માથા નો દુખાવો
નીનુ ની
લાઈફસ્ટાઈલ ખૂબ હેલ્થી હતી , તે ખૂબ ઓછું બીમાર રહેતી.
એક દિવસ
તે વિન્ડો શોપિંગ માટે ગઈ અને તેના બે દિવસ પછી અચાનક તેને માથા માં ધીમો ધીમો દુખાવો
થવા લાગ્યો . શરૂમાં એક બે દિવસ દુખાવો ગણકાર્યો નહીં , પછી લાગ્યું ઊંઘ પૂરી નહીં
થઈ હોય .
આમ કરતાં
કરતાં ચાર પાંચ દિવસ થઈ ગયા , દુખાવો હજી શરૂ જ હતો . અમુક ઘરેલુ ઉપાય કર્યા પણ માથા ના દુખાવા માં કઈ જ
ફર્ક પડ્યો નહીં .
પછી લાગ્યું
કંપની માં વર્ક લોડ હોવાને લીધે આવું થાય છે , પણ વર્કલોડ તો હમેશા થી હતો અને આ દુખાવો મટતો
કેમ નથી .
હવે નીના
એ તેના વર્તુળ માં રહેલા દરેક માણસ ને કહેવા નું ચાલુ કર્યું કે તેને સતત માથા માં
ધીમોધીમો દુખાવો થયા જ કરે છે. આજુબાજુ રહેલા દરેક માણસો એ જુદા જુદા ઘરેલુ નુસકા બતાવ્યા, નીના એ એક પછી એક તે બધા
જ નુસકા વાપરી જોયા. પણ માથા ના દુખાવા માં કઈ જ ફાયદો થયો નહીં .
હવે વાત
વધારે વધે તે પહેલા ડોક્ટર ને બતાવવા નું નક્કી થયું . પતિપત્ની બંને હોસ્પિટલ માં
ગયા ,
નીના ના
પતિ પણ હવે નીના નું વધારે ધ્યાન રાખવા લાગ્યા , તેમના મન માં ડર ઘર કરી ગયો હતો .કે નીના ના
શરીર માં કોઈ મોટી બીમારી ધીરેધીરે પગપેસારો કરી રહી છે .
ડોક્ટર
એ જુદાજુદા રિપોર્ટ કરાવવા કહ્યું . પણ પરિણામ શૂન્ય , કોઈ જ બીમારી પકડમાં આવી
નહીં .
અને દુખાવો
હજી ચાલુ જ હતો .
શહેર ના
મોટા માં મોટા ન્યૂરોસર્જન ની મુલાકાત લીધી , ફરી જુદા જુદા બધા રિપોર્ટ કરવવામાં આવ્યા પણ કોઈ જ બીમારી પકડ માં આવતી નોહતી
.
આ બધા પાછળ
લગભગ દોઢ એક લાખ ખર્ચાઈ ગયા હતા .
રિપોર્ટ
માં કઈ પણ રોગ પકડાયો ના હોવા છતાં ડોક્ટરો એ વિટામિન ની આ ને તે કરી ને પાંચ છ ગોળીઓ
શરૂ કરી દીધી હતી.
પણ નીના
ના પતિ હવે કોઈ પણ રીતે નીના ને બચાવી લેવા અધીરા બન્યા હતા. નીના સતત ટેન્શન માં રહેતી.
એક દિવસ
નીના ની મમ્મી એ શિખામણ આપી કે નીના તું વાળ કપાવી નાખ કદાચ કઈ ફર્ક પડે નીના ને વાળ
ટૂંકા કરાવ્યા અને ચમત્કારી રીતે દુખાવો બંધ થયો .
પછી થોડું
અવલોકન કર્યું એટલે ખબર પડી કે
તે જે દિવસે
શોપિંગ કરવા ગઈ હતી ત્યારે એક હેર રિંગ લાવી હતી.
અને તે
રિંગ ભરાવવાના લીધે જ માથા માં સતત ધીમોધીમો દુખાવો થયા કરતો . આ વાત જાણી ને નીના
નું હસી હસી ને પેટ દુખી ગયું બસ એટલો અફસોસ રહ્યો કે થોડું વહેલા ખબર પડી હોત તો આટલા
હેરાન ના થવાયું હોત.
નોધ
: મારા જીવન નો સાચો પ્રસંગ છે જેને થોડા મસાલા સાથે ફિકશન રૂપે રજૂ કરેલ છે.
Gujarati blog
, Gujarati blogger , Gujarati short story , Gujarati blogs
Kannu નું નિનું થયું ત્યાં જ મને લાગ્યું કે આ લેખિકા મેમ પોતાની જ વાત કરી રહ્યા હશે.....આમ તો અવલોકન કરનારા લોકો સારું લેખન કરી જ શકે. સરસ. એ રિંગ હવે વેંચી નાખજો.
ReplyDeleteહાહાહા ..... આભાર .
Deleteઅને રિંગ હવે ફેકી દીધી છે .