માઇક્રોફિક્શન
"તેણે નાત બહાર લગ્ન કર્યા છે , તે મારી દીકરી ભલે રહી , પણ આ ઘર માં તેને ક્યારેય બોલાવવા માં નહિ આવે " નેતાજી એ ઘાંટો પાડી ને પત્ની ને કહ્યું
બીજી જ ઘડી એ ફોન ની રીંગ વાગી
" કામવાળી હતી યાર , છોકરા નું લોઈ ગરમ , એટલે થઈ ગયો બળાત્કાર , પણ દીકરો મારો છે એટલે એમ કઈ થોડું લાંછન લાગવા દઉં , બધું રફેદફે કરી દીધું , અને કાનોકાન કોઈ ને ખબર પણ પડી નહિ .... હા...હા....હા....હા.. " નેતાજી એ રૂબાબ ભેર ફોન પર કહ્યું .
ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Comments
Post a Comment