ફૌજીઓ ના બાળકો

 


લગ્ન પહેલા જ્યારે પણ છાવણી માં જવાનું થયું તો તે એક સિવિલિયન તરીકે ની મુલાકાત હતી . લગ્ન પછી પહેલી વાર હું એક આર્મી વાઈફ તરીકે સેન્ટર માં ગઈ. અહિયાં એક ખૂબી હતી જે બહાર ની દુનિયા માં નથી હોતી . અહિયાં માણસો તો છોડો પણ વસ્તુ ઓ ઝાડ અને પાંદડા ઓ માં પણ શિસ્તતા હતી . બધુ જ પરફેક્ટ હતું .

અહિયાં દરેક વસ્તુ ને રોજ પૉલિશ કરવામાં આવે છે , એ પછી માણસ હોય કે વસ્તુ .

આર્મી સેન્ટર વિશે એક વ્યગ ખૂબ જાણીતો છે , જો તમે સેન્ટર માં બિલકુલ હલ્યા વગર એક કલાક ઊભા રહો તો તમને વસ્તુ સમજી ને રંગી નાખવામાં આવે .

આર્મી ક્વાટર મારૂ પાડોશી હતો એક હિમાચલપ્રદેશ નો પરિવાર . પહેલા દિવસે તેમણે મને હાલચાલ પૂછ્યા અને સામાન્ય વાતો કરી. તે જ્યારે પણ મારી સાથે વાત કરે ત્યારે તેમનો નાનો દીકરો મારી સામે હસતો અને શરમાઇ ને જતો રહેતો . તેનું નામ હતું એની

થોડા દિવસ પછી એની એ મારી સાથે વાત કરવાની શરૂઆત કરી , અને પહેલો શબ્દ બોલ્યો ‘ આંટી’ આ શબ્દ મને ખૂબ આઘાતજનક લાગ્યો . અચાનક ઉમર ખૂબ વધી ગઈ હોય એવું લાગ્યું .


જિંદગી માં પહેલી વાર કોઈ આંટી કે એ ખૂબ વિચિત્ર ફીલિંગ આપે છે .

 પછી ફ્રી સમય માં તે હમેશા મારી પાસે આવતો , અને જુદી જુદી ખૂબ વાતો કરતો . તેમના પહાડી પ્રદેશ ની , સ્કૂલ ની , સેન્ટર ની બધી જ.

તેની વાતો સાંભળી ને મને ખૂબ આશ્ચર્ય થતું , કારણ કે તેનું ભૌગોલિક જ્ઞાન ખૂબ વધારે હતું , તે ભારત ના એવા એવા ગામ અને જગ્યા ઓ વિશે વાતો કરતો જે નકશા માં પણ ના હોય . ખાલી ભૌગોલિકતા જ નહીં પણ જુદાજુદા રાજ્યો ના કલ્ચર , કપડાં અને તેમની વાનગી ઓ વિશે ખૂબ સહજ તા થી વાતો કરતો.

મને ખૂબ આશ્ચર્ય થયું કેમ કે તેની ઉમર માત્ર નવ વર્ષ હતી . જો તે જનમ થી જ તેના પપ્પા સાથે દરેક પોસ્ટિંગ માં રહ્યો હોય છતાં પણ તે મુશ્કેલ થી માત્ર ત્રણ શહેર માં રહ્યો હોય. પણ તેનું જ્ઞાન જોતાં તે હરતું ફરતું ભારતીય એન્સાઈક્લોપીડિયા લાગતો હતો

તેને એક દિવસ મારી સામે જલપાઈગુરી ની સુંદરતા નું વર્ણન કર્યું એમ લાગતું હતું કે તે ખૂબ લાંબો સમય જલપાઈગુરી માં રહેલો છે , પછી મને કહે તમે સર્ચ કરો લેપટોપ માં જુવો જલપાઈગુરી કેટલું સુંદર છે ? મે સર્ચ કરી ને જોયું જલપાઈગુરી ખરેખર અદ્ભુત સુંદરતા ધરાવતું ટાઉન હતું.

જ્યારે એક દિવસ અમે કિલ્લા ઓ અને રાજમહેલો વિશે વાતો કરતાં હતા , તેણે ઓરચા નો ઉલ્લેખ કર્યો , મે આ નામ પહેલા કોઈ દિવસ સંભાળ્યું નોહતું. ગૂગલ કરી ને જોયું તો ખરેખર અદ્ભુત નગરી હતી . ત્યાનું ઐતિહાસિક બાંધકામ સુંદર હતું.

હું તેની વાતો સાંભળી ને અવાચક રહેતી.

પછી ધીરેધીરે મારી ઓળખાણ વધી આજુબાજુ રહેલા બીજા નાના નાના છોકરા ઓ સાથે વાતો થવા લાગી. લગભગ બધા નું ભૂગોળ જ્ઞાન ખૂબ સારું હતું , બાળકો આત્મવિશ્વાસ થી ભરેલા અને ઉત્સાહી હતા.

આ બધા બાળકો તેમના પિતા સાથે એક કે બે સેન્ટર માં રહ્યા હતા . તેમની આજુબાજુ જુદા જુદા પ્રાંત ના લોકો રહેતા અને બાળકો જે સ્કૂલ માં ભણવા જતાં ત્યાં પણ જુદા જુદા પ્રાંત ના બાળકો આવતા બધા જ જોડે કઈક નવી વાતો અને અને અનુભવો હતા જેથી કરી ને આ બાળકો ભૂગોળ , રીતભાત , જુદા જુદા પહેરવેશ વિશે આટલું જાણતા હતા .

ટૂંકા માં મને સમજાઈ ગયું કે કેમ સેન્ટર માં રહેતા બાળકો હરતા ફરતા એન્સાઈક્લોપીડિયા હોય છે .

 


ગુજરાતી ટુંકી વાર્તા, ગુજરાતી સ્ટોરી , ગુજરાતી લવ સ્ટોરી , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય , ગુજરાતી બ્લોગર 

Gujarati blog , Gujarati blogger , Gujarati short story , Gujarati blogs


Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી