૂશીલ વિધા ઓફિસ જાય તેની રાહ જોવા લાગ્યો. વિધા ના ઓફિસ જતાં જ તેની અને નિધિ ની વાતો શરૂ થઈ , સાંજ ક્યાં પડી રૂશીલ ને તેનું ભાન જ ના રહ્યું . રૂશીલ પોતાની જાત ને રોકવા માગતો હતો પણ નિધિ વીશે વધુ ને વધુ જાણવા ના લોભ માં તે વધારે ને વધારે ખેચાતો ગયો .

નિધિ એ તેને કહ્યું કે તે પોતાના પતિ ને છોડી ને પિતા ના ઘરે આવી ગઈ છે , તેના પતિ ના વહેમિલા અને અભિમાની સ્વભાવ થી કંટાળી ગઈ હતી . તે તેની સાથે ઘર ની નોકરાણી જેવુ વર્તન કરતો . અને તે પિતા ના ઘરે આવી તો તેના પતિ એ સામે થી છૂટાછેડા ની નોટિસ મોકલાવી હતી અને કારણ નિધિ નું ખરાબ ચરિત્ર બતાવ્યુ હતું . આ બધુ નિધિ રૂશીલ ને મળી ને કહેવા માગતી હતી પણ તે જાણતી હતી કે હવે એકાદ મહિના સુધી મળવું શક્ય નોહતું . માટે તેણે બધુ જ મેસેજ પર કહ્યું .

રૂશીલ એ તેને સંતવાના આપી.

વિધા હવે પહેલા કરતાં વધારે કોલ કરવા લાગી હતી , અને રૂશીલ ને વિધા નો કોલ આવતો ત્યારે જ યાદ આવતું કે તે પડી ગયો છે બાકી તે નિધિ ની વાતો માં બધુ જ દુખ ભૂલી જતો , પણ તે તેની મર્યાદા ઓળગતો નહીં તે હાલ માત્ર દુખી નિધિ ને મિત્ર  તરીકે કંપની આપવા જ વાત કરતો હતો . અને તે ક્યારેય કોઈ એવી જૂની વાત વચમાં લાવતો જ નહીં કે જેના થી બંને ને કઈક યાદ આવે , અને તે વિધા વિશે વધારે વાતો કરતો ,જેથી કરી ને નિધિ સમજી જાય કે હવે આગળ કઈ વધશે નહીં .

રૂશીલ ની સવાર નિધિ સાથે “ hi” થી થતી અને “ વિધા આવી બાય” થી પૂરી થતી . બંને વિધા ના ગયા પછી આખો દિવસ વાતો કરતાં .

બીજી બાજુ એક દિવસ વિધા ને અચાનક અજય મળ્યો .

 “ ભાભી , હું નોકરી શોધું જ છું તમે આપેલા પૈસા બહુ જલ્દી પાછા આપી દઇશ .”

“ કયા પૈસા ?” વિધા એ અચરજ પામતા સવાલ પૂછ્યો .

“તમે જે મટિરિયલ લેવા આપ્યા તા એ .”

વિધા ને હવે વધારે સવાલ કર્યા વગર જ સમજાઈ ગયું કે રૂશીલ તેના થી આ વાત છુપાવી છે . પચાસ હજાર માં થી પચીસ હજાર અજય ના હતા . તેણે ઘરે આવી ને રૂશીલ ને કહ્યું તો રૂશીલ એ કોઈ રસ વગર જવાબ આપ્યો “ હા તો એણે કહ્યું ને તે પૈસા પાછા આપી દેવાનો છે . “

“ પણ તે મને આ વાત કેમ ના કહી ?” વિધા ને રૂશીલ નું જુઠ્ઠું બોલવું ખૂબ અકળવતું .

“ જો વિધા પૈસા તે મને આપ્યા હતા , અને આગળ શું થયું તે પણ તને ખબર છે .”

“ તને એક વાર પણ ના લાગ્યું કે મને કહેવું જોઈએ કે તેમાથી પચીસ હજાર અજય માટે છે ?”

“ જો તને લાગતું હોય કે તે મારા પર ઉપકાર કર્યો છે તો હાથ જોડી ને આભાર કહું છું , અને મે લીધેલા પૈસા ની પાઇ પાઇ ચૂકવી દઇશ , બસ .”

વિધા ને રૂશીલ ના જવાબ નું ખૂબ લાગી આવ્યું , પણ રૂશીલ તરફ થી તોછડી ભાષા અને અવગણના વિધા માટે કોઈ નવી વસ્તુ રહી નોહતી .  

છ મહિના પછી ,

વિધા ને હવે બૅન્ક માં પ્રમોશન મળ્યું હતું અને તે કેશિયર બની ગઈ .

અને એ જ ગાળા માં રૂશીલ ની પરીક્ષા નું પરિણામ આવ્યું .

રૂશીલ હવે ડી.વાય.એસ.પી. બની ગયો હતો .

નિધિ ના વિધિગત છૂટાછેડા થઈ ગયા હતા . રૂશીલ ની કારકિર્દી માં આવેલ પ્રગતિ પછી નિધિ વધારે પડતું જ રૂશીલ ની નજીક આવવાની કોશિશ કરતી . અને એક દિવસ તો તેણે એટલે સુધી કહી દીધું કે મારે ફરી લગન નથી કરવા આપણે બંને આખી જિંદગી આમ જ સબંધ રાખીશું . પણ રૂશીલ એ કઈ જ જવાબ આપ્યો નહીં .

વિધા રૂશીલ ના  જીવન માં પ્રગતિ થી ખુશ હતી , પણ તે બંને નું લગ્ન જીવન વધારે ખરાબ બન્યું હતું .

રૂશીલ ના કામકાજ ના કલાક વધ્યા હતા , તે ને ગમે ત્યારે રાત્રે જવું પડતું , કોઈ એવો કેસ હોય તો બે બે ત્રણ ત્રણ દિવસ ઘરે ના આવતો , ટૂંક માં રૂશીલ હવે રાત દિવસ વ્યસ્ત જ રહેતો . લગ્નજીવન જેવુ કઈ બચ્યું જ નોહતું .

એક બે વાર વિધા એ રૂશીલ સાથે વેકેશન ના પ્લાન બનાવ્યા , પણ રૂશીલ એ રાજા ઓ નહીં મળે કહી ને ટપકું મૂકી દીધું . વિધા હજી પણ રૂશીલ માટે તરસતી .  

નિધિ હવે એક પગલું આગળ વધી ને રૂશીલ ને બ્લેક મેઇલ કરવા લાગી હતી કે જો રૂશીલ તેનું કહ્યું નહીં માને તો તે પોતે વિધા કહેશે કે રૂશીલ આટલા સમય થી તેની સાથે સબંધ માં હતો.

“ વિધા મારે ઘણા સમય થી તને એક વાત કરવી છે “ રૂશીલ એ એક રાત્રે બધી હિમ્મત ભેગી કરી ને વિધા સાથે વાત શરૂ કરતાં કહ્યું .

“વાત નિધિ વિશે છે ?”

રૂશીલ ને જાણે કોઈ એ ભ્રષ્ટાચાર કરતાં પકડી લીધો હોય એમ ચમક્યો .

“તને કેવી રીતે ખબર ?” રૂશીલ એ ધીમા અવાજે પૂછ્યું .

“મને સૌથી પહેલી વખત મેસેજ આવ્યો ત્યાર થી અત્યાર સુધી નું બધુ ખબર છે “ આ સાંભળી રૂશીલ વધારે ચમક્યો .

“ તને કોણે કહ્યું “? રૂશીલ

“ પત્ની છું તારી , તારા બદલાયેલા વર્તન પાછળ ના કારણ શોધું શકું એટલી પહોચ છે મારી .”

“ તો તે મને કશું પૂછ્યું કેમ નહીં “?

“ બસ એમ જ , મને ડર લાગતો હતો તું ક્યાક એવું કઈ ના કહી દે જે હું સાંભળી ના શકું , અને હાલ પણ મારે એના વીશે કશું જ નથી સાંભળવું . “

“ અમારા બંને વચ્ચે એવું કઈ જ નથી .” રૂશીલ એ ખચકાતાં કહ્યું

“ મને એના થી કઈ ફરક નથી પડતો , મને ફરક એના થી પડે છે કે આપણાં બંને વચ્ચે શું છે, અને કેવું છે . “ વિધા એ ભાવવિહીન આંખો થી કહ્યું .

“ જો , હું તને બધુ જ કહું , તું આખી વાત સાંભળ .” ચોરી કરતાં પકડાઈ ગયેલ ચોર જેમ રૂશીલ એ કહ્યું .

“ મારે નથી સાંભળવું , ઇનફેક્ટ મારે તને કઈ કહેવું છે , મારી બદલી થઈ ગઈ છે , કપડવંજ , અને મારે કાલે જ જવાનું છે .”

“ ક્યારે થઈ બદલી , તે મને આટલા દિવસ કહ્યું કેમ નહીં ?” લાચાર બાળક ની જેમ રૂશીલ એ પૂછ્યું .

“ હું કહેવા માગતી હતી પણ તું હમેશા ની જેમ વ્યસ્ત હતો .”  વિધા ની આંખો માં હજી પણ કોઈ જ ભાવ નોહતા અને રૂશીલ પહેલી વાર આટલી ભાવ વિહીન આંખો જોઈ ડરી રહ્યો હતો .

“ આટલે દૂર તારે એકલી ને જવાની કોઈ જરૂર નથી , તું જોબ છોડી દે , હું ખૂબ કમાઉ છું .”

“ બદલી મે પોતે માગી હતી .” આ વાક્ય રૂશીલ ને ભાલા ની જેમ વાગ્યું

“ મને છોડી ને જાય છે “

“ હા,  મારે સવારે વહેલા જ નીકળવા નું છે , ગુડ નાઈટ .” વિધા આગળ કશું જ બોલી નહીં અને ચૂપચાપ સૂઈ ગઈ

તે રાત્રે રૂશીલ અને વિધા બંને જુદી જુદી દિશા માં પડખું ફેરવી સૂઈ ગયા . પણ આખી રાત બંને માં થી કોઈ પણ ઊંગ્યું નહીં . હમેશા વિધા ની વધારે વાતો કરવાની આદત થી કંટાળેલો રૂશીલ આજે વિધા ના મૌન થી હચમચી ગયો હતો . આજે વિધા શાંત હતી કશું જ બોલતી નોહતી . અને આજે રૂશીલ ના બોલાયેલા બધા જ શબ્દો સાંભળી શકતો હતો .

વિધા બીજા દિવસે સવારે કશું જ બોલ્યા વગર નીકળી ગઈ . રૂશીલ તેને રોકવા માગતો હતો છેલ્લા આટલા વર્ષો માં ના થયેલી બધી જ વાત કરવા માગતો હતો .પણ તે કઈ જ બોલ્યો નહીં , તે મનોમન ગુસ્સા માં પણ હતો , કે તેણે કશું ખોટું ક્યાં કર્યું છે ? તેણે નિધિ ને પણ ના પાડી , અને વિધા ને ક્યાય દગો નથી આપ્યો . એક સામાન્ય સ્ત્રી નું સપનું હોય તેનાથી વધારે વિધા ને આપ્યું છે . બધા જ સુખ અને શાંતિ તેણે ક્યારેય કોઈ બાબત માં વિધા ને રોકી કે ટૉકી નથી . તો વિધા એ આવું કેમ કર્યું ? અને મારી વાત સાંભળ્યા વગર જ અને મને કહ્યા વગર જ તે કોઈ નિર્ણય પર જ પોહચી જાય તો હું શું કરું ?

છતાં પણ રૂશીલ જાણતો હતો કે વિધા નારાજ છે એકવાર શાંત થશે તો તે તેને મનાવી ને પાછી ચોક્કસ લઈ આવશે . હવે રૂશીલ વારંવાર મોબાઈલ જોતો કે વિધા નો કોલ આવે , એક મેસેજ આવે પણ વિધા નો કોઈ જ કોલ કે મેસેજ આવ્યો નહીં , ને રૂશીલ એ પણ સામે થી કર્યો નહીં.

સતત આજુબાજુ ફરતી વિધા , સતત કોલ કરતી વિધા , હવે આજુબાજુ ક્યાય નોહતી , ફોન રણકતો તો રૂશીલ ઉપાડી લેવા અધિરો થઈ જતો પણ કોલ વિધા નો ના નીકળતો ત્યારે રડું આઈ જતું .તેને હમેશા વિધા ની તરફ થી શાંતિ જોઈતી હતી પણ હવે જિંદગી માં ભયવાહક શાંતિ થઈ ગઈ હતી. તે સતત ઈચ્છતો કે વિધા ક્યાક થી આવે અને ફરી બસ તેની આજુબાજુ જ ફરે , પણ આ વખત વિધા એ  રૂશીલ ને એક કોલ પણ કર્યો નહીં .

નિધિ ને લાગતું હતું કે  તેના અને રૂશીલ વચ્ચે નો સૌથી મોટો કાંટો નીકળી ગયો હતો અને તેણે તક નો લાભ જોઈ અને રૂશીલ ની વધારે નજીક જવાનું વિચાર્યું . પણ રૂશીલ હવે પહેલા જેવો અલ્લડ છોકરો નોહતો રહ્યો વિધા ના મૌન ને તેને સમજદાર પુરુષ બનાવી દીધો હતો.

“ જો , તારા થી થાય એ કરી લે , મને કઈ ફરક પડતો નથી .” રૂશીલ એ એકદમ ગુસ્સા માં કહેલાં આ શબ્દો નિધિ ના મગજ સુધી સારી રીતે પોહચી ગયા હતા.

 

 

ત્રણ મહિના વીતી ગયા .....

 

 વિધા બઁક માં કેશ કાઉન્ટર પર કામ કરી રહી હતી , તેણે આદત મુજબ જ ઉપર જોયા વગર જ કાઉન્ટર પર ઉભેલા માણસ ના હાથ માં થી પાવતી લીધી . પણ તે ચેક હતો જેમાં પે માં “ સેલ્ફ “  અને રોકડ ના ખાના માં “ અનલિમિટેડ લવ “ લખ્યું હતું . વિધા એ ઉપર જોયું ભીની આખો સાથે રૂશીલ ઊભો હતો .

વિધા ની આંખો માં પણ ઝળહળીયા આવી ગયા . અને હોઠ પર સ્મિત તેણે તરત જ પોતાના પર્સ માં થી એક એનવલપ કાઢી રૂશીલ ના હાથ માં મૂક્યું .

વિધા નો પ્રેગ્નેસી રીપોટ જોઈ રૂશીલ રીતસર નો રડી જ પડ્યો .....



ટૂંકી વાર્તા , ગુજરાતી ધારાવાહિક , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય રચના , ગુજરાતી ભાષા માં બ્લોગ ,ગુજરાતી લવ સ્ટોરી . 


Gujarati blog , Gujarati blogger , Gujarati short story , Gujarati blogs


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી