દમયંતી ની દંતકથા

અમારા ટ્રસ્ટ પર આવતી છોકરી ની વાત છે આ જેમાં ખાલી નામ જ બદલ્યા છે બાકી દરેક શબ્દ સાચો છે 

--------  




પુણે માં અમારા ટ્રસ્ટ પર ઘણી જુદી જુદી મહિલાઓ આવતી . દરેક ના પાછળ તેમની પોતાની કઈક ને કઈક સ્ટોરી હતી . ક્યાક સબંધ ના ગૂંચવાડા તો અમુક ભાગી ને આવેલા દ્ંપતિઓ ના કોઈ સબંધી જ નોહતા .

એક દિવસ દમયંતિ આવી . દમયંતી દેખાવ ખાસ નોહતો , બોલતી વખતે તેની થોડી થોડી જીભ પણ ચોટતી . દમયંતિ દસ પાસ જ હતી.  પણ તેની લાઈફસ્ટાઈલ જોતાં સમજાતું કે તે એક ઉચ્ચ મધ્યમવર્ગ પરિવાર માં થી આવે છે .  તેને એક દીકરો હતો તે અને તેની વાતો સાંભળી ને લાગતું કે તે તેના જીવન માં ખૂબ ખુશ છે .

એક દિવસ તેણે વાત વાત માં તેના પતિ  નો ફોટો બતાવ્યો . હું તેના પતિ નો ફોટો જોઈ ને હકબક રહી ગઈ . તે કોઈ ફિલ્મ સ્ટાર થી ઓછો નોહતો . તેને જોઈ ને લાગતું હતું કે, આ છોકરો કોઈ મોડેલિંગ ક્ષેત્ર માં જ કામ કરતો હશે . તેણે જુદી જુદી ગાડીઓ સાથે માં અને આગળ ઊભા રહી ને ખૂબ સ્ટાયલીશ ફોટોસ પડાવ્યા હતા . દમયંતી સ્વભાવે અને બીજી રીતે સારી હતી પણ તેના પતિ ની સામે ખૂબ ઓછી લાગતી પહેલી નજરે બંને ને સાથે જુવો તો એક વખત મગજ માં વિચાર આવે જ કે આ છોકરા એ આને શું જોઈ ને પસંદ કરી હશે .

એક દિવસ અચાનક દમયંતી એ ટ્રસ્ટ પર આવવાનું બંધ કર્યું , ત્રણ એક મહિના ગયા પછી અચાનક જ એક દિવસ દમયંતિ આવી અને કહેવા લાગી “દીદી પ્લીજ ક્યાક જોબ હોય તો આપવો “

મે તેને પૂછ્યું કે તેને જોબ ની શી જરૂર પડી , અને તે પણ આમ અચાનક . તેના પછી તેણે જે કહ્યું તે ખરેખર દમયંતી  ની દંતકથા કહી શકાય .

તેણે કહ્યું કે તેના માતાપિતા પૂના ની બાજુ ના ભોર ગામ માં થી અહી આવી ને વસેલા . અને બંને એ વડાપાઉં ની લારી નાખી હતી . અને બંને ઈમાનદારી થી ખૂબ જ મહેનત કરતાં ધીરે ધીરે લારી દુકાન માં બદલાઈ . દમયંતિ તેના માતપિતા નું ત્રીજું સંતાન હતી તેમને પહેલા બે દીકરા હતા તો તેમણે દમયંતિ ને ખૂબ જ લાડકોડ થી ઉછેરી હતી તેને કોઈ દિવસ કોઈ જ કમી પાડવા દીધી નોહતી .

ભોર થી એક થેલા માં સામાન લઈ ને નીકળેલા તેના માતા પિતા  એ વીસ એક વર્ષ માં તો પૂના માં ત્રણ માળ નું ઘર બાંધ્યું હતું . દમયંતી ને ભણવામાં રસ ના હોવાને લીધે દસમા પછી આગળ ભણી જ નોહતી પણ તેના માતા પિતા હમેશા ઇચ્છતા કે તેના માટે ખૂબ જ સારું માંગુ શોધીશું .

રોહન સાથે દમયંતી ના લગ્ન ની વાત ચાલી . બધા જ રોહન ને જોઈ ને હકબક રહી ગયા . ખૂબ જ સોહામણો અને ખૂબ જ કુશાગ્ર બુધ્ધિ અને સ્માર્ટ વ્યક્તિત્વ ધરાવતો હતો . બધા ને લાગતું હતું કે આ છોકરો દમયંતિ ને હા નહીં પાડે , તેની વાક્છટા પણ અદ્ભુત હતી , તેણે કહ્યું કે તે એમ.બી.એ.  થયેલો છે . પ્રાઈવેટ કંપની માં જોબ કરે છે . મલ્ટી નેશનલ કંપની માં જોબ હોવાને લીધે દિવસ અને રાત એમ બંને શિફ્ટ માં જોબ હતી .  તેમનું પોતાનું ઘર હડપસર માં છે અને નોકરી સ્વારગેટ માં હોવા ને લીધે તેઓ એ પોતાનું ઘર ભાડે થી આપી અને અહિયાં ભાડા ના ઘર માં રહે છે . પુણે માં આ વસ્તુ ખૂબ જ સામાન્ય વાત હતી . અતિશય ટ્રાફિક હોવાને લીધે લોકો પોતાનું ઘર ભાડે થી આપી ને ઓફિસ ની નજીક માં ઘર લઈ ને રહેતા હોય છે .

દમયંતી ના ઘર ના દરેક વ્યક્તિ ને રોહણ ખૂબ જ ગમી ગયો હતો . અને દમયંતી ભગવાન ના નામ ની માળા જપવા લાગી હતી કે રોહન  તેને કઈ પણ હિસાબે હા પાડે . છેવટે રોહન એ હા પાડી અને બંને ના લગ્ન થયા . લગ્ન પછી બંને મહાબળેશ્વર હનીમૂન માટે નીકળ્યા .

ત્યારે જ દમયંતી ને ખબર પડી કે રોહન ને ખૂબ જ સોપારી ખાવાની આદત છે અને સાથે સાથે તે ચેઇન સ્મોકાર છે . પણ દમયંતી ને આના થી કાઇજ વાંધો નોહતો . બંને સાથે રહેવા લાગ્યા ત્યારે દમયંતી ને ખબર પડી કે રોહન જે લાઈફસ્ટાઈલ શરૂ માં બતાવતો હતો તેવી તેની આર્થિક સ્થિતિ નોહતી .

“અમે બંને મળી ને મહેનત કરીશું તો કાલે આગળ આવીશું.  “

આમ વિચારી ફરી દમયંતી એ મન વાળ્યું  . લગ્ન ના શરૂઆત ના દિવસો માં જ તે પ્રેગ્નેટ પણ થઈ . આ પછી  ધીરેધીરે રોહન ના દરેક પાસા ખુલવા લાગ્યા . જે ઘર પોતાનું ઘર કહી ને તેમણે બતાવ્યુ હતું તે વાસ્તવ માં તેમનું હતું જ નહીં . આ સિવાય રોહન ખૂબ દારૂ પી ને ઘરે આવતો . અત્યાર સુધી દમયંતી બધુ જ મનોમન સહન કરે ગઈ તેણે અત્યાર સુધી કઈ જ પોતાના પિયર કહ્યું નોહતું .

રોહન ની વાક્છટા ખૂબ પ્રભાવશાળી હતી અને તે ખૂબ જ ફાકડું અંગ્રેજી બોલતો . છતાં પણ હમેશા ભણેલા ગણેલા લોકો ની કંપની ટાળતો . આ વાત ભોળી દમયંતી ની નજર માં હતી . તેણે રોહન ને ખબર ના પાડે તેમ તેના મોબાઈલ અને વોલેટ ચેક કરવાનું શરૂ કર્યું . અને પછી પાછળ પાછળ જવાનું ,  છેવટે તેની બધી સહન શક્તિ ખૂટી ગઈ જ્યારે તેને ખબર પડી કે રોહન શું કરે છે .

રોહન એક બાર માં દારૂ પીરસવાનું કામ કરતો અને તે સાથે સાથે પુરુષ એસ્કોર્ટ ( પુરુષ કોલ ગર્લ નું કામ કરે તે )  નું કામ કરતો . અને વિદેશી સહેલણિયો ને સર્વિસ આપતો .

દમયંતી ને આ બધી ખબર પડી ત્યાં સુધી તેનો દીકરો એક વર્ષ નો થઈ ગયો હતો . તે પોતાના પિયર પાછી  આવી ગઈ . તેના ભાઈ ઓ એ કેસ કર્યો .

અને હવે તે કોઈ પણ હિસાબે પાછી જવા માગતી નોહતી . કે બીજા લગ્ન પણ કરવા નોહતી માગતી . એટલા માટે જ તે જોબ શોધતી હતી .

પણ તે કરી શકે તેવી કોઈ જોબ તેને મળી નહીં , તેણે તેના પિતા ની હોટેલ માં મદદ કરવા નું શરૂ કર્યું . અને બે વર્ષ પછી પોતાની જ ખાણીપીણી ની દુકાન શરૂ કરી .

તે દિવસે દમયંતી એ છેલ્લે કહેલાં શબ્દો મને વિચાર કરવા મજબૂર કરી દે છે

“ દીદી અમે બંને જ્યારે પણ સાથે જતાં તો બધા અમારી સામે જોઈ રહેતા , બધા ને લાગતું કે આટલા મસ્ત છોકરા એ આવી છોકરી કેમ કરી ને પસંદ કરી , હું બોલતી અને મારી જીભ અટકતી તો લોકો મારી મશ્કરીઓ કરતાં , પણ ખબર છે હું હવે સારી રીતે કપડાં પહેરી અને તૈયાર પણ નથી રહેતી કારણ કે મને બાહ્ય સુંદરતા થી નફરત થઈ ગઈ છે , હવે મને મારી અટકતી જીભ  માટે દુખ નથી , કારણ કે તે જીભ થી ખોટું બોલી ને મે કોઈ ની જિંદગી બરબાદ નથી કરી . “

ત્યારે મને પોતાને પણ સમજાયું કે આપણે ભપકા અને દેખાવ ને કેટલું મહત્વ આપીએ છીએ .


ગુજરાતી બ્લોગ , ગુજરાતી બ્લોગર , ગુજરાતી સ્ટોરી 

ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર 

Gujarati blog , Gujarati blogger , Gujarati short story , Gujarati blogs


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી