જામુન કા પેડ ( ક્રુષ્ણ ચંદર )

 




2017 માં આઈસીએઇ ના દસમા ધોરણ ના હિન્દી ના પુસ્તક માં થી જામુન કા પેડ પાઠ કાઢી નાખવામાં આવ્યો . ત્યાર પછી એ વાર્તા એ ખૂબ જોર પકડ્યું . ત્યાર સુધી મે ક્રુષ્ણ ચાંદર નું નામ પણ કોઈ દિવસ નોહતું સંભાળ્યું પણ 2017 માં હું મધ્યપ્રદેશ માં રહેતી હોવાના લીધે મે ત્યારે જુદા જુદા છાપા ઓ તે વાર્તા વાંચી ખરેખર દિલ ને સ્પર્શી ગઈ , ત્યાર પછી ધીરે ધીરે ભોપાલ ની સ્વામીવિવેકાનંદ લાઈબ્રેરી માં થી ક્રુષ્ણ ચાંદર અને બીજા ઘણા હિન્દી લેખકો ના પુસ્તકો વાંચ્યા , જેમાં ક્રુષ્ણ ચંદર અને હાલ ના લેખકો માં દિવ્ય પ્રકાશ દુબે , નિખિલ સચાન , પંકજ દૂબે  ના પુસ્તકો ખૂબ ગમ્યા .

પણ ક્રુષ્ણ ચંદર જેમનો જન્મ એક સદી પહેલા થયો હતો જેઓ લાહોર થી ભણ્યા હતા અને આઝાદી પહેલા ઉર્દુ માં અને આઝાદી પછી હિન્દી માં લખતા હતા , તેમના લેખન થી ઘણું પ્રભાવિત થવાયું .

હાલ પણ હું જ્યારે પણ કોઈ સરકારી સંસ્થા માં જાઉં ત્યારે હમેશા જામુન કા પેડ વાર્તા યાદ આવે છે. અહી તે વાર્તા નું ગુજરાતી અનુવાદ કરી ને મૂકું છું.

~~~~~~~~~~~~~~~~~~

જામુન કા પેડ ( ક્રુષ્ણ ચંદર )

રાત્રે જોરદાર વાવજોડું આવ્યું , સેક્રેટરીયલ ની લોન માં જાંબુ નું એક વિશાળ ઝાડ પડ્યું . સવારે જ્યારે જોયું તો ખબર પડી કે ઝાડ ના નીચે એક આદમી દબાયેલો પડ્યો છે .

માળી દોડતો દોડતો ચપરાસી પાસે ગયો . ચપરાસી દોડતો દોડતો ક્લાર્ક પાસે ગયો . ક્લાર્ક દોડતો દોડતો સુપરિટેંડેંટ પાસે ગયો . સુપરિટેંડેંટ દોડતો દોડતો બહાર લોન માં આવ્યો . મિનિટો માં ઝાડ નીચે દબાયેલા માણસ ની આજુબાજુ ભીડ ભેગી થઈ ગઈ .

“ બિચારું! જાંબુ નું ઝાડ કેટલું ફળદાર હતું .” એક ક્લાર્ક બોલ્યો .

“ આના જાંબુ કેટલ મીઠા હતા .” બીજો ક્લાર્ક બોલ્યો.

‘ હું સીજન માં થેલી ભરી ને આના જાંબુ લઈ જતો હતો મારા છોકરા ઓ મૌજ થી ખાતા આ જાંબુ’ ત્રીજા ક્લાર્ક એ લગભગ રડતાં અવાજે કહ્યું .

‘પણ આ આદમી?’ માળી એ દાબેલા આદમી તરફ ઈશારો કરી ને કહ્યું .

‘હાં, આ આદમી!’  સુપરિટેંડેંટ

‘ખબર નહીં જીવે છે કે મારી ગયો!’ એક ચપરાસી એ પૂછ્યું .

‘મરી ગયો હશે આટલું ભારે થડ જેના પર પડ્યું હોય એ કેમ કરી ને બચે!’ બીજો ચપરાસી બોલ્યો .

‘ના હું જીવું છું!’ દબાયેલો માણસ મુશ્કેલી થી કણસતા અવાજે બોલ્યો .

‘જીવે છે!’ એક કલાર્કે અચરજ થી કહ્યું.

‘ ઝાડ ને હટાવી ને આને બહાર નીકળવો જોઈએ .’ માળી એ સલાહ આપી .

‘ પણ મુશ્કેલ છે .’ એક કાળા અને જાડા ચપરાસી એ કહ્યું . ‘ ઝાડ ખૂબ ભારે અને વજનદાર છે.’

‘ શું મુશ્કેલ છે ?’ માળી બોલ્યો ‘ જો સુપરિટેંડેંટ સાહેબ ઓર્ડર આપે તો હમણાં પંદર- વીસ માળી , ચપરાસી અને ક્લાર્ક જોર લગાવી ને ઝાડ નીચે દબાયેલા માણસ ને કાઢી શકે એમ છે.’

‘ માળી સાચું કહી રહ્યો છે .’ ઘણા બધા ક્લાર્ક એક સાથે બોલ્યા ‘લગાવો તાકાત, અમે બધા તૈયાર છીએ .’

એકસાથે ઘણા બધા માણસો ઝાડ ને કાપવા માટે તૈયાર થઈ ગયા.

‘ ઊભા રહો!’, સુપરિટેંડેંટ એ કહ્યું , ‘ હું અંડર સેક્રેટરી સાથે વાતચીત કરી લઉં .’

સુપરિટેંડેંટ અંડર-સેક્રેટરી જોડે ગયો . અંડર- સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી પાસે ગયો . ડેપ્યુટી સેક્રેટરી જોઇન્ટ સેક્રેટરી પાસે ગયો. જોઇન્ટ સેક્રેટરી ચીફ સેક્રેટરી પાસ ગયો.

ચીફ સેક્રેટરી એ જોઇન્ટ સેક્રેટરી ને કઈક કહ્યું . જોઇન્ટ સેક્રેટરી એ ડેપ્યુટી સેક્રેટરી ને કઈક કહ્યું . ડેપ્યુટી સેક્રેટરી એ અંડર સેક્રેટરી ને કઈક કહ્યું. એક ફાઇલ બની ગઈ .

ફાઇલ ચાલવા લાગી . ફાઇલ ચાલે ગઈ . આમાં જ અડધો દિવસ નીકળી ગયો . બપોરે જમવાના સમયે દબાયેલા આદમી ની આજુબાજુ ખૂબ ભીડ થઈ ગઈ હતી . લોકો જુદીજુદી વાતો કરતાં હતા . અમુક ક્લાર્ક એ બનાવ હાથ પર લઈ ને કઈક કરવા ધાર્યું .

તેઓ ઉપર થી કઈ નિર્ણય આવે તે પહેલા જાતે જ ઝાડ ને હટાવવા તૈયાર હતા પણ એટલા માં સુપરિટેંડેંટ દોડતો દોડતો આવ્યો  અને કહેવા લાગ્યો , ‘ આપણે લોકો જાતે આ ઝાડ ને અહી થી હટાવી શકીએ નહીં . આપણે વાણિજ્ય વિભાગના છીએ અને આ ઝાડ નો કેસ છે જે કૃષિ વિભાગ માં આવે છે . એટલે હું તરત માર્ક કરી ને આ ફાઇલ ને કૃષિ વિભાગ મોકલું છું જેવો ત્યાં થી કોઈ જવાબ આવે આ ઝાડ હટાવી દઇશું .’

બીજા દિવસે કૃષિ વિભાગ માં થી જવાબ આવ્યો કે આ ઝાડ હટાવવા ની જવાબદારી વાણિજ્ય વિભાગ ની છે . આ જવાબ સાંભળી ને વાણિજ્ય વિભાગ ને ગુસ્સો આવ્યો . અને તેમણે તરત જવાબ લખ્યો કે ઝાડ હટાવવા ની કી નહીં હટાવવા ની જવાબદારી કૃષિ વિભાગ ની છે તેની સાથે વાણિજ્ય વિભાગ ને કોઈ લેવા દેવા નથી .

બીજા દિવસે ફાઇલ ચાલતી રહી અને સાંજે જવાબ આવ્યો . ‘ અમે આ કેસ હોર્ટીકલ્ચર ડિપાર્ટમેંટ માં મોકલીએ છીએ કારણ કે ઝાડ ફળદાયી હતું અને કૃષિ વિભાગ માં અનાજ અને ખેતીવાડી મામલા માં જ નિર્ણય કરવાનો અધિકાર છે . જાંબુ નું ઝાડ ફળદાયી છે એટલે તે હોર્ટીકલ્ચર વિભાગ ના ક્ષેત્ર માં આવે .’

રાત્રે માળી એ ઝાડ નીચે દબાયેલા માણસ ને દાળભાત ખવડાવ્યા , લોન ની ચારેય બાજુ પોલીસ હતી કે લોકો ક્યાક કાયદો હાથ માં લઈ ને ઝાડ ના હટાવી દે.

પોલીસ એ દયા ખાઈ ને દાળભાત ખવડાવવા દીધા.

માળી એ દબાયેલા આદમી ને કહ્યું કે , ‘ તારી ફાઇલ ચાલી રહી છે . આશા છે કે કાલ સુધી નિર્ણય થઈ જશે .’

દબાયેલો માણસ કશું જ બોલ્યો નહીં .

માળી એ ધારી ને માણસ સામે જોઈ ને કહ્યું કે ‘ સારું છે આ થડ તારી કમર પર પડ્યું નહીં , નહીં તો મણકા ભાગી નાખત.’

દબાયેલો માણસ કઈ જ બોલ્યો નહીં .

માળી એ ફરી થી કહ્યું , ‘ તમારું અહિયાં કોઈ સગુવહાલું હોય તો કહો, હું તેમને સમાચાર મોકલી આપીશ .’

‘ હું અનાથ છું .’ દબાયેલા માણસ એ મુશ્કેલી થી કહ્યું .

માળી દુખ જાહેર કર્યું અને ત્યાં થી નીકળી ગયો .

ત્રીજા ડિયાવસે હોર્ટીકલ્ચર વિભાગ માં થી જવાબ આવ્યો . ખૂબ વ્યંગપૂર્ણ જવાબ હતો . હોર્ટીકલ્ચર વિભાગ નો સેક્રેટરી ખૂબ મિજાજી માણસ લાગતો હતો.

તેણે લખ્યું હતું , ‘ અચરજ છે , કે આ સમયે ‘ઝાડ વાવો’ ખૂબ મોટા પાયે ચાલી રહી છે, આપના દેશ માં એવા ઘણા સરકારી ઓફિસરો છે જે ઝાડ કાપવા ની સલાહ આપે છે, એ પણ એક ફળદાયી ઝાડ ને! અને એ પણ એ જાંબુ ના ઝાડ ને! જેના ફળ ખૂબ મજા લઈ ને ખાતા હતા! અમારો ડિપાર્ટમેંટ કોઈ પણ હાલત માં આ ઝાડ ને કાપવાની પરવાનગી આપે તેમ નથી.’

‘ હવે શું કરવા માં આવે ? એક મગજ ફરેલા માંસ એ કહ્યું. ‘ જો ઝાડ કાપી શકાય તેમ ના હોય તો આ માણસ ને કાપી ને કાઢી લેવામાં આવે! આ જુઓ. જો આ માણસ ને ધડ થી કાપવામાં આવે તો અડધો માણસ આ બાજુ થી અને અડધો માણસ બીજી બાજુ થી કાઢી શકાય અને ઝાડ ને કાપવાની જરૂર નહીં રહે.

‘પણ એવું કરશો તો હું મરી જઈશ!’ દબાયેલા માણસ એ કહ્યું .

‘આ પણ સાચું કહે છે !’ એક ક્લાર્ક એ કહ્યું.

 પણ માણસ ને કાપવા ની સલાહ આપવા વાળી મંડળી એ તરત બૂમો પાડવા ની શરૂ કરી કે આજકાલ પ્લાસ્ટિક સર્જરી પણ થાય જ છે ને , અને ઓપરેશન થી બધા જ ભાગ ફરી જોડી શકાય છે.’

હવે ફાઇલ ને મેડિકલ ડિપાર્ટમેંટ માં મોકલવામાં આવી . મેડિકલ ડિપાર્ટમેંટ એ તરત જ આના પર એક્શન લીધી અને જે દિવસે ફાઇલ મળી એ જ દિવસે હોસ્પિટલ નો સૌથી હોશિયાર સર્જન ને તપર કરવા ઘટના સ્થળ પર મોકલ્યો.

સર્જન એ દબાયેલા માણસ ની સરખી રીતે તપાસ કરી, એની તબિયત , બી.પી. , ધબકારા , હ્રદય અને ફેફસા ની તપાસ કરી ને રિપોર્ટ મોકલ્યો કે ‘ આ માણસ નું ઓપરેશન તો થઈ શકશે અને ઓપરેશન સફળ પણ થશે , પણ માણસ નહીં બચે.’

રાત્રે માળી એ દબાયેલા માણસ ના મોઢા માં ખિચડી ના કોળિયા નાખતા કહ્યું કે હવે આ કેસ ઉપર પોહચી ગયો છે સંભાળ્યું છે કે સેક્રેટરીયટ ના બધા સેકરેટરીઓ ની કાલે મિટિંગ થશે . તેમાં તારો કેસ મૂકવામાં આવશે. ઉમ્મીદ છે કે બધુ કામ સરખી રીતે પાર પડશે.’

દબાયેલો આદમી ઊંડો શ્વાસ લઈ ને બોલ્યો ,  ‘ હમને માના કી તુગાફૂલ ન કરોગે લેકિન ખાક હો જાયેંગે હમ, તુમકો ખબર હોને તક!’

માળી એ અચરજ થી પૂછ્યું , ‘ તમે શાયર છો ?’

દબાયેલા માણસ એ ધીરે થી હકાર માં માથું હલાવ્યું.

બીજા દિવસે માળી એ ચપરાસી ને કહ્યું . ચપરાસીએ ક્લાર્ક ને અને ક્લાર્ક એ હેડ કલાર્ક ને થોડી જ વાર માં સેકરેટરીયલ માં આ વાત ફેલાઈ ગઈ કે દબાયેલો માણસ શાયર છે .

બસ પછી પૂછવાનું જ શું . લોકો ટોળાં બનાવી ને શાયર ને જોવા આવવા લાગ્યા.સાંજ સુધી તો શહેર ના ગલી અને ફળિયા માં થી લોકો નાના મોટા શાયર ભેગા થવા લાગ્યા. સેક્રેટરીયલ માં પણ અમુક ક્લાર્ક અને અંડર સેકરેટરી  ને પણ શાયરી થી લગાવ હતો તે પણ રોકાયા .

અમુક શાયર દબાયેલા માણસ ને પોતાની શાયરીઓ સંભાળવવા લગાય અમુક તેમાં સુધાર કરવા લગાય .

જ્યારે ખબર પડી કે આ દબાયેલો માણસ શાયર છે તો સેકરેટરીયાલ ની સબ-કમિટી એ નક્કી કર્યું કે આ દબાયેલો માણસ શાયર છે તો આ ફાઇલ નો સબંધ ન તો હોર્ટીકલ્ચર થી છે કે ના તો એગ્રીકલ્ચર થી છે બસ આ માણસ નો સબંધ માત્ર કલ્ચર ડિપાર્ટમેંટ થી છે.

કલ્ચર ડિપાર્ટમેંટ ને આજીજ કરવામાં આવી કે ગમે તે રીતે કઈક નિર્ણય કરી ને આ બદનસીબ શાયર ને આ ઝાડ નીચે થી મૂકતી અપાવવામાં આવે.

ફાઇલ કલ્ચર ડિપાર્ટમેંટ ના વિભાગો માં થી પસાર થતી અદબી એકેડમી ની પાસે પોહચી . બિચારો સેક્રેટરી આ વખત પોતાની ગાડી લઈ સેક્રેટરીયલ પોહચ્યો અને દબાયેલા માણસ નું ઇન્ટરવ્યુ લેવા લાગ્યો.

‘તમે શાયર છો?’ તેણે પૂછ્યું .

‘હા.’ દબાયેલા માણસ એ જવાબ આપ્યો.

‘શું ફરમાવો છો?’

‘અવસ.’

‘અવસ! સેક્રેટરી એ જોર થી બૂમ પાડી . ‘શું તમે એ જ છો જેનું મજમુયા-એ-કલામ (શાયરી સંગ્રહ) અવસ નું ફૂલ હમણાં જ પ્રકાશિત થયો હતો?

દબાયેલા શાયર એ હકાર માં માથું હલાવ્યુ.

‘શું તમે અમારી એકેડમી ના મેમ્બર છો?’ સેકરેટરી એ પૂછ્યું .

‘ના!’

‘નવાઈ છે!’ સેકરેટરી એ જોર થી બૂમ પાડી . ‘આટલો મોટો શાયર!’ ‘અવસ ના ફૂલ’ નો લેખક! અને અમારી એકેડમી નો મેમ્બર નથી ! ઉફ્ફ કેવી ભૂલ થઈ ગઈ અમારા થી ! આટલો મોટો શાયર અને કેવીરીતે આટલા ગુમનામ ખૂણા માં સંતાયેલો રહ્યો!’

‘ગુમનામી ના ખૂણા માં નહીં હું આ ઝાડ નીચે પડ્યો છું ...એ મને અહી થી બહાર નીકળો.’

‘હમણાં હું કઈક વ્યવસ્થા કરું છું.’ સેકરેટરી તરત બોલ્યો અને તરત જ તેને પોતાની ઓફિસ માં રિપોર્ટ આપ્યો.’

 બીજા દિવસે સેકરેટરી દોડતો દોડતો આવ્યો અને બોલ્યો , મુબારક , મીઠાઇ ખવડાવો , અમારી સરકારી એકેડમી એ તમને કેન્દ્રિય કમિટી નો મેમ્બર બનાવ્યો છે આ લો પરવાનગી.!’

‘પણ મને આ ઝાડ નીચે થી નીકળો.’ માણસ મુશ્કેલી થી બોલ્યો તેના અવાજ અને આંખો પર થી સમજાતું હતું કે તે ખૂબ મુશ્કેલી માં છે.

‘આ અમે કરી શકીએ તેમ નથી.’ સેક્રેટરી એ કહ્યું . ‘જે અમે આકરી શકતા તા તે અમે કર્યું અમે તો એ પણ આકરી શકીએ છીએ કે જો તમે મારી જાઓ તો તમારી પત્ની ને કઈક રકમ આપવી શકીએ.’

‘પણ હજી હું જીવું છું.’ શાયર બોલ્યો. ‘અને મને જીવતો રાખો.’

‘મુશ્કેલી એ જ છે.’ સરકારી એકેડમી નો સેકરેટરી હાથ મસળતા બોલ્યો , ‘ અમારો વિભાગ કલ્ચર છે . અમે ‘ ફોરેસ્ટ વિભાગ’ લખ્યું છે અને ‘અર્જન્ટ’ પણ લખ્યું છે.

સાંજે માળી એ આવી ને કહ્યું કે સાંજે ફોરેસ્ટ વાળા આવી ને આ ઝાડ કાપી દેશે અને તમારો જીવ બચી જશે.

માળી ખૂબ ખુશ હતો દબાયેલા માણસ નું શરીર જવાબ આપી રહ્યું હતું પણ એ ગમે તે કરી ને જીવી રહ્યો હતો .

બીજા દિવસે ફોરેસ્ટ ડિપાર્ટમેંટ નો માણસ આરી અને કુલહાડી લઈ ને પોહચ્યો અને તો તેને ઝાડ કપાતા રોકવા માં આવ્યો . ખબર પડી કે આ આખો કેસ વિદેશ વિભાગ નો હતો .

કારણ એ હતું કે આ ઝાડ ને દસ વર્ષ પહેલા પિટોનિયા ના પ્રધાન મંત્રી એ સેક્રેટરીયલ ની લોન માં વાવ્યું હતું હવે જો આ ઝાડ કાપવામાં આવે તો હમેશા માટે ભારત અને પિટોનિયા ના સબંધ બગડી જાય .

‘પણ એક માણસ ની જિંદગી નો સવાલ છે!’ એક ક્લાર્ક એ ગુસ્સા માં કહ્યું.

‘બીજી તરફ બે દેશો ના સબંધ નો સવાલ છે!’ બીજા ક્લાર્ક એ પહેલા કલાર્ક ને સમજવ્યું . ‘અને એતો સમજો કે પિટોનિયા આપણાં દેશ ને એટલી ગ્રાન્ટ આપે છે. શું બે દેશો ની દોસ્તી માટે એક માણસ નો જીવ ના આપી શકીએ?’

‘શાયરે મારી જવું જોઈએ.’

‘નિસંદેહ’

અંડર-સેક્રેટરી એ સુપરિડેંટ ને કહ્યું . ‘આજે સવારે પ્રધાનમંત્રી વિદેશ થી પાછા આવ્યા છે. આજે ચાર વાગે ડિપાર્ટમેંટ આ ફાઇલ તેમને બતાવશે. અને હવે તે જે નિર્ણય લેશે તે બધા ને મંજૂર હશે.’

સાંજે પાંચ વાગે સુપરિડેંટ શાયર ની ફાઇલ લઈ ને તેની પાસે ગયો ‘ સાંભળે છે ? આજે પ્રધાનમંત્રીએ ઝાડ ને કાપવા નો ઓર્ડર આપ્યો છે અને બધી આંતરરાષ્ટ્રીય જવાબદારી પોતાના માથા પર લીધી છે. કાલે ઝાડ કાપી લેવામાં આવશે અને તને આઝાદી મળશે.’

‘સાંભળે છે? આજે તારી ફાઇલ પાસ થઈ ગઈ છે !’ સુપરિડેંટ એ શાયર નો ખભો હલવ્યો . પણ હાથ ઠંડો હતો . નાખો સ્થિર હતી અને કીડીઓ ની લાઇન મોઢામાં જતી હતી.

તેની જિદગી ની ફાઇલ પાસ થઈ ગઈ હતી.

Comments

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી