મારા વિશે
મને વાંચવા નો ખૂબ શોખ છે , પણ અમુક વખત અમુક લેખ કે સ્ટોરી વાચ્ય પછી એમ થાય કે હજી આ આવી રીતે લખાયું હોત તો વધારે સારું લાગે . હું હોત તો આ વાત આવી રીતે લખત , એમ કરતાં કરતાં હમેશા પોતાની જાત ને લખતા કલ્પના કરતી અને કોલેજ માં જ જુદુ જુદૂ કઈક લખે જવાનો શોખ હતો , એક બે મેગેજીન માં મારા લેખ છપાયા પણ ખરા પણ પછી પાછું બધુ ખોરવાઈ ગયું . પણ લખવાનો શોખ નોહતો ખોરવાયો .
પછી બ્લોગ લખવાનો નિર્ધાર કર્યો , આ બ્લોગ બનાવતા પહેલા પણ બ્લોગ બનાવ્યા , પછી મારી જ ભૂલ ના લીધે તે બ્લોગ ડિલીટ થયા , પણ હવે થોડું ઘણું ફાવી ગયું છે .
હું ઘણું ફરું છું , ફરું એટલે માત્ર શરીર અને કેમેરો લઈ ને નહીં પણ આત્મા થી ફરું છું , ઘણા જુદા જુદા લોકો ને મળવાનું થાય છે તેમના જુદા જુદા અનુભવો સાંભળવા મળે છે , બસ એ અનુભવો અને મારા વિચારો હું અહિયાં પ્રગટ કરું છું .
અહી આવી મારા વિશે વાંચવા માટે સમય કાઢવા આભાર .
મારા સ્વ અનુભવો વિશે અહી લખેલ છે.
Comments
Post a Comment