માથા નો દુખાવો

 


નીનુ ની લાઈફસ્ટાઈલ ખૂબ હેલ્થી હતી , તે ખૂબ ઓછું બીમાર રહેતી.

એક દિવસ તે વિન્ડો શોપિંગ માટે ગઈ અને તેના બે દિવસ પછી અચાનક તેને માથા માં ધીમો ધીમો દુખાવો થવા લાગ્યો . શરૂમાં એક બે દિવસ દુખાવો ગણકાર્યો નહીં , પછી લાગ્યું ઊંઘ પૂરી નહીં થઈ હોય .

આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ થઈ ગયા , દુખાવો હજી શરૂ જ હતો . અમુક ઘરેલુ ઉપાય કર્યા પણ માથા ના દુખાવા માં કઈ જ ફર્ક પડ્યો નહીં .

પછી લાગ્યું કંપની માં વર્ક લોડ હોવાને લીધે આવું થાય છે , પણ વર્કલોડ તો હમેશા થી હતો અને આ દુખાવો મટતો કેમ નથી .

હવે નીના એ તેના વર્તુળ માં રહેલા દરેક માણસ ને કહેવા નું ચાલુ કર્યું કે તેને સતત માથા માં ધીમોધીમો દુખાવો થયા જ કરે છે. આજુબાજુ રહેલા દરેક માણસો એ જુદા જુદા ઘરેલુ નુસકા બતાવ્યા, નીના એ એક પછી એક તે બધા જ નુસકા વાપરી જોયા. પણ માથા ના દુખાવા માં કઈ જ ફાયદો થયો નહીં .

હવે વાત વધારે વધે તે પહેલા ડોક્ટર ને બતાવવા નું નક્કી થયું . પતિપત્ની બંને હોસ્પિટલ માં ગયા ,

નીના ના પતિ પણ હવે નીના નું વધારે ધ્યાન રાખવા લાગ્યા , તેમના મન માં ડર ઘર કરી ગયો હતો .કે નીના ના શરીર માં કોઈ મોટી બીમારી ધીરેધીરે પગપેસારો કરી રહી છે .

ડોક્ટર એ જુદાજુદા રિપોર્ટ કરાવવા કહ્યું . પણ પરિણામ શૂન્ય , કોઈ જ બીમારી પકડમાં આવી નહીં .

અને દુખાવો હજી ચાલુ જ હતો .

શહેર ના મોટા માં મોટા ન્યૂરોસર્જન ની મુલાકાત લીધી , ફરી જુદા જુદા બધા રિપોર્ટ કરવવામાં આવ્યા પણ કોઈ જ બીમારી પકડ માં આવતી નોહતી .

આ બધા પાછળ લગભગ દોઢ એક લાખ ખર્ચાઈ ગયા હતા .

રિપોર્ટ માં કઈ પણ રોગ પકડાયો ના હોવા છતાં ડોક્ટરો એ વિટામિન ની આ ને તે કરી ને પાંચ છ ગોળીઓ શરૂ કરી દીધી હતી.

પણ નીના ના પતિ હવે કોઈ પણ રીતે નીના ને બચાવી લેવા અધીરા બન્યા હતા. નીના સતત ટેન્શન માં રહેતી.

એક દિવસ નીના ની મમ્મી એ શિખામણ આપી કે નીના તું વાળ કપાવી નાખ કદાચ કઈ ફર્ક પડે નીના ને વાળ ટૂંકા કરાવ્યા અને ચમત્કારી રીતે દુખાવો બંધ થયો .

પછી થોડું અવલોકન કર્યું એટલે ખબર પડી કે

તે જે દિવસે શોપિંગ કરવા ગઈ હતી ત્યારે એક હેર રિંગ લાવી હતી.

અને તે રિંગ ભરાવવાના લીધે જ માથા માં સતત ધીમોધીમો દુખાવો થયા કરતો . આ વાત જાણી ને નીના નું હસી હસી ને પેટ દુખી ગયું બસ એટલો અફસોસ રહ્યો કે થોડું વહેલા ખબર પડી હોત તો આટલા હેરાન ના થવાયું હોત.

નોધ : મારા જીવન નો સાચો પ્રસંગ છે જેને થોડા મસાલા સાથે ફિકશન રૂપે રજૂ કરેલ છે.

 

ટૂંકી વાર્તા , ગુજરાતી ધારાવાહિક , ગુજરાતી બ્લોગ , ગુજરાતી સાહિત્ય રચના , ગુજરાતી ભાષા માં બ્લોગ ,ગુજરાતી લવ સ્ટોરી .  

Gujarati blog , Gujarati blogger , Gujarati short story , Gujarati blogs

Comments

  1. Kannu નું નિનું થયું ત્યાં જ મને લાગ્યું કે આ લેખિકા મેમ પોતાની જ વાત કરી રહ્યા હશે.....આમ તો અવલોકન કરનારા લોકો સારું લેખન કરી જ શકે. સરસ. એ રિંગ હવે વેંચી નાખજો.

    ReplyDelete
    Replies
    1. હાહાહા ..... આભાર .
      અને રિંગ હવે ફેકી દીધી છે .

      Delete

Post a Comment

Popular posts from this blog

Top gujrati blogs 2020 & 2021

જ્યારે ભારતીય અયુબ ખાને પાકિસ્તાની અયુબ ખાન ને ધૂળ ચટાડી

દરવાન સિંહ નેગી