મારો મરાઠી સાથે નો સબંધ
દસ એક વર્ષ પહેલા ની વાત છે
મારો મરાઠી
સાથે નો સબંધ પુણે આવ્યા પછી જોડાયો , તે પહેલા
હું મરાઠી ભાષા નો મ પણ જણાતી નોહતી . મે શરુશરૂ માં મરાઠી શીખવાની શરૂઆત કરી કેમ કે
મારે સામના માં બાળા સાહેબ ઠાકરે ના સંપાદક લેખ વાંચવા હતા.
ત્યારે
હું મરાઠી વાંચતી ( વાંચતી કેમ કે વાંચવા માં મરાઠી હિન્દી જેવી જ છે , પણ ખબર કઈ ના પડે ) અને મારી
ફ્રેન્ડ તેનું હિન્દી કરી ને મને સમજાવતી . હું અલ્પ વિરામ પૂર્ણ વિરામ અને અમુક ખોટા
ઉચ્ચાર ના લીધે મારા ફ્રેન્ડ્સ ને મારૂ મરાઠી ઘણું હાસ્યસ્પદ લાગતું . માટે હું જાહેર
માં મરાઠી બોલવાનું ટાળતી .
એક વખત
કરિયાણા ની દુકાન માં અથાણાં નું પેકેટ લેવા ગઈ ,અહી મળતું પ્રવીણ નું અથાણું મને ખૂબ જ ભાવે છે
. તો મારી બાજુ માં ઉભેલા બહેન એ કહ્યું “
મલા પણ દયા લોન્ચ “ મતલબ કે મને પણ અથાણું આપો
અને પછી
મારી સામે જોઈ ને કહ્યું “ તોન્ડી લાવાયલા , નાહી કા ?” આ શબ્દ નું ગુજરાતી એમ થાય કે “ મોઢે લગાડવા
, હે ને ?” મે તેમના સામે જોઈ ને સ્માઇલ
આપી અને કઈ જ બોલ્યા વગર ત્યાં થી નીકળી ગઈ .
અથાણું
કોઈ મોઢા પર કેમ લગાવે , હવે મરાઠી માં ઉબટણ , અને અધધ હળદળ શરીર પર લગાવવા નો
રિવાજ હતો તેની મને જાણ હતી એટલે મને એમ થયું કે લગાવતા હશે અથાણું પણ મોઢા પર .
એક દિવસ
હું મારી ફ્રેન્ડ ના ત્યાં ગઈ . તેની સાસુ એ તેની પાસે ભરેલા રીંગણ નું શાક માગ્યું
“ અ ગ રૂપા ,
વાંગી દે કી તોન્ડી લાવાયલા “
હવે મને
પૂછ્યા વગર રહેવાયું નહીં “ આપ વાંગી ચહેરે પે લગાઓગે ?”
મારી ફ્રેન્ડ
રૂપા એ કહ્યું કે “ અમે તમારા જેમ વાઘરેલી દાળ નથી ખાતા , અમે વરણ ખાઈએ છીએ જેમાં ફક્ત
મીઠું હિંગ અને જીરું જ હોય છે , તો અમારે વરણ ભાત સાથે ખાવા
માટે કઈક એકસ્ટ્રા જોઈએ , જેમ કે શાક કે અથાણું , તેણે કહેવાય તોન્ડી લાવાયલા , મીન્સ કે ચટાકો લેવા”
હવે મને
ખબર પડી તોન્ડી લાવાયલા .
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Comments
Post a Comment