ફૌજી પત્ની સંગીતા ની વીર ગાથા
શિશિર અને
સંગીતા બંને ફૌજી ના બાળકો હતા બંને સ્કૂલ માં સાથે ભણતા , સ્કૂલ માં એક બીજા સાથે પહેલી
નજરે થયેલો પ્રેમ જિંદગી ની કેટલી આકરી પરીક્ષાઓ માં થી પસાર થશે કોને ખબર હતી.
શિશિર એ
સ્કૂલ કાળ પૂરો થયા બાદ ૨૦૦૫ માં આર્મી જોઇન કરી દેશ સેવા માં ઝંપલાવ્યું અને સંગીતા
એ સ્કૂલ માં શિક્ષક ની નોકરી સ્વીકારી . આર્મી માં ભરતી થવા ને લીધે શિશિર દેશ ના જુદાજુદા
ભાગ માં ડ્યૂટી માટે જવાનું થયું આના થી તેમના સબંધ માં કોઈ જ કમી આવી નહીં ઉપરથી બંને
નો પ્રેમ વધારે મજબૂત બન્યો . સંગીતા પોતે પણ ફૌજી ની દીકરી હતી તે સહજ શિશિર ની જોબ
અને તેના કામ પ્રત્યે ના લગાવ ને સમજી શકતી હતી. કે શિશિર હવે સામાન્ય શિશિર નહીં પણ
રાઇફલ મેન શિશિર મલ્લ હતો .
૨૦૧૩ બંને
લગ્ન જીવન થી જોડાયા . અને સંગીતા હવે સંગીતા મલ્લ બની અને કાયદેસર ફૌજી ની પત્ની પણ.
શિશિર ના
પિતા સૂબેદાર મેજર સુરેશ મલ્લ સર્વિસ ફૂટબોલ ગોળ કીપર હતા . તેઓ ૩૯ ગોરખા રાઈફલ્સ માં
થી ઓડિનરી કેપ્ટન તરીકે રીટાયર્ડ થયા હતા. ૨૦૧૫ માં બીમારી ને લીધે તેમનું મૃત્યુ થયું
. પરિવાર હજી શોક માં જ હતો.
અને , 2 સપ્ટેમ્બર 2015 ના દિવસે
બારમુલ્લા માં 32 રાષ્ટ્રીય રાઈફલ્સ દ્વારા એક કાઉન્ટર ઇનસહર્જંસી ઓપરેશન શરૂ થયું.
ઓપરેશન નું નામ હતું “ઓપરેશન રક્ષક” . શિશિર મલ્લ આ ઓપરેશન નો ભાગ હતા, અને માં ભોમ ની રક્ષા માટે પરમ બહાદુરી બતાવી તેઓ એ એક આતંકવાદી ને મારી નાખ્યો
અને એક ને ઘાયલ કર્યો .
અને શિશિર
મલ્લ શહિદ થયા.
આ સમાચાર
જ્યારે સંગિતા સુધી પોહચ્યા તે વિશ્વાસ કરવા જ તૈયાર નોહતી કે આવું કઈ થઈ શકે.
દિવસો સુધી
સંગિતા ડિપ્રેશન માં રહી , તેણે શિક્ષક તરીકે ની નોકરી પણ છોડી દીધી , તે હજુ પણ
વિશ્વાસ કરવા તૈયાર નોહતી કે તેનો બાળપણ નો સાથી , તેનો જીવન
સાથી હવે કોઈ દિવસ પાછો નહીં આવે.
સંગીતા
ના સાસુ અને માતા પિતા એ હિમ્મત બતાવી આઘાત માં થી બહાર લાવવા પ્રયત્ન કર્યો તેને આગળ
કઈક અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરી.
તે હમેશા ઘર માં એકલી અને ઉદાસ બેસી રહેતી ત્યારે તેના સાસુ રેણુકા મલ્લ
એ હિમ્મત આપી કે બેટા ઘર ની બહાર નીકળ એક વાત ને પકડી ને ક્યાં સુધી બેસી રહીશ ત્યારે
સંગિતા એ બી.એડ કરવાનું નક્કી કર્યું અને સાથે સાથે સિવિલ સર્વિસ માટે તૈયારી ચાલુ
કરી.
એ જ ગાળા
માં સંગીતા ના પિતા એ સૂચન કર્યું કે તેણે આર્મી જોઇન કરવા પર પણ વિચાર કરવો જોઈએ , છેવટે અમારા જમાઈ એ એક આતંકવાદી
ને મારી અને એક ને ઘાયલ કર્યો તેણે પરમ વીરતા બતાવી છે અને તું એની પત્ની છે, જો તું આર્મી જોઇન કરીશ તો તે આપણાં આખા પરિવાર માટે ગર્વ ની વાત હશે.
પરંતુ તેની
પાસે માહિતી નોહતી કે આર્મી કેવી રીતે જોઇન કરાય અને શું પ્રોસ્સેસ હોય .
એ જ ગાળા
માં સંગિતા એ બઁક ની પરીક્ષા પાસ કરી, તેણે મનોમન નક્કી કર્યું કે જિદગી ના આટલા આકરા સમય માં પણ જો તે આ પરીક્ષા
પાસ કરી શકતી હોય તો તે આગળ કઈ પણ કરી શકે છે . તે સમયે બઁક ની પરીક્ષા પાસ કરવી તેના
માટે ખૂબ મોટી સિધ્ધી હતી
રાઇફલ મેન શિશિર મલ્લ ને તેમની બહાદુરી અને માતૃભૂમિ માટે આપેલા સર્વોચ્ચ બલિદાન માટે સેના મેડલ આપવામાં આવ્યો ,રાણીખેત માં ઇન્વેસ્ટિચર સેરેમની માં પોહચેલી સંગિતા એ પતિ ને એનાયત કરવામાં આવેલો સેના મેડલ હાથ માં લીધો ત્યારે જ નક્કી કર્યું કે તે પણ આર્મી જોઇન કરશે , તેનો દેશ પ્રેમ હવે ઘણો અને ઘણો વધારે ગંભીર બન્યો હતો. ત્યાં જ અધિકારીઓએ દ્વારા માહિતી આપવામાં આવી કે આર્મી કેવીરીતે જોઇન કરવી
સંગિતા
હવે દિલ્લી માં સ્થિત વીરનારી કમ્યુનિટી ના સંપર્ક માં રહેવા લાગી અને O.T.A ની એંટરન્સ માટે તૈયારી
કરવા લાગી .
છેવટે એસ.એસ.બી
નું પરિણામ આવ્યું અને સંગીતા નું નામ લિસ્ટ માં હતું.
પરિવાર ની વિરગાથા હવે સંગિતા આગળ લઈ ને જવાની હતી ...
9 માર્ચ 2019 ના દિવસે સંગિતા , લેફટનન્ટ સંગિતા મલ્લ બની
, આ દિવસ મલ્લ અને નેગી અપરિવાર માટે ખૂબ ગર્વ નો દિવસ હતો તેમણે
ક્યારેય નોહતું વિચાર્યું કે તેમની દીકરી અને વહુ પરિવાર માટે આવી ગર્વ ની ક્ષણ લાવશે
.
સંદર્ભ :
https://www.youtube.com/watch?v=sUt2v7hTGh8
https://www.youtube.com/watch?v=qp8lREAgqMc
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Comments
Post a Comment