ભારતીયતા નો અણગમો .
થોડા
મહિના પહેલા એક સ્ત્રી ને હોટેલ માં જતાં રોકી અને કારણ આપ્યું કે તેમણે સાડી પહેરી
છે એટલે તેમને હોટેલ અંદર જતાં રોકવા માં આવ્યા . આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ગાજયો
, દરેક લોકો
એ ભારત માં સાડી નો વિરોધ કરનારી હોટેલ ને વખોડી કાઢી .
હમણાં
થોડા દિવસ પહેલા મારી મિત્ર ની સાથે આના લાગતું જ કઈક થયું .
મારી
એક મિત્ર હતી તે એક જગ્યા એ ઇન્ટરવ્યુ આપવા ગઈ અને તેની નોકરી નક્કી થઈ , તેણે ઇન્ટરવ્યુ માટે
કઈ વધારે મહેનત કરવી પડી નોહતી .
બીજા
દિવસે આર્ટ ગેલેરી ની માલિક એ તેની સાથે વાતો કરી , તે તેના પોતાના વિશે અને કંપની વિશે વાતો
કરતી હતી , તેમના પતિ પી.ડબલ્યુ.ડી. માં ઓફિસર હતા.
તે
સ્ત્રી વધારે ભણેલી નોહતી પણ પતિ ના સંયોગ થી તેમણે આ આર્ટ ગેલેરી ખોલી હતી . તે સ્ત્રી
નો લૂક અને વ્યવહાર જોયા પછી બિલકુલ લાગતું નોહતું કે આ દેવી સ્નાતક પણ નથી થયા .
ગોલ્ડન
હાઇ લાયટેડ વાળ , સુંદર નેલ આર્ટ , હાઇ હિલ , ડેનિમ
અને એટલી જ પરફેક્ટ મેચ રિયલ ડાયમંડ જ્વેલરી .
તેનો
પહેલા દિવસે પોતાના વિશે વધારે વાતો કરતાં હતા ,
“ મને
આવું જ રહેવું ગમે છે , હું શોપિંગ કરતી જ રહું છું , હું કોઈ દિવસ પ્રોપર ડ્રેસિંગ કર્યા
શિવાય બહાર નથી નીકળતી . “
આવું
બીજું ઘણું બધુ કહ્યું તેમણે પોતાના વિશે . તે સ્ત્રી સતત મરાઠી માં પોતાના જ ગુણગાન
ગાતી હતી .
“તને
ખબર છે તારા પહેલા એક છોકરી મારી પાસે જોબ ઇન્ટરવ્યુ માટે આવી હતી , તે અહિયાં એક છોકરા સાથે
લીવઇન માં રહેતી હતી , મે જ્યારે પૂછ્યું ત્યારે તેણે કહ્યું
કે તેના માં બાપને ખબર છે કે તે અહિયાં કોઈ ની સાથે લીવઇન માં રહે છે ? તો તેણે કહ્યું
ના , તો મને બહુ ખરાબ લાગ્યું કે જે છોકરી પોતાના માં બાપને છેતરે
છે તે મને પણ ચોક્કસ છેતરશે .”
મારી ફ્રેન્ડ ને તેમના આ ભારતીય આદર્શો માટે માન થયું .
પછી
તેમણે વાત આગળ વધારતા કહ્યું કે, “ છતાં પણ મને થયું કે તેની પર્સનલ
જિંદગી સાથે મારે શું લેવા દેવા, પણ મને તેનો લૂક બિલકુલ ના ગમ્યો , મે તેને કહ્યું કે તે મને કાલે કોલ કર્યો હતો કે તું ઇન્ટરવ્યુ માટે આવવાની
છે , તો હું હેર વોશ કરી ને કેમ ના આવી , તું માથા માં તેલ નાખી ને ચોટલો વાળી ને કેમ આવી . “
આ સાંભળી
ને મારી મિત્ર ને શોક લાગ્યો ,
પછી
તેમણે વાત આગળ વધારેતા કહ્યું કે “ માણસ ને એટલી તો સેન્સ હોવી જોઈએ ને કે ઘર ની બહાર
નીકળે તો માથા માં તેલ ના હોવું જોઈએ કમસે કમ વાળ ધોઈ ને ઘર ની બહાર નીકળવું જોઈએ .
“
હવે
મારી મિત્ર થોડી વધારે હકબક થઈ ગઈ પછી તેના મેડમ એ કહ્યું કે , “ મે તને જોઈ ને જ ઇન્ટરવ્યુ
માટે પાસ કરી દીધી હતી કારણ કે મને તારી રહેણી કરણી સારી લાગી , પણ જો તે કાલે પણ કુર્તિ પહેરી હતી આજે પણ ડ્રેસ પહેર્યો છે , તું આવા કપડાં ના પહેર બાકી તારી માં કોઈ સુધાર ની જરૂર નથી , પણ ડેનિમ લાવ અને થોડા વેસ્ટર્ન કપડાં પહેરી ને આવ , તો જ મને ગમશે .”
મારી
મિત્ર ને “ સુધાર “ શબ્દ થોડો વધારે જોર થી વાગ્યો .
તેણે
તે દિવસે જ એ જોબ છોડી દીધી .
જ્યારે
અમે બંને એ આ ટોપીક પર વાત કરી તો અમે બંને ખૂબ હસ્યાં , એક તો એ લીવઇન માં રહેતી
છોકરી નો વાંધો ના આવ્યો પણ તેણે માથા માં નાખેલા તેલ નો વાંધો આવ્યો , અને બીજો મારી મિત્ર ના ભારતીય પોશાક થી પ્રોબ્લેમ હતો .
માથા
માં જો રેગ્યુલર તેલ નાખીએ તો કંડિશનર , હેર ક્રીમ , સિરમ , સ્પા ક્રીમ
, એવી બીજી ઘણી વસ્તુ ઓ ની જરૂર નથી પડતી .
અને
કુર્તિ અને ડ્રેસ એક આરામ દાયક પોશાક છે .
ખબર
નહીં એ સ્ત્રી ને શું વાંધો હતો ..

Comments
Post a Comment