અયુબ ખાન પાંચ ફૂટ દસ ઇંચ ઇંચાઇ ધરાવતા અયુબ ખાન રજવાડા સૈન્ય માં ફૂટબોલ ટીમ ના કેપ્ટન હતા . ૧૯૫૦ માધ્યમિક સ્કૂલ નું શિક્ષણ લઈ માં આર્મ્ડ કોર માં ભરતી થયા અને ૧૯૬૫ માં રિસાલદાર બન્યા . 8 સપ્ટેમ્બર 1965 ની રાત્રે અયુબખાન એક સૈન્ય ની ટુકડી નું નેતૃત્વ કરતાં હતા . તેમને પાકિસ્તાની સરહદ પર સિયલકોટ પાસે સુચેતગઢ માં દુશ્મન ને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી . રાત્રે જ ઉપર થી આદેશ મળ્યો કે પાકિસ્તાની ટેન્કો સામે સખ્તી થી લડો . રાત્રે અયુબ ખાન અને તેમના કેટલાક સાથીઓ પાકિસ્તાન માં ઘુસ્યાં અને કેટલાક માઈલ અંદર ગયા પણ પાકિસ્તાની એરફોર્સ સતત હુમલો કરતી હતી . અને ભારતીય સૈન્ય ને આગળ વધતાં રોકતા હતા . બીજા દિવસે આગળ વધતાં સમાચાર મળ્યા કે પાકિસ્તાની સૈન્ય એ પાછળ થી આવી ને ભારતીય સૈન્ય ને ઘેરી લીધું છે . ત્યારે સ્ક્વાડ્રન કમાન્ડર એ અયુબ ખાન ને ઓર્ડર આપ્યો કે , બની શકે કે તારી ત્રણેય ટેન્કો ના ચીથડા ઊડી જાય પણ આગળ વધી અને શત્રુ ઓ ના ઘેરા ને તોડો . અયુબ ખાન આવી જ તક ની રાહ જોતાં હતા જેમાં તેમને દેશ ની રક્ષા માટે જીવન નું બલિદાન આપવું પડે . બીજા વિશ્વ યુદ્...
દરવાન સિંહ નેગી દરવાન સિંહ નેગી નો જન્મ 1881 માં કાફારતીર ગામ માં હાલ ના ઉતરાખંડ માં થયો હતો . ખેડૂત નો દીકરો દરવાન સિંહ નાનપણ થી જ મજબૂત બાંધો અને ખડતલ વ્યક્તિત્વ ધરાવતો હતા . સ્થાનિક રેજિમેંટલ સ્કૂલ માં ભણેલ દરવાન સિંહ એ 19 વર્ષ ની ઉમરે 39 ગરવાલ રાઇફલ જોઇન કરી . જ્યારે 1941 માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું , ત્યારે 31 વર્ષ ના દરવાન સિંહ નેગી ને યુદ્ધ માં જંપલાવ્યું . અને એક યોદ્ધા તરીકે ઘરે પાછા ફર્યા . બ્રિટિશ ભારતીય આર્મી તરફ થી લડતા , ફ્રાંસ ના ફેસ્ટુબર્ડ નજીક તેમની રેજિમેન્ટ ખાઈ ને ખાલી કરવામાં રોકાયેલી હતી .23 અને 24 નવેમ્બર 1914 ની મધ્યરાત્રિ એ જર્મની જોડે થી આખા વિસ્તાર નો તાબો મેળવ્યો માથા અને હાથ માં વાગ્યા પછી પણ લોહી નીતરતી હાલત માં દરવાન સિંહ એ બોમ્બ અને રાઇફલ થી સામનો કરવા આગળ આવ્યા . તેમણે બતાવેલા અદમ્ય સાહસ વીરતા પરાક્રમ માટે તેમને પંચમ જ્રોર્જ એ 5 ડિસેમ્બર એ યુદ્ધ ના મેદાન માં પોહચી ને દરવાન સિંહ નેગી ને વિકટોરિયા ક્રોસ પહેરાવ્યો હતો . તેમની વીરતા ને ધ્યાન માં રાખી ને ગરવાલ રાઇફલ ને "બેટલ ઓફ ફેસ્ટુન વર્ટ ઇ...
Comments
Post a Comment